સોનાની ખાણમાંથી શ્રમિકનું રૅસ્ક્યૂ

સોનાની ખાણમાંથી શ્રમિકનું રૅસ્ક્યૂ

42 વર્ષીય ફ્રાન્સિસ્કો નાજેરા નામના આ કામદાર છેલ્લા 14 દિવસથી ઉત્તર મેક્સીકાના રાજ્ય સિનાલોઆની સોનાની ખાણમાં ફસાયેલા હતા.

આ ખાણનો એક પાળો તૂટી પડતાં તે જમીનથી લગભગ સાડા નવસો ફૂટ નીચે ફસાયા હતા.

મૅક્સિકોની સેનાએ ફ્રાન્સિસ્કોને ગળાડૂબ પાણી વચ્ચેથી બચાવ્યા હતા.

બચાવકર્તાઓનું કહેવું છે કે ફ્રાન્સિસ્કો 14 દિવસ સુધી હિંમત હાર્યા નહોતા.

આ દુર્ઘટના બાદ 21 ખાણિયા બહાર નીકળી શક્યા હતા. જ્યારે ચાર ફસાઈ ગયા હતા.

અન્ય ખાણિયાઓનું શું થયું અને કેવી રીતે બચાવવામાં આવ્યા, જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન