BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
મજૂરોને માનવ અવશેષો મળ્યા અને 572 લોકોનું સામૂહિક દફનસ્થળ બહાર આવ્યું, અને શું રહસ્યો ખૂલ્યાં?
જાફના વિસ્તારના કેમ્માની વિસ્તારમાં સ્મશાનભૂમિનો વિસ્તાર વધારવા માટે કામદારો ખોદકામ કરી રહ્યા હતા. એ દરમિયાન અચાનક તેમને માનવ અવશેષો મળી આવ્યા. ત્યાર પછી આ મામલે તપાસ શરૂ કરવામાં આવી.
જમુઈમાં સગીરા જાતીય સતામણી: ઍન્કાઉન્ટર પછી મુખ્ય આરોપીની ધરપકડ, હવે શું સામે આવ્યું
સમાચાર એજન્સી પીટીઆઈના વીડિયોમાં જોઈ શકાય છે કે આરોપીનો ચહેરો એક કપડાથી ઢાંકેલો છે અને કેટલાક પોલીસકર્મીઓ તેને પકડીને લઈ જઈ રહ્યા છે. આ દરમ્યાન બિહારમાં જમુઈ પોલીસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં લોકોને આગ્રહ કર્યો છે કે કોઈ પણ જમુઈમાં જાતીય હિંસાનો ભોગ બનેલી સગીર છોકરી સંબંધિત પોસ્ટને શેયર અથવા ફૉર્વર્ડ ન કરે.
'મારણ'ને મળ્યો શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો રાષ્ટ્રીય પુરસ્કાર, ક્યા કલાકારોને મળ્યા ઍવૉર્ડ્ઝ? - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
સુરત : 10 હજાર રૂપિયાના બાકી પગાર માટે ટૅક્સ્ટાઇલ માર્કેટમાં આગ ચાંપી, 24 કરોડનો માલ સળગાવવાનો આરોપ
પોલીસના કહેવા પ્રમાણે વિનોદ સાવલે નામની એક વ્યક્તિને તેના શેઠ સાથે બાકી નીકળતા પગાર મામલે વાંધો પડતા તેણે શ્યામ સંગીની ટેક્સ્ટાઇલ માર્કેટમાં આ આગ ચાંપી હતી જેને ઓલવવામાં 14 કલાક લાગ્યા હતા.
આઇઆઇટી બૉમ્બે : વિદ્યાર્થીના મોત મામલે પ્રોફેસરને ડીન પદેથી ખસેડ્યા, અત્યાર સુધીમાં શું માહિતી સામે આવી?
આઇઆઇટી મુંબઈએ વિદ્યાર્થી સાહિલ વાકોડેના મોતના મામલે પ્રોફેસર સૂર્યનારાયણ દુલ્લાને વહીવટી બાબતોના ડીન પદ પરથી હઠાવી દીધા છે. આઇઆઇટી મુંબઈના મીડિયા સંયોજકે મીડિયાને જણાવ્યું કે પ્રોફેસર દુલ્લાને સસ્પેન્ડ કરાયા નથી, પરંતુ તેમને પદ પરથી દૂર કરાયા છે. 18 સપ્ટેમ્બરે, આઇઆઇટી મુંબઈના વિદ્યાર્થીઓએ બીજા વર્ષની અભ્યાસ કરતા એક વિદ્યાર્થીનો મૃતદેહ તેના રૂમમાં મળી આવ્યા બાદ વિરોધપ્રદર્શન થયું હતું.
દિલ્હીમાં સગીર યુવતી પર ગૅંગરેપ કેસ : મુખ્ય આરોપીને ઍન્કાઉન્ટરમાં ગોળી વાગી
રાજધાની નવી દિલ્હીમાં એક સગીર છોકરી પર રેપની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ આરોપીને પકડવા ગઈ ત્યારે પોલીસના કહેવા પ્રમાણે એન્કાઉન્ટર થયું જેમાં આરોપીને પગ પર ગોળી વાગી છે.
ગુજરાત : નવરાત્રિમાં 'ગરબા પાર્ટનર ભાડે મેળવો', આવી પોસ્ટ પર પોલીસે શું ચેતવણી આપી?
નવરાત્રી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં સોશિયલ મીડિયા પર જોવા મળતી કેટલીક શંકાસ્પદ પોસ્ટે ચર્ચા જગાવી છે.
વિદ્યાર્થીઓ માટે 'સાહેબ', સાંજે શાકભાજીની દુકાને કામ, કાયમી નોકરીની રાહ જોતા પ્રોફેસરોની કહાણી
મહારાષ્ટ્રમાં હજારો પ્રોફેસરો નેટ-સેટ, પીએચ.ડી. કર્યા પછી પણ કાયમી નોકરીની રાહ જોઈ રહ્યા છે. કૉલેજોમાં વિદ્યાર્થીઓને ભણાવતા આ પ્રોફેસરો આજે પણ 'ક્લૉક અવર બેસિસ' (સીએચબી) એટલે કે ઘડિયાળના કલાકના ધોરણે કામ કરી રહ્યા છે.
વીડિયો, 'એનું લક્ષ્ય હતું કે મેડલ જીતી બતાવીશ', એશિયન ગેમ્સની સિદ્ધિ બાદ ઇલાવેનિલનાં માતાએ શું કહ્યું?, અવધિ 6,32
જાપાનમાં રમાતી એશિયન ગેમ્સમાં ભારતીય મહિલાઓની શૂટિંગ ટીમે જ્વલંત દેખાવ કર્યો છે. તેમાં અનુભવી રાઇફલ શૂટર ઇલાવેનિલ વાલારિવને રવિવારે મહિલાઓની 10 મીટર ઍર રાઇફલ સ્પર્ધામાં દેશને બે સિલ્વર મેડલ અપાવ્યા છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
હિંમતનગર : અંબાજી જતા પદયાત્રીઓને કારે ટક્કર મારી, એકનું મોત, રોષે ભરાયેલા લોકો કારને આગ ચાંપી
સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના દોલગઢ પાટિયા નજીક અંબાજી જતાં પદયાત્રીઓને કારે ટક્કર મારતા ગરમાગરમી થઈ હતી. બીબીસી ગુજરાતીના સહયોગી અંકિત ચૌહાણે જણાવ્યું કે એક કારે પાંચથી સાત લોકોને અડફેટે લીધા હતા જેથી પદયાત્રીઓ રોષે ભરાયા હતા.
વીડિયો, 'અમે ઘરે નથી જઈ શકતા...' - મણિપુરમાં હિંસા બાદ અન્ય રાજ્યોમાં નોકરી કરવા મજબૂર લોકોની વ્યથા, અવધિ 6,45
મણિપુરના આ લોકો કોલકાતામાં એકઠા થયા છે. તેઓ લાંબા સમયથી મણિપુર જઈ શક્યા નથી. મણિપુરમાં ત્રણ વર્ષથી હિંસાનો સિલસિલો ચાલુ છે. મૈતેઈ અને કુકી સમુદાયો વચ્ચેની હિંસામાં 60 હજારથી વધુ લોકો બેઘર બન્યાં છે.
'અમારા શિક્ષક જાતીય શોષણ કરતા હતા, અમે સાથે મળીને લડ્યાં, અને હવે અમે પતિ-પત્ની છીએ'
ઇન્ડોનેશિયાના લોમ્બોક ટાપુ પર આવેલી એક ઇસ્લામિક બોર્ડિંગ સ્કૂલના તેઓ ખૂબ આદરણીય વડા હતા. પરંતુ અબાહને જાણવા મળ્યું હતું કે યુસ્રોન અને તેના જૂના સ્કૂલમિત્રો કેટલાક વિદ્યાર્થીઓનાં નિવેદનો એકત્ર કરી રહ્યા હતા. આ વિદ્યાર્થીઓનો આક્ષેપ હતો કે અબાહે તેમની સાથે જાતીય દુર્વ્યવહાર કર્યો હતો.
મસ્જિદથી માંડીને ગણપતિ ઉત્સવ સુધી : 20 વર્ષથી ઘોંઘાટ સામે લડતાં સુમૈરાની કહાણી
'આવાજ ફાઉન્ડેશન'નાં સ્થાપક સુમૈરા અબ્દુલાલી ધ્વનિપ્રદૂષણના મુદ્દે બે દાયકાથી સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. છેલ્લાં 25 વર્ષમાં તેમણે ધ્વનિપ્રદૂષણ વિરુદ્ધની લડતમાં નોંધપાત્ર સફળતા મેળવી છે, જોકે આ દરમિયાન તેમને અનેક વખત મૌખિક હુમલા અને ટીકા-ટિપ્પણીઓનો પણ સામનો કરવો પડ્યો છે.
હાડકાંનું સરોવર : જેમાં સતત માનવ અસ્થિઓ મળી આવે છે
દાયકાઓથી સ્થાનિક લોકો આ સરોવરમાં તરતા આવ્યા છે. આ સરોવર એવી જમીન ખોદીને બનાવવામાં આવ્યું હતું, જ્યાં ક્યારેક સોવિયેત ગુલાગ પ્રણાલિના કેદીઓની સામૂહિક કબર હતી. ગુલાગ સોવિયેત સંઘમાં કેદીઓ પાસે ફરજિયાતપણે કામ કરાવવામાં આવતી કુખ્યાત છાવણીઓની વિશાળ પ્રણાલિ હતી.
'ચાર્લ્સને એવું લાગ્યું જાણે તેમણે લૉટરી જીતી હોય', ડાયનાના મૃત્યુ અંગે તેમના ભાઈએ બીબીસીને કહ્યું
બ્રિટનનાં દિવંગત પ્રિન્સેસ ડાયનાના ભાઈએ બીબીસી સાથેની ખાસ વાતચીતમાં કહ્યું છે કે પોતાની બહેનના મૃત્યુના થોડા દિવસ પછી કિંગ ચાર્લ્સ સાથે ફોન પર થયેલી વાતચીત અંગે તેઓ ‘સાચું જ કહી રહ્યા છે’.
ઑસ્ટ્રેલિયામાં માઇગ્રન્ટ્સ અને વિદેશી વિદ્યાર્થીઓ સામે આકરાં પગલાંની તૈયારી, ભારતીયોને કેવી અસર પડશે
બીજા દેશોની જેમ ઑસ્ટ્રેલિયા પણ હવે વિદેશી વિદ્યાર્થીઓની સંખ્યા પર અંકુશ લાદવા જઈ રહ્યું છે. તેનાથી ભારતીયોને કેવી અસર પડશે અને આ પગલાં શા માટે લેવાઈ રહ્યા છે?
અદૃશ્ય કૅમેરા : ભારતમાં AI સ્માર્ટ ચશ્માંથી છૂપી રીતે વીડિયો ઉતારવાની નવી લહેરને વેગ મળશે?
મેટા AI ચશ્માં ધીમેધીમે બજારમાં આવી રહ્યાં છે. ભારતમાં આ ચશ્માંથી કોઈ જાસૂસી થાય તો જરૂરી કાયદાકીય માળખું ઉપલબ્ધ નથી.
'સેક્સ મને ગમે છે કે નહીં, તેની કોઈને પરવા નથી' — ઉત્તર કોરિયાથી આવેલી મહિલા શરણાર્થીઓ સેક્સ અને પ્રેમ વિશે શું કહે છે?
આ લેખ 'જાતીયતા'ના દૃષ્ટિકોણથી એ હકીકત તપાસે છે કે ઉત્તર કોરિયાનો સમાજ મહિલાઓના શરીર અને તેમની ઇચ્છાઓ પર કેટલું નિયંત્રણ રાખે છે અને તેમને પોતાની જિંદગી વિશે નિર્ણય લેવાની કેટલી સ્વતંત્રતા છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ

























































