ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત યથાવત્, બંને પક્ષોએ આ મુદ્દે કરી ચર્ચા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Iranian Foreign Ministry/Handout/Anadolu via Getty Images
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી વાતચીત હજુ પણ ચાલુ છે. ઈરાની મીડિયા મુજબ આ વાતચીત રવિવારના રોજ પણ ચાલુ રહેશે.
ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાઘઈએ તેની પુષ્ટિ કરતાં ઍક્સ પર લખ્યું, "શનિવારની સવારે પાકિસ્તાનના ઉદાર પ્રયાસો અને મધ્યસ્થતાના સહયોગથી શરૂ થયેલી ગહન વાતચીત કોઈ પણ વિક્ષેપ વિના હવે સુધી ચાલુ છે."
તેમણે જણાવ્યું કે "બન્ને પક્ષો વચ્ચે અનેક સંદેશાઓનું આદાન-પ્રદાન થયું છે."
ઇસ્માઇલ બાઘઈએ વધુમાં જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં બન્ને પક્ષો વચ્ચે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ છે, જેમાં "હોર્મુઝ સ્ટ્રેટ, પરમાણુ મુદ્દો, યુદ્ધ વળતર, પ્રતિબંધો હટાવવાનો મુદ્દો તથા ઈરાન અને સમગ્ર વિસ્તારમાં યુદ્ધનો સંપૂર્ણ અંત" જેવા મુદ્દાઓ સામેલ છે.
આ પહેલાં ઈરાની મીડિયાના અહેવાલોમાં કહેવામાં આવ્યું હતું કે અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત રવિવારે પણ ચાલુ રહેશે.
ઈરાનની સરકારી સમાચાર એજન્સી તસ્નીમના જણાવ્યા અનુસાર, અમેરિકા અને ઈરાન વચ્ચેની વાતચીત રવિવારે પણ કેટલાક કલાકો સુધી ચાલુ રહેશે.
અહેવાલમાં જણાવાયું છે કે બન્ને પક્ષો પાકિસ્તાનના પ્રસ્તાવ પર સહમત થયા છે અને રવિવારે વાતચીતનો એક વધુ દૌર યોજવાનો નિણર્ય લેવાયો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
































