'અમારે તો સત્તા પરિવર્તન કરવું જ છે...' - કોનાં નિવેદનથી થયો વિવાદ અને ભાજપ-કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયાં?

દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર 'અમારે તો સત્તા પરિવર્તન કરવું જ છે...' - કોનાં નિવેદનથી થયો વિવાદ અને ભાજપ-કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયા? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ
ઇમેજ કૅપ્શન, દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગુરુવારે સીજેપીની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓ 'રેજિમ ચેન્જ (સત્તા પરિવર્તન)' ઇચ્છે છે.

સુપ્રીમ કોર્ટના જાણીતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે ગુરુવારે દિલ્હીના પ્રેસ ક્લબમાં યોજાયેલી કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ની પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે, તેઓ 'રેજિમ ચેન્જ' એટલે કે 'સત્તા પરિવર્તન' ઇચ્છે છે.

તેમના આ નિવેદન બાદ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) સીજેપી અને કૉંગ્રેસ પર વધુ આક્રમક બની ગઈ અને આરોપ લગાવ્યો કે "યુવાનોને ગેરમાર્ગે દોરીને દેશમાં અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે."

સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે આરોપ લગાવ્યો કે, કૉંગ્રેસ અને તેના રાજકીય સાથીદારો સીધા અથવા તેમનાં સમર્થક સંગઠનો મારફતે "અરાજકતા" ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું કે આ પ્રેસ કૉન્ફરન્સથી સ્પષ્ટ થઈ ગયું છે કે "આ લોકોની ઇચ્છા દેશમાં તખ્તાપલટ કરવાની અને ચૂંટણી લડ્યા વિના પોતાની સરકાર બનાવવાની છે."

ગત 2 ઑક્ટોબરથી વિપક્ષી પક્ષો અને સીજેપી મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામા તથા મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર)ને તાત્કાલિક રોકવાની માંગ સાથે આંદોલન કરી રહ્યા છે.

સીજેપીના બે સંયોજકો આશુતોષ રાંકા અને સૌરવ દાસની ધરપકડ કરીને પાંચ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલાયા બાદ સીજેપીના સ્થાપક અભિજિત દીપકેએ શુક્રવારે પણ દિલ્હીમાં તિરંગા માર્ચનું આહ્વાન કર્યું હતું.

આ માર્ચની પૂર્વસંધ્યાએ પ્રેસ ક્લબમાં યોજાયેલી સીજેપીની પ્રેસ કૉન્ફરન્સમાં અભિજીત દીપકે, આઈસાનાં રાષ્ટ્રીય અધ્યક્ષ નેહા બોરા, પ્રશાંત ભૂષણ, અભિનેતા પ્રકાશ રાજ સહિત અનેક લોકો હાજર રહ્યાં હતાં.

અહીં જ પ્રશાંત ભૂષણે ભાજપ દ્વારા લગાવવામાં આવેલા "અરાજકતા" અને "રેજિમ ચેન્જ"ના આરોપો પર જવાબ આપતાં કહ્યું, "હા, બધા લોકો રેજિમ ચેન્જ ઇચ્છે છે."

પ્રશાંત ભૂષણે શું કહ્યું હતું?

પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ સત્તા પરિવર્તનની જ લડાઈ છે અને અમે તેને અંત સુધી પહોંચાડીશું દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર 'અમારે તો સત્તા પરિવર્તન કરવું જ છે...' - કોનાં નિવેદનથી થયો વિવાદ અને ભાજપ-કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયા? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ
ઇમેજ કૅપ્શન, પ્રશાંત ભૂષણે કહ્યું હતું કે આ 'સત્તા પરિવર્તન'ની જ લડાઈ છે અને અમે તેને અંત સુધી પહોંચાડીશું
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુરુવારે દિલ્હીની પ્રેસ ક્લબમાં યોજાયેલી સીજેપીની પ્રેસ કૉન્ફરન્સમાં પ્રશાંત ભૂષણે કહ્યું, "આ સત્તા પરિવર્તનની લડાઈ છે અને અમે તેને અંત સુધી પહોંચાડીશું."

તેમણે વધુમાં કહ્યું, "આ સત્તા પરિવર્તનની લડાઈ છે. અમે એવા સરમુખત્યારશાહી શાસનને સ્વીકારીશું નહીં, જે અમારી ચૂંટણી પ્રણાલીને કચડી રહ્યું હોય."

ચૂંટણી પંચના કામકાજને લઈને થઈ રહેલા પ્રદર્શન અંગે સરકારના વલણ પર ટીકા કરતાં તેમણે કહ્યું, "હવે સરકાર કહી રહી છે કે આ તો વિપક્ષનું રેજિમ ચેન્જ ઑપરેશન છે."

તેમણે કહ્યું કે, અત્યાર સુધી તો તેઓ માત્ર ચૂંટણી આધારિત લોકશાહીને સુધારવાની માંગ કરી રહ્યા હતા, પરંતુ જો સરકારની આવી જ દમનકારી નીતિઓ ચાલુ રહેશે તો 'સત્તા પરિવર્તન' ચોક્કસ થશે.

પ્રશાંત ભૂષણે વધુમાં કહ્યું, "હા, અમે રેજિમ ચેન્જ ઇચ્છીએ છીએ. શું તેમાં કંઈ ખોટું છે? ભાજપ પણ વારંવાર સત્તા પરિવર્તન માટે આંદોલનો કરે છે અને હવે કહે છે કે અમે કોઈ ષડયંત્ર કરી રહ્યા છીએ."

"સત્તા પરિવર્તન કરાવવું દરેક નાગરિકનો લોકશાહી અધિકાર છે. આપણા બંધારણમાં સરકાર વિરુદ્ધ વિરોધ કરવો કોઈ અપરાધ નથી. તેથી હવે આ ખરેખર સત્તા પરિવર્તનની લડાઈ છે," તેમણે કહ્યું હતું.

રાજનાથસિંહનો આરોપ

રાજનાથસિંહ દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર 'અમારે તો સત્તા પરિવર્તન કરવું જ છે...' - કોનાં નિવેદનથી થયો વિવાદ અને ભાજપ-કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયા? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ
ઇમેજ કૅપ્શન, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ

ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ ચાલી રહેલા પ્રદર્શન વચ્ચે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કૉંગ્રેસ અને તેના રાજકીય સાથીદારો પર નિશાન સાધ્યું.

તેમણે કહ્યું કે, યુવાનોની ઊર્જાને રાષ્ટ્ર નિર્માણમાં વાપરવાના બદલે તેમને અરાજકતા અને રાજકીય ટકરાવના હાથા બનાવાઈ રહ્યા છે.

લખનઉમાં આયોજિત પ્રેસ કૉન્ફરન્સમાં રાજનાથ સિંહે કહ્યું, "દિલ્હીમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે ઘટનાઓ બની છે, તે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એવું લાગે છે કે કૉંગ્રેસ અને તેના રાજકીય સહયોગીઓ યુવાનોને રચનાત્મક કાર્યોથી દૂર કરીને રાજકીય ટકરાવ અને અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે."

તેમણે વધુમાં આરોપ લગાવ્યો, "દેશના યુવાનોને અરાજક રાજનીતિનું મોહરું બનાવવાની કોશિશ થઈ રહી છે. બાંગ્લાદેશની જેમ શાસન બદલવાની વાત કરવામાં આવે છે."

રાજનાથ સિંહે કહ્યું, "સત્તા પરિવર્તન જેવા શબ્દોનો ઉપયોગ દર્શાવે છે કે તેમની લડાઈ ચૂંટણી સુધારાઓ કે યુવાનોના ભવિષ્ય માટે નથી, પરંતુ અરાજકતા ફેલાવીને સત્તા મેળવવા માટે છે."

આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમા અને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ પણ પ્રશાંત ભૂષણ અને નેહા બોરાનાં નિવેદનોની ટીકા કરી.

કૉંગ્રેસે શું કહ્યું?

કૉંગ્રેસ નેતા પવન ખેડા દિલ્હીમાં વિરોધપ્રદર્શનની એક તસવીર 'અમારે તો સત્તા પરિવર્તન કરવું જ છે...' - કોનાં નિવેદનથી થયો વિવાદ અને ભાજપ-કૉંગ્રેસ કેમ સામસામે આવી ગયા? બીબીસી ગુજરાતી ન્યૂઝ સમાચાર અપડેટ
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસ નેતા પવન ખેડા

કૉંગ્રેસના સાંસદ પવન ખેડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા કહ્યું, "અમે માત્ર એટલું કહી રહ્યા છીએ કે, અમારે આ સરકારને હરાવવી છે, સત્તાથી દૂર કરવી છે અને સિસ્ટમમાં ફેરફાર લાવવો છે. તેમાં ખોટું શું છે? અમે સત્તા પરિવર્તન ઇચ્છીએ છીએ."

તેમણે આગળ કહ્યું, "1977માં શું થયું હતું? સત્તા પરિવર્તન જ થયું હતું. જ્યારે લોકો રસ્તા પર આવે છે અને આંદોલન કરે છે, ત્યારે સત્તા પરિવર્તન થાય છે. ચૂંટણી દ્વારા સત્તા પરિવર્તન લાવવું તો વિપક્ષનું સ્વાભાવિક લક્ષ્ય હોય છે."

સીજેપીની પ્રેસ કૉન્ફરન્સમાં હાજર અભિનેતા પ્રકાશ રાજે જણાવ્યું કે, ભારતમાં 'સત્તા પરિવર્તન' લાવવું જોઈએ, પરંતુ તે 'શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગ' મારફતે થવું જોઈએ.

સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

સોશિયલ મીડિયા પર આ મુદ્દે મિશ્ર પ્રતિક્રિયાઓ જોવા મળી.

આનંદ નામના ઍક્સ યુઝરે લખ્યું કે, પ્રશાંત ભૂષણનું નિવેદન દર્શાવે છે કે તેઓ લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારને બદલવા માંગે છે.

અન્ય યુઝર અભિષેકકુમારે લખ્યું કે, લોકશાહીમાં સત્તા પરિવર્તનटની વાત કરવી સ્વાભાવિક છે અને તેમાં કશું ખોટું નથી.

વરિષ્ઠ પત્રકાર રજત શર્માએ લખ્યું કે, પ્રશાંત ભૂષણે આ આંદોલનનો અંતિમ હેતુ "સત્તા પરિવર્તન" હોવાનું સ્પષ્ટ કરી દીધું છે.

સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાનીએ પણ પ્રશાંત ભૂષણના નિવેદનની ટીકા કરી હતી.

આ રીતે પ્રશાંત ભૂષણના "રેજિમ ચેન્જ" શબ્દપ્રયોગે રાજકીય ચર્ચાને વધુ તીવ્ર બનાવતાં શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે નવા વિવાદને જન્મ આપ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન