ગુજરાત હવામાન : રાજ્યમાં ફરી હવામાન પલટાશે, વરસાદની શું આગાહી છે?

ગુજરાત હવામાન : ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ ઑક્ટોબર હીટ અને ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે.

વિવિધ હવામાન મોડલ અનુસાર, આગામી છથી સાત દિવસ ગરમીથી રાહત મળવાની શક્યતા નથી, પરંતુ 20 અને 21 ઑક્ટોબરની આસપાસ રાજ્યના હવામાનમાં પલટો આવી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ કે માવઠું પડવાની શક્યતા છે.

જો વરસાદ પડે તો જળાશયોમાં પાણીની આવક થઈ શકે છે, પરંતુ પાક લણણીની સીઝન હોવાથી ખેડૂતોના મગફળી સહિતના પાકને નુકસાન પહોંચવાની ભીતિ પણ રહેલી છે.

ત્યારે ભારતમાં ક્યાં ક્યાં સિસ્ટમ સક્રિય છે તેની તરફ નજર કરીએ.

ભારતમાં ક્યાં-ક્યાં સિસ્ટમ સક્રિય?

ગુજરાત હવામાન : ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?

હાલની સ્થિતિ તરફ નજર કરીએ તો, ઉત્તર ભારતના વિસ્તારોમાં ખાસ કરીને પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને હરિયાણા તરફના વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે.

ત્યારે ઉત્તર ભારતમાં છેલ્લા કેટલાક વિસ્તારોમાં વરસાદ થયો છે. તેની સાથે સાથે હજુ ભારતમાં પૂર્વત્તરના રાજ્યોમાં થોડો ઘણો વરસાદ જોવા મળી શકે છે.

આ ઉપરાંત દક્ષિણ ભારતના રાજ્યોમાં હાલ થોડો વરસાદ જોવા મળી શકે છે તે સિવાય તાજેતરની સ્થિતિમાં હાલ બાકીના મોટાભાગના વિસ્તારોમાં વરસાદની આવવાની શક્યતા નથી.

સિસ્ટમ તરફ નજર કરીએ તો, એક મજબૂત એન્ટી સાયક્લોનિક સર્ક્યુલેશન મધ્યપ્રદેશ પર સક્રિય છે.

બીજી એક સિસ્ટમના ભાગરૂપે પંજાબના પશ્ચિમ પર એક સાયક્લોનિક સર્ક્યુલેશન છે. અને અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન પશ્ચિમ બંગાળની ખાડી પર જોવા મળી રહ્યું છે

આજે એક લો પ્રેશર એરિયા અંદમાન નિકોબાર નજીક બની શકે તેવી પણ શક્યતાઓ છે. પણ આ લો પ્રેશર એરિયા ગુજરાતને અસર કરે તેની શક્યતા ખૂબ ઓછી છે.

પણ તે આગળ વધશે. તેના કારણે ભારતના જુદા જુદા વિસ્તારોમાં તેની અસર થવાની શક્યતા છે.

ફરીથી હવામાનમાં પલટો આવવાની શક્યતા?

ગુજરાત હવામાન : ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગનું એક મોડલ સાથે સાથે ઈસીએમડબલ્યુએફ યુરોપિયન યુનિયન મોડલ પણ દર્શાવી રહ્યું છે કે ગુજરાતમાં ફરીથી હવામાન પલટાવવાની શક્યતાઓ છે.

પરંતુ આ હવામાન પરિવર્તન આગામી છથી સાત દિવસ સુધી થવાની શક્યતાઓ નથી, આ દિવસો દરમિયાન ગરમીનો પારો ઊંચો જવાની શક્યતાઓ છે.

તેથી નવરાત્રિના દિવસોમાં ગરમીનો પારો યથાવત રહેશે, તેમાં કોઈ રાહત મળવાની શક્યતા નથી

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશ પર મજબૂત એન્ટી સાયક્લોન યથાવત હોવાથી મધ્યપ્રદેશની ઉપરના વિસ્તારોમાં પવનો ઘડિયાળના કાટાની દિશામાં ફરી રહ્યા છે, તેના કારણે ગુજરાતમાં વરસાદની શક્યતા નથી.

પરંતુ ઉત્તર ભારત તરફના વિસ્તારોમાં હજુ વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજુ ત્યાં વરસાદ પડશે તેવી પણ શક્યતાઓ છે.

તેમજ દક્ષિણ ભારતથી વરસાદનું પ્રમાણ ધીરે ધીરે વધતું જાય છે, તેની અસરને કારણે 19, 20, 21 ઑક્ટોબરની આસપાસ હવામાન પલટાવવાની થોડી શક્યતા છે.

તેમજ તેની અસરને કારણે મુંબઈ તેમજ તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ પહોંચી શકે છે. ત્યારબાદ લગભગ 19 અને 20 તારીખની આસપાસ મુંબઈ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વાદળો આવવાની શરૂઆત થઈ શકે છે.

તેથી આ દિવસોમાં ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ આવવાની શક્યતાઓ દેખાઈ રહી છે.

પરંતુ ભારેથી અતિભારે વરસાદ આવે તેમ કોઈ શક્યતા નથી પણ છૂટોછવાયો વરસાદ કેટલાક વિસ્તારોમાં પડી શકે છે.

પરંતુ વરસાદની સંભાવના કેટલી?

ગુજરાત હવામાન : ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?

ઉપરના જે મોડલ પ્રમાણે આગાહી કરવામાં આવી છે તે મોડલમાં હજુ ફેરફાર થવાની શક્યતાઓ રહેલી છે.

ગુજરાતમાં હાલની સ્થિતિ મુજબ, ઉલ્લેખનીય છે કે ભારે કે અતિભારે વરસાદ જેવી કોઈ શક્યતા નથી પણ ગુજરાતમાં હવામાન પલટાશે.

તેથી ગામોમાં કદાચ કોઈ થોડો સારો વરસાદ પડી શકે છે, તેમજ ગુજરાતમાં જે વિસ્તારોમાં પાણીની તંગી છે ત્યાં ફાયદો થઈ શકે છે.

તેથી પાણીની જરૂર છે, તેવા વિસ્તારોમાં પાણી આવી શકે અને કોઈ ચેક ડેમ, તળાવ ભરાઈ તે પ્રમાણેનો લાભ થઈ શકે છે.

પરંતુ બીજી તરફ, વરસાદ ઓછો પડ્યો હોવા છતાં પણ જે લોકોએ થોડો ઘણો પાક લીધો હોય જેમ કે મગફળીઓથી લઈને બાકીના પાક તો આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં પાકને નુકસાન પહોંચી શકે છે.

ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો મુજબ રાજકોટથી લઈ સુરેન્દ્રનગરથી લઈ અમરેલી, ભાવનગરના અને પોરબંદર, જામનગરના વિસ્તારોમાં હવામાન 19, 20, 21 ઑક્ટોબરના દિવસોમાં પલટાવવાની શક્યતાઓ છે, આ દિવસોમાં વરસાદ મોટાભાગના વિસ્તારોમાં પડી શકે તેવી સંભાવનાઓ છે.

જો કે આ મોડલમાં હજુ ફેરફાર થઈ શકે છે. તેમજ ગુજરાતમાં ઑક્ટોબર મહિનાના પાછળના દિવસોમાં વરસાદ જોવા મળે એવી શક્યતાઓ દેખાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતના જે વિસ્તારોમાં પણ આની અસર થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પણ સમગ્ર ગુજરાતમાં વધારે વરસાદની સંભાવના નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન