You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ગુજરાતમાં આજે કયા જિલ્લામાં વરસાદ પડશે, ક્યાં અસર કરશે નવી સિસ્ટમ?
એપ્રિલના પ્રથમ અઠવાડિયામાં પણ ગુજરાતમાં કેટલીક જગ્યાએ વરસાદની આગાહી છે. આના કારણે સરેરાશ તાપમાન નીચું રહેશે તેવું હવામાન વિભાગ જણાવે છે.
ઈરાન યુદ્ધ : અમેરિકા રોજ કેટલો ખર્ચ કરે છે? – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-દુનિયાના તમામ મહત્ત્વના સમાચારો માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
30 લાખ અધિકારીઓ અને 33 સવાલો, ભારત માટે નવી વસ્તીગણતરી કેમ ખાસ છે?
ભારત 1.40 અબજ કરતાં વધુ લોકોની વસ્તી ધરાવે છે અને યુનાઇટેડ નૅશન્સ પૉપ્યુલેશન ફંડ મુજબ 2023માં ભારત વસ્તીના મામલે ચીન કરતા આગળ નીકળી ગયું હતું. દુનિયામાં સૌથી વધારે વસતી ધરાવતા દેશ તરીકે ભારત માટે વસતી ગણતરી કેમ જરૂરી છે અને અગાઉ કેવી રીતે લોકોની માહિતી એકત્ર કરવામાં આવતી હતી?
ઈરાન યુદ્ધ : ખરેખર ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા છે કે આ જોખમને વધારીને કહેવાય છે?
ઈરાન ઉપર ઇઝરાયલ-અમેરિકા વચ્ચેના યુદ્ધને એક મહિના કરતાં વધુનો સમય થઈ ગયો છે. એવી આશંકા થઈ રહી છે કે મધ્યપૂર્વ એશિયાનું હાલનું સંકટ વ્યાપક સ્વરૂપ ધારણ ન કરી લે. આ યુદ્ધ અસર માત્ર ઈરાનને જ નથી થઈ, પરંતુ અન્ય ડઝનબંધ દેશોને પણ તેની ઝાળ લાગી છે. કેટલાક લોકોને ચિંતા છે કે વર્તમાન સંઘર્ષ પ્રાદેશિક યુદ્ધમાંથી આગળ વધીને વિશ્વયુદ્ધનું સ્વરૂપ ધારણ ન કરી લે.
વીડિયો, ગુજરાતનું એવું ગામ, જ્યાં લોકો રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવે છે, અવધિ 3,03
ગુજરાતના એક ગામના 200 જેટલા પરિવારો ચારેક વર્ષથી રસોઈ માટેનો ગૅસ જાતે જ બનાવીને તેની મદદથી રસોઈ રાંધે છે.
'મને લાગ્યું કે હવે મોત નજીક છે', યુદ્ધ વચ્ચે ઈરાનથી પાછા ફરેલા ભારતીય નાવિકોની આપવીતી
ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ ઈરાની અધિકારીઓએ જે સમુદ્રી જહાજ 'એમટી વૈલેંટ રોર'ને પોતાના કબજામાં લઈ લીધું હતું, તેના ચાલકદળના આઠ ભારતીય સભ્યો રવિવાર ભારત આવી પહોંચ્યા. ગત વર્ષે 8 ડિસેમ્બરના રોજ યુએઇના ડિબ્બા બંદર પાસે આંતરરાષ્ટ્રીય જળક્ષેત્રમાંથી પકડાયેલા આ જહાજમાં કુલ 16 ભારતીય કર્મચારી હાજર હતા.
દુ:ખનું દ્વાર : ઈરાને હવે રાતા સમુદ્રના એક જળમાર્ગને બંધ કરવાની ધમકી આપી, કોને કેવી અસર થશે?
ઈરાન પહેલાં જ હોર્મુઝની સામુદ્રધુનીને અસરકારક રીતે બંધ કરી ચૂક્યું છે, જેનાથી સમુદ્રી વાહનવ્યવહાર ફારસના અખાતમાં ફસાઈ ગયો છે. હવે ઈરાન એડનના અખાત અને રાતા સમુદ્ર વચ્ચે આવેલા બાબ અલ-માંડબ સામુદ્રધુનીથી પસાર થતા વેપારમાં અવરોધ પેદા કરવાની ધમકી આપી રહ્યું છે, જે આગળ સુએઝ નહેર સુધી જાય છે.
બૅકઅપ પાસપૉર્ટ શું છે, જેને મેળવવા લોકો તેમનાં દાદા-દાદીનાં મૂળ શોધી રહ્યા છે?
કૅનેડાએ ડિસેમ્બર, 2025માં વંશના આધારે નાગરિકતા અંગેના તેના નિયમો હળવા કર્યા પછી ઘણા અમેરિકનો તેમનો પારિવારિક ઇતિહાસ ફંફોસવા માંડ્યા છે, જેથી તેઓ કૅનેડાના નાગરિકત્વ માટે દાવો કરી શકે. કેટલાક લોકોના મનમાં વિચાર આવ્યો કે શું લાંબા સમયથી વિસરાઈ ગયેલાં દાદા-દાદીના આધારે બીજો પાસપૉર્ટ મળી શકે? આ સવાલ વિશ્વભરમાં પૂછવામાં આવી રહ્યો છે.
આઇએનએસ તારાગિરિ : ભારતના નૌકાદળમાં સામેલ થશે એવું 'ઑલ-રાઉન્ડર' યુદ્ધજહાજ જે 'દુશ્મનોના રડાર'ને થાપ આપી શકે છે
આઇએનએસ તારાગિરિની મુખ્ય વિશેષતા તેની સ્ટીલ્થ ડિઝાઇન છે. એટલે કે, તે સામાન્ય યુદ્ધ જહાજની સરખામણીમાં દુશ્મન રડારમાં ઓછું દેખાય છે. યુદ્ધ દરમિયાન જરૂરી બધી મુખ્ય સિસ્ટમો તારાગિરિમાં સ્થાપિત કરવામાં આવી છે. આ સિસ્ટમો સેનાને હવાઈ, સમુદ્રસપાટી અને સમુદ્રના પેટાળ, એમ ત્રણેય સ્તરે વારાફરતી પ્રતિક્રિયા આપવા સક્ષમ બનાવે છે.
ભારત/વિદેશ
600 વર્ષથી કેરળમાં રહેતા ગુજરાતીઓ કેમ હવે તેમના પ્રદેશને છોડી રહ્યા છે?
મરીના વેપાર માટે ગુજરાતીઓ છેક ગુજરાતથી અહીં કેરળ સુધી પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ કેરળના બીજા મસાલાઓની સાથે નાળિયેર, ટોપરું, સાબુદાણા અને સોપારીનો વેપાર કરવા માંડ્યા હતા. કેરળનાં અનેક શહેરોમાં ગુજરાતી શેઠોનો ડંકો દાયકાઓ સુધી વાગ્યો છે. પરંતુ 600 વર્ષ પહેલાં વેપાર કરવા કેરળ પહોંચેલા ગુજરાતીઓ હવે કેમ તેમનો પ્રદેશ છોડવા માગે છે?
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, 'ઈરાન પરમાણુ હથિયાર બનાવવાની ખૂબ નિકટ પહોંચી ચૂક્યું હતું'
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે તેઓ આ સંબોધન એટલા માટે કરી રહ્યા છે, જેથી લોકોને સમજાય કે "એપિક ફ્યૂરી" અમેરિકા અને વિશ્વની સુરક્ષા માટે કેમ જરૂરી છે. અમેરિકાએ ઈરાન વિરુદ્ધ પોતાની સૈન્ય કાર્યવાહીને 'એપિક ફ્યૂરી' નામ આપ્યું છે.
આર્ટિમિસ મિશન : 50થી વધુ વરસ બાદ ચંદ્ર પર નાસાની ઉડાન, ચાર અંતરિક્ષયાત્રી ત્યાં જઈને શું કરશે?
લગભગ 50 વર્ષ પછી ફરી એક વાર માનવ ચંદ્ર પર જઈ રહ્યા છે. આ વખતે, નવું મિશન તેમને એવાં સ્થળોએ લઈ જશે જ્યાં પૃથ્વી પર રહેનાર કોઈ માનવે પહેલાં ક્યારેય મુસાફરી નથી કરી. ચારેય અંતરિક્ષયાત્રીઓ ચંદ્રની આસપાસ 8 લાખ કિલોમીટરથી વધુનું અંતર કાપીને પૃથ્વી પર પાછા આવશે.
નૌકાદળના કર્મચારી પર યુવતીની હત્યા કરીને મૃતદેહના કટકા ફ્રીઝમાં મૂક્યાનો આરોપ
વિશાખાપટ્ટનમ જિલ્લાના ગાજુવાકમાં 29 વર્ષીય મહિલાની હત્યા કરીને તેમના શરીરના ટુકડા કરીને તેને ફ્રીઝમાં છુપાવવાનો કેસ સામે આવ્યો છે. પોલીસે બીબીસીને જણાવ્યા પ્રમાણે, નૌકાદળની પૂર્વ કમાનમાં ટેકનિશિયન તરીકે કામ કરતા રવીન્દ્રની (ઉં.વ.35) ધરપકડ કરવામાં આવી છે.
સિંધુ સંસ્કૃતિ : હજારો વર્ષો જૂની અને 'આધુનિક' ગણાતી સભ્યતાના અંતની કહાણી
મોંહે-જો-દડો શબ્દનો અર્થ સિંધી ભાષામાં મૃત માણસોનો ટેકરો એવો થાય છે. આ નગર એક સમયે ફૂલીફાલી રહેલી (હડપ્પા તરીકે પણ ઓળખાતી) સિંધુ ખીણ સંસ્કૃતિનું સૌથી મોટું શહેર હતું. કાંસ્ય યુગમાં તે ઉત્તર-પૂર્વ અફઘાનિસ્તાનથી ઉત્તર-પશ્ચિમ ભારત સુધી ફેલાયેલી હતી.
પત્નીની હત્યાના આરોપમાં ચાર વર્ષથી ફરાર સેનાનો પૂર્વ કૅપ્ટન સિલિન્ડર ભરાવતા પકડાયો
પંજાબની ફાઝિલ્કા પોલીસે ભારતીય સેનાના પૂર્વ કૅપ્ટન સંદીપ તોમરની ધરપકડ કરી છે. પત્નીની હત્યામાં દોષિત ઠરેલો સંદીપ તોમર ચારેક વર્ષથી ફરાર હતો. સંદીપ LPG સિલિન્ડર ભરાવા ગયો હતો તેને કારણે તેનું પગેરું મળ્યું હતું.
અમેરિકા આટલા દિવસમાં ઈરાનમાંથી બહાર નીકળી જશે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા યુદ્ધ બંધ કરવાના સંકેત
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે અમેરિકા 'બે કે ત્રણ અઠવાડિયાં'માં ઈરાનમાંથી બહાર નીકળી જશે. ઈરાને શું કહ્યું?
સમ્રાટ સંપ્રતિ : ભારતમાં જૈન ધર્મનો ફેલાવો કરનારા સમ્રાટ અશોકના વારસદારની કહાણી
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ગાંધીનગરના કોબા ખાતે સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.
અમેરિકામાં 80 ફૂટ જમીનની અંદર અન્ય દેશો કેમ સોનું સાચવી રાખે છે અને હવે કેમ પાછું માગે છે?
દુનિયાભરમાં અત્યારે ઈરાન યુદ્ધ અને સોનાના ભાવની ચર્ચા ચાલે છે ત્યારે એક જગ્યા એવી છે જ્યાં કેટલાય દેશોના હજારો ટન સોનાનો સંગ્રહ કરાયો છે. અમેરિકન ફેડરલ રિઝર્વે ન્યૂ યૉર્કના લીબર્ટી સ્ટ્રીટ નીચે 25 મીટરની ઊંડાઈએ પોતાના હેડક્વાર્ટરના બેઝમેન્ટમાં લગભગ પાંચ લાખથી વધારે ગોલ્ડ બારનો સંગ્રહ કર્યો છે. તેમાં દુનિયાભરની સેન્ટ્રલ બૅન્કો, સરકારો અને સંસ્થાઓનું સોનું સાચવવામાં આવ્યું છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