સાઉદી અરેબિયાને નિશાન બનાવતા હૂતી વિદ્રોહીઓ કોણ છે, તેમને કોનું સમર્થન છે?

ઇમેજ સ્રોત, Mohammed Hamoud/Getty Images
સાઉદી અરેબિયાની રાજધાની રિયાધના એક ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 12 લોકો માર્યા ગયા અને 309 લોકો ઘાયલ થયા.
સાઉદીની આગેવાની હેઠળના ગઠબંધને જણાવ્યું હતું કે, શનિવારે પૂર્વી સાઉદી અરેબિયાના દમ્મામ શહેરમાં કિંગ ફહદ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ નજીક એક મિસાઇલ પણ પડી હતી.
સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, હૂતી વિદ્રોહીઓએ બે દિવસમાં દેશનાં બે મુખ્ય ઍરપૉર્ટ, રિયાધ અને આભા પર મિસાઇલો અને ડ્રૉનથી હુમલો કર્યો છે.
આ હુમલા એવા સમયે થયા છે જ્યારે હૂતીઓએ સાઉદી અરેબિયાના હવાઈ ક્ષેત્રનો ઉપયોગ કરવા સામે આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સને 'અંતિમ ચેતવણી' આપી છે.
સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, યમનના હૂતી વિદ્રોહીઓએ થોડા દિવસો પહેલાં આવા જ હુમલા કરવાનો દાવો કર્યો હતો.
હૂતી લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ દાવો કર્યો છે કે, સાઉદી અરેબિયાનું હવાઈ ક્ષેત્ર હવે "તેમના લશ્કરી કામગીરીનું કેન્દ્ર" બની ગયું છે.
ભારતે કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ અને અન્ય નાગરિક લક્ષ્યો પર થયેલા હુમલાઓની પણ કડક નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, "અમે તાજેતરના દિવસોમાં રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર વારંવાર થયેલા હુમલાઓની સખત નિંદા કરીએ છીએ, જેમાં 10 ઑક્ટોબરના રોજ થયેલા કાયરતાપૂર્ણ હુમલાનો પણ સમાવેશ થાય છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હૂતીઓએ તેને બદલાની કાર્યવાહી ગણાવી

ઇમેજ સ્રોત, AFP via Getty Images
હૂતીઓએ બુધવાર અને ગુરુવારની રાત્રે રિયાધના કિંગ ખાલિદ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર બીજો મિસાઇલ હુમલો કરવાનો દાવો પણ કર્યો હતો.
યમનમાં યુદ્ધ તેજ થયા અગાઉ પણ સાઉદી અરેબિયાના નાગરિક ઍરપૉર્ટોને નિશાન બનાવવામાં આવી ચૂક્યાં છે.
હૂતી વિદ્રોહીઓનું કહેવું છે કે આ હુમલાઓ યમનમાં સાઉદી અરેબિયાના લશ્કરી કાર્યવાહીના જવાબમાં હતા.
તે જ સમયે, સાઉદી અરેબિયાએ કહ્યું છે કે, તે આ હુમલાઓના જવાબમાં વધુ કાર્યવાહી કરશે.
આ હુમલાઓ એવા સમયે થયા છે જ્યારે યમનમાં અનેક મોરચે લડાઈ તીવ્ર બની રહી છે, બંને પક્ષો સંઘર્ષના નવા તબક્કામાં પ્રવેશી રહ્યા છે.
સાઉદી અરેબિયાના નાગરિક ઉડ્ડયન વિભાગ, જનરલ ઑથોરિટી ઑફ સિવિલ ઍવિએશન (જીએસીએ)એ બુધવારે એક નિવેદન બહાર પાડ્યું.
તેમાં કહેવામાં આવ્યું છે કે, આભા આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં બે લોકો માર્યા ગયા અને 28 લોકો ઘાયલ થયા.
હૂતી હુમલામાં માર્યા ગયેલા ભારતીય નાગરિક

ઇમેજ સ્રોત, @IndianEmbRiyadh
ઈરાન સમર્થિત હૂતી વિદ્રોહીઓ દ્વારા સાઉદી અરેબિયાના આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ પર થયેલા હુમલામાં એક ભારતીયનું મોત થયું છે અને દસ ઘાયલ થયા છે.
આ માહિતી ભારતીય વિદેશ મંત્રાલયે હુમલાના એક દિવસ પછી (11 ઑક્ટોબર) આપી હતી.
હૈદરાબાદના લોકસભા સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલો ભારતીય નાગરિક હૈદરાબાદનો રહેવાસી હતો.
તેમણે કહ્યું કે આ હુમલામાં માર્યા ગયેલા વ્યક્તિના પરિવારના ત્રણ વધુ સભ્યો ઘાયલ થયા છે.
26 લાખ ભારતીયો સાઉદી અરેબિયામાં કામ કરે છે અને ભારતના અર્થતંત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે. જો આવી ઘટનાઓ વધશે તો ભારતીય હિતોને સીધી અસર થશે.
હૂતી વિદ્રોહીઓ કોણ છે?

ઇમેજ સ્રોત, Mohammed Hamoud/Anadolu via Getty Images
હૂતી એક હથિયારધારી જૂથ છે, જે યમનના શિયા મુસ્લિમના લઘુમતી જૂથ પેટા સમુદાય એવા ઝૈદીઓમાંથી આવે છે. તેઓ તેમનું નામ આ ચળવળના સ્થાપક હુસૈન અલ હૂતી પરથી રાખ્યું છે.
1990ના દાયકામાં તત્કાલીન પ્રમુખ અલી અબ્દુલ્લા સાલેહના ભ્રષ્ટાચારને પડકારવાના હેતુસર આ જૂથની રચના કરવામાં આવી હતી.
સાઉદી અરેબિયાની સૈન્યના સમર્થન સાથે રાષ્ટ્રપતિ સાલેહે વર્ષ 2003માં હૂતી વિદ્રોહીઓને ખતમ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હૂતીઓએ બંનેને પીછેહઠ કરવા મજબૂર કર્યા હતા.
હૂતી વર્ષ 2014થી યમનની સરકાર સામે ગૃહયુદ્ધ લડી રહ્યા છે. સાઉદી અરેબિયા અને યુએઈની આગેવાની હેઠળના આરબ દેશોના ગઠબંધન દ્વારા સરકારને હૂતીઓ સામે સમર્થન પ્રાપ્ત છે.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે 2022ની શરૂઆત સુધી આ યુદ્ધમાં 3,77,000 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને 40 લાખ લોકોએ સ્થળાંતર કર્યું હતું.
હૂતી વિદ્રોહીએ તેમને ઈરાનની આગેવાની હેઠળ હૂતી વિદ્રોહીઓ પોતાની જાતને ઇઝરાયલ, અમેરિકા અને પશ્ચિમના દેશો સામે હિઝબુલ્લાહ અને હમાસની સહિત ઈરાનની આગેવાનીવાળાં જૂથોના 'પ્રતિકારની ધરી' ગણાવે છે.
હૂતી વિદ્રોહીઓને કોનું સમર્થન છે?

