You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઈરાન-અમેરિકાના યુદ્ધમાં પીસાતાં બાળકોની વ્યથા
ફેબ્રુઆરી માસમાં ઈરાન પર અમેરિકા-ઇઝરાયલી હુમલા બાદથી આધિકારિકપણે શરૂ થયેલા યુદ્ધમાં હવે થોડા સમય માટે યુદ્ધવિરામની જાહેરાત કરી દેવાઈ છે.
યુદ્ધ શરૂ થયા બાદથી ત્યાંના ઈરાની નાગરિકો, તેમાં પણ ખાસ કરીને બાળકો અને મહિલાઓ પર પડી રહેલી અસર અંગે વ્યાપક ચિંતા વ્યક્ત કરાઈ રહી છે.
આ ચિંતાને વધુ ઘેરી બનાવે એવી એક વાત ફરી એક વાર સામે આવી છે. આ વાત છે ઈરાની શાસકો દ્વારા નાનાં-નાનાં બાળકોને સશસ્ત્ર દળમાં જોડવા પ્રેરણાના સમાચાર.
આરોપ છે કે ઈરાની શાસકો 12 વર્ષ નાના છોકરાઓને સરકારી સશસ્ત્ર દળમાં જોડવા માટે પ્રેરિત કરી રહ્યા છે.
નોંધનીય છે કે આ યુદ્ધમાં અત્યાર સુધી સેંકડો બાળકોનાં મૃત્યુ થઈ ચૂક્યા છે.
શિક્ષણના સ્થાને આ બાળકો પર વિચારો લાદવામાં આવી રહ્યાં. સરકારી અધિકારી ટીવી પર બાળકોને શાસનના લશ્કરમાં જોડાવવા માટે આહ્વન કરી રહ્યા છે.
જુઓ, બીબીસીની આ વિશેષ રજૂઆત.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન