અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે એએમસીનું ડિમોલિશન, સ્થાનિકો શું બોલ્યા

વીડિયો કૅપ્શન, Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે AMCનું ડિમોલિશન, ચિંતિત સ્થાનિકો શું બોલ્યા?
અમદાવાદ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે એએમસીનું ડિમોલિશન, સ્થાનિકો શું બોલ્યા
પ્રકાશિત

અમદાવાદના મોટેરા અને આસપાસના વિસ્તારોમાં પાછલા કેટલાક સમયથી તબક્કાવાર ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે, હવે આ ગુરુવારે વધુ એક ડિમોલિશન કાર્યવાહીનું પ્રકરણ જોડાઈ ગયું છે.

અમદાવાદમાં સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમના ગેટ નંબર એક સુધીનો ટીપી સ્કીમ મુજબનો રસ્તો જે પહેલાં 18 મીટરનો હતો તેને 61 મીટરનો કરવાના આયોજનના ભાગરૂપે તંત્રે ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી હતી. નોટિસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ડિમોલિશન હાથ ધરાયું હતું.

નોંધનીય છે કે આ ડિમોલિશન કાર્યવાહીમાં 52 જેટલાં કૉમર્શીયલ એકમોને તોડી પડાયાં હતાં. સ્થાનિકોએ આ સમગ્ર પ્રક્રિયા અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. જુઓ, સમગ્ર અહેવાલ, માત્ર બીબીસી ગુજરાતી સાથે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,