ઇમેજ સ્રોત, Houthi Media Center via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હૂતી વિદ્રોહીઓનું મૉડલ લેબેનોનના શિયા સશસ્ત્ર જૂથ હિઝ્બુલ્લાહ જેવું જ છે.
યુએસ સંશોધન સંસ્થા, કૉમ્બેટિંગ ટેરરિઝમ સેન્ટર અનુસાર, હિઝ્બુલ્લાહ હૂતીઓને 2014થી વ્યાપક લશ્કરી કુશળતા અને તાલીમ પ્રદાન કરી રહ્યું છે.
હૂતીઓ પણ ઈરાનને સાથી માને છે, કારણ કે સાઉદી અરેબિયા તેમનો સામાન્ય દુશ્મન છે.
ઈરાન પર હૂતી વિદ્રોહીઓને શસ્ત્રો પૂરા પાડવાની શંકા છે, અને યુએસ કહે છે કે, હૂતી પાસે જહાજોની મહત્ત્વપૂર્ણ માહિતી પૂરી પાડવા માટે ઈરાનની મુખ્ય ભૂમિકા છે.
વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા પ્રવક્તા એડ્રિન વૉટસને જણાવ્યું હતું કે, "અમે જાણીએ છીએ કે ઈરાન રાતા સમુદ્રમાં વ્યાપારી જહાજો સામેની કામગીરીના આયોજનમાં ઊંડાણપૂર્વક સામેલ હતું."
"ઈરાનના લાંબા ગાળાથી હૂતીઓને ભૌતિક સમર્થન અને પ્રદેશમાં અસ્થિરતા ફેલાવવામાં પ્રોત્સાહન આપે છે."
ઈરાન રાતા સમુદ્રમાં હુતીઓના હુમલામાં સામેલ હોવાનો ઇન્કાર કરે છે.
યુએસ અને સાઉદી અરેબિયાનું કહેવું છે કે ઈરાને 2017માં સાઉદીની રાજધાની રિયાધ પર હૂતીઓએ ફાયરિંગ કરેલી બૅલિસ્ટિક મિસાઇલો પૂરી પાડી હતી, પરંતુ તેને તોડી પાડવામાં આવી હતી.
જયારે હૂતીઓ દ્વારા 2019માં સાઉદીનાં ઑઇલ ઇન્સ્ટોલેશન્સ પર હુમલો કરવામાં આવ્યો ત્યારે સાઉદીએ ઈરાન પર હૂતીને ક્રુઝ મિસાઇલો અને ડ્રૉન સપ્લાય કરવા માટે દોષિત ઠેરવ્યું હતું.
હૂતીઓએ સાઉદી અરેબિયામાં હજારો શૉર્ટ-રેન્જ મિસાઇલો છોડી છે અને યુએઇમાં પણ લક્ષ્યો પર હુમલો કર્યો છે. ગાઝામાં યુદ્ધની શરૂઆતથી તેઓ ઇઝરાયલ તરફ બૅલેસ્ટિક મિસાઇલો અને ડ્રૉન પણ છોડે છે.
આ શસ્ત્રોનો સપ્લાય કરવાથી યુએનના શસ્ત્ર પ્રતિબંધની બંધીનો ભંગ થશે. ઈરાને આવું કરવાનો ઇન્કાર કર્યો છે.
યમનનો કેટલો હિસ્સો હૂતીઓના નિયંત્રણ હેઠળ છે?

ઇમેજ સ્રોત, Reuters
એપ્રિલ 2022માં રાષ્ટ્રપતિ અબ્દ્રબુહ મનસૂર હાદીએ પ્રેસિડેન્શિયલ લીડરશિપ કાઉન્સિલને તેમની સત્તા સોંપી, જે હવે યમનની આધિકારિક સરકાર છે.
જોકે, હાદી વર્ષ 2015 દેશ છોડીને નાસી છૂટ્યા એ બાદથી સરકાર સાઉદીના પાટનગર રિયાધમાં આવેલી છે.
યમનની મોટા ભાગની વસતિ હૂતી નિયંત્રણ હેઠળના વિસ્તારોમાં રહે છે. સના અને ઉત્તર યમન ઉપરાંત હૂતી રાતા સમુદ્રના દરિયાકાંઠાને પણ નિયંત્રિત કરે છે.
આ જૂથ કર વસૂલ કરે છે અને ચલણી નોટ પણ છાપે છે.
યુએન સિક્યૉરિટી કાઉન્સિલે જણાવ્યું હતું કે 2010 સુધીમાં હૂતીઓનાં એક લાખથી 1,20,000 અનુયાયી હતા, જેમાં સશસ્ત્ર સૈનિકો અને નિઃશસ્ત્ર સમર્થકો સામેલ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























