રાજુ કરપડાએ ભાજપમાં જોડાયા બાદ બીબીસી સાથેની વાતચીતમાં શું કહ્યું?

રાજુ કરપડાએ ભાજપમાં જોડાયા બાદ બીબીસી સાથેની વાતચીતમાં શું કહ્યું?

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજના ચૂંટણી સમયે છેલ્લા કેટલાક મહિનાથી ચર્ચામાં રહેલા રાજુ કરપડા ગુરુવારે ગાંધીનગર કમલમ્ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે.

આ સમયે ભાજપના ગોરધન ઝડફિયા, ભરત બોઘરા સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજુ કરપડા સાથે અન્ય આગેવાનો અને કાર્યકરો પણ ભાજપમાં જોડાયા હતા.

ઑક્ટોબર 2025માં બોટાદના ખેતીવાડી બજાર ઉત્પન્ન સમિતિના કૉટન યાર્ડમાં કથિત કડદાપ્રથા સામે ખેડૂતોના વિરોધ બાદ આમ આદમી પાર્ટીએ યોજેલી જાહેર સભામાં બોટાદ શહેર નજીક આવેલા હડદડ ગામે હિંસા થઈ હતી, જે બાદ રાજુ કરપડા સહિત ઘણા લોકોને જેલમાં જવું પડ્યું હતું.

આ ઘટના બાદ રાજુ કરપડા ચર્ચામાં આવ્યા હતા. જેલમુક્ત થયા બાદ તેમણે સત્તાવાર રીતે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું.

હવે ભાજપમાં જોડાયા બાદ તેઓ પક્ષમાં રહીને ખેડૂતોનાં કામ કરશે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે.

તેમણે બીબીસી સાથેની વાતચીતમાં બીજું શું શું કહ્યું? જાણો આ વીડયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન