'મને લાગતું જ હતું કે, કંઈક ગરબડ છે', આઇવીએફ ક્લિનિકે પરિવારોને ખોટાં સ્પર્મ આપ્યાં, બે બાળકો નોખાં દેખાતાં હકીકત સામે આવી

બીબીસી ગુજરાતી, ગુજરાત જેમ્સ અને કૅટ (અમુક વર્ષો પહેલાંની તસવીર)નો જન્મ આઇવીએફથી થયો હતો 'મને લાગતું જ હતું કે, કંઈક ગરબડ છે': આઇવીએફ ક્લિનિકે પરિવારોને ખોટાં સ્પર્મ આપ્યાં, બે બાળકો નોખાં દેખાતાં હકીકત સામે આવી

ઇમેજ સ્રોત, Keith Bridle / BBC

ઇમેજ કૅપ્શન, લૌરા અને તેમનાં પાર્ટનર કહે છે કે, તેમના પુત્ર જેમ્સના ગર્ભધારણ માટે ખોટા ડૉનરના શુક્રાણુ લેવામાં આવ્યા હતા
    • લેેખક, ઍન્ના કૉલિન્સન
    • પદ, ફાઇલ ઑન 4 ઇન્વેસ્ટિગેટ્સ
    • લેેખક, જો ઍડનીટ
    • પદ, બીબીસી ન્યૂઝ ઇન્વેસ્ટિગેશન
  • વાંચવાનો સમય: 10 મિનિટ

"જેમ્સ જન્મ્યો, તે પછી તરત જ હું સમજી ગઈ કે, કંઈક ગરબડ છે," આ શબ્દો છે લૌરાના.

લૌરા અને તેમનાં પાર્ટનર બૅથને બે બાળકો છેઃ જેમ્સ અને મોટી પુત્રી કૅટ, બંને સંતાનોનો જન્મ નોર્ધર્ન સાયપ્રસના એક ક્લિનિકમાં કરાવાયેલી આઇવીએફ ટ્રિટમેન્ટ દ્વારા થયો છે.

બંને મહિલાઓએ તેમનાં ખુદનાં ઈંડાંનો ઉપયોગ કર્યો હતો અને એક અજ્ઞાત અને તંદુરસ્ત સ્પર્મ ડૉનરની કાળજીપૂર્વક પસંદગી કરી હતી. તેમનાં માટે શુક્રાણુનો ઑર્ડર આપનારા ક્લિનિકને તેમણે કહ્યું હતું કે, બંને બાળકો માટે એક જ (સમાન) દાતા હોવા જોઈએ, જેથી બંને બાળકો જૈવિક રીતે જોડાયેલાં હોય.

પણ, જ્યારે જેમ્સ જન્મ્યો, ત્યારે તેમણે જોયું કે, તેની "સુંદર" બદામી આંખો તેનાં જૈવિક માતા બૅથ કરતાં અને પરિવારે જે સ્પર્મ ડૉનર માટે વિનંતી કરી હતી, તેમની આંખો કરતાં ઘણી જુદી હતી. તેને લઈને માતા-પિતાના મનમાં શંકા ઉદ્ભવીઃ "શું આપણા ક્લિનિકથી ભૂલ થઈ ગઈ છે?"

આશરે એકાદ દાયકા સુધી ચિંતા કર્યા બછી બૅથ અને લૌરાએ તેમનાં બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું. રિપોર્ટ દર્શાવતો હતો કે, બંને પૈકીના એક પણ બાળકને તેમનાં માતા-પિતાએ પસંદ કરેલા સ્પર્મ ડૉનર સાથે જૈવિક સંબંધ નહોતો. વધુ આઘાતજનક બાબત એ હતી કે, બંને બાળકો પણ એકબીજાં સાથે જૈવિક રીતે જોડાયેલાં નહોતાં.

બીબીસી ગુજરાતી, ગુજરાત બીબીસી ગુજરાતી, ગુજરાત જેમ્સ અને કૅટ (અમુક વર્ષો પહેલાંની તસવીર)નો જન્મ આઇવીએફથી થયો હતો 'મને લાગતું જ હતું કે, કંઈક ગરબડ છે': આઇવીએફ ક્લિનિકે પરિવારોને ખોટાં સ્પર્મ આપ્યાં, બે બાળકો નોખાં દેખાતાં હકીકત સામે આવી

ઇમેજ સ્રોત, Family supplied

ઇમેજ કૅપ્શન, જેમ્સ અને કૅટ (અમુક વર્ષો પહેલાંની તસવીર)નો જન્મ આઇવીએફથી થયો હતો

બૅથ કહે છે, "મને એ બીક સતાવતી હતી કે, કશુંક ખોટું થયું છે અને બાળકો ઉપર તેની શું અસર પડશે?"

આઇવીએફની સારવાર દરમિયાન ખોટાં સ્પર્મ કે ઍગ ડૉનરનો ઉપયોગ થયો હોવાનું માનતાં કુલ સાત બાળકોના પરિવારો સાથે બીબીસી ન્યૂઝે વાત કરી છે. આ પૈકીના મોટાભાગના પરિવારોએ ડીએનએ ટેસ્ટ કરાવ્યા છે, જેના આધારે તેમનો ભય સાચો ઠર્યો છે.

આ તમામ કેસો ઉત્તર સાયપ્રસનાં ક્લિનિક્સ સાથે જોડાયેલા છે. ઉત્તર સાયપ્રસમાં યુરોપિયન યુનિયનના કાયદા લાગુ પડતા નથી અને આ પ્રદેશને માત્ર તુર્કી દ્વારા જ કાનૂની માન્યતા મળેલી છે.

ઉત્તર સાયપ્રસ વિદેશમાં વંધ્યત્વ નિવારણ સારવાર કરાવવા માગતા બ્રિટિશ લોકો માટેનાં અત્યંત લોકપ્રિય સ્થળોમાંનું એક હોવાનું નિષ્ણાતોએ જણાવ્યું હતું. અહીંનાં ક્લિનિક્સ નિયમ પાલનમાં ઘણી છૂટછાટો લે છે અને ઓછી કિંમત તથા ઊંચી સફળતાનું વચન આપે છે.

તેઓ વિશ્વભરનાં અજ્ઞાત ઈંડાં અને શુક્રાણુ દાતાઓની વિશાળ શ્રુંખલા ધરાવતાં હોવાનો દાવો કરે છે. જેને પગલે, પ્રજનન સંબંધિત સમસ્યાઓ ધરાવનારા લોકોની સાથે-સાથે પોતાના દેશોમાં આ પ્રકારના વિકલ્પો ન ધરાવતા એલજીબીટી સમુદાયના લોકો કે પછી સિંગલ ઍડલ્ટ્સ આ પ્રદેશ તરફ આકર્ષાય છે.

પોતાના સકારાત્મક અનુભવો વર્ણવતાં આશાવાદી માતા-પિતાનાં અઢળક વીડિયો અને તસવીરો સોશ્યલ મીડિયા ઉપર મોજૂદ છે.

ઉત્તર સાયપ્રસનાં ક્લિનિક્સ બ્રિટનમાં ગેરકાયદેસર હોય, તેવી પ્રક્રિયાઓ પણ ઑફર કરે છે, જેમકે, બિન-તબીબી કારણોસર લિંગ પસંદગી. આ પ્રદેશનું આરોગ્ય મંત્રાલય તેનાં વંધ્યત્વ નિવારણ ક્લિનિક્સ પર દેખરેખ રાખે છે, પણ અમારી વારંવારની વિનંતી છતાં, મંત્રાલયે અમારી તપાસનાં તારણો અંગે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.

'અમને લાગ્યું કે, અમે ડૅનમાર્કથી શુક્રાણુ મગાવ્યાં હતાં'

આ તપાસમાં તમામ પરિવારો સાથે વિશ્વાસ પ્રસ્થાપિત કરતાં મહિનાઓ લાગી ગયા હતા. બૅથ, લૌરા, કૅટ અને જેમ્સ તેમની વાત કહેવા માટે તૈયાર થાય, તે સુનિશ્ચિત કરવા માટે અમે તેમની સાથે મળીને કામ કર્યું હતું.

બૅથ અને લૌરાએ અમને જણાવ્યું કે, તેમણે 2011માં પરિવાર શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. આ માટે તેમણે ઉત્તર સાયપ્રસના 'ડોગસ આઇવીએફ સેન્ટર' પર પસંદગી ઊતારી હતી. તે સમયે ત્યાંનાં પેશન્ટ કૉ-ઑર્ડિનેટર જુલી હૉડસને તેમને માહિતી આપી હતી કે, તેમનું ક્લિનિક ડૅનમાર્કમાં આવેલી વિશ્વની સૌથી મોટી સ્પર્મ બૅંન્ક - ક્રાયોસ ઇન્ટરનૅશનલ પાસેથી ફ્રોઝન સ્પર્મ મગાવી શકે છે.

બૅથ અને લૌરા કહે છે કે, વ્યાપક સ્તરે આરોગ્યની તપાસમાંથી અને મનોવૈજ્ઞાનિક પરીક્ષણોમાંથી પસાર થયેલા અજ્ઞાત દાતાઓની વિસ્તૃત શ્રુંખલાથી તેઓ પ્રભાવિત થઈ ગયાં હતાં.

તે બંનેને "ફિન" નામના એક દાતાની પ્રોફાઇલ પસંદ પડી હતી. ફિન ડૅનમાર્કનો નાગરિક હતો અને તેણે પોતાને તંદુરસ્ત ગણાવતાં કહ્યું હતું કે, તે ભાગ્યે જ શરાબ પીતો હતો અને તેણે કદીયે ધુમ્રપાન નહોતું કર્યું.

બીબીસી ગુજરાતી, ગુજરાત બીબીસી ગુજરાતી, ગુજરાત જેમ્સ અને કૅટ (અમુક વર્ષો પહેલાંની તસવીર)નો જન્મ આઇવીએફથી થયો હતો 'મને લાગતું જ હતું કે, કંઈક ગરબડ છે': આઇવીએફ ક્લિનિકે પરિવારોને ખોટાં સ્પર્મ આપ્યાં, બે બાળકો નોખાં દેખાતાં હકીકત સામે આવી
ઇમેજ કૅપ્શન, બૅથ (ડાબે) અને લૌરા (જમણે)ને આશા હતી કે, ડૅનમાર્કના સ્પર્મ ડૉનર "ફિન"ની વિગતવાર પ્રોફાઇલ મેળવવાથી તેમનાં બાળકોને રાહત થશે

તેમણે હાથથી લખેલી એક નોંધ જોઈ હતી, જેમાં ફિને કહ્યું હતું કે, શુક્રાણુ દાન કરવા પાછળનો તેનો હેતુ "અન્ય લોકોના જીવનમાં ખુશીઓ લાવવાનો હતો."

બૅથ અને લૌરાને આશા હતી કે, ડૉનરની વિસ્તૃત પ્રોફાઇલથી તેમનાં બાળકો જ્યારે મોટાં થશે, ત્યારે તેમને રાહત થશે. "અમને લાગ્યું કે, દાતા કોણ હતા, તે વિશે અમારાં બાળકોને થોડી જાણકારી હોય, એ જરૂરી છે, કારણ કે, તેમનામાં તે દાતાનો અડધો અંશ છે," એમ બૅથે કહ્યું હતું.

વિસ્તૃત ફૅમિલી ટ્રી (વંશાવલી)ના આધારે માલૂમ પડ્યું કે, ફિન અને ડૅનમાર્ક સ્થિત તેના અન્ય સંબંધીઓ બ્રિટનનાં દંપતી જેવી જ શારીરિક લાક્ષણિકતાઓ ધરાવતાં હતાં - આછી ભૂરી આંખો અને ભૂરા વાળ.

લૌરા કહે છે, "અમે અમારાં પેશન્ટ કૉ-ઑર્ડિનેટર જુલીને પૂછ્યું કે, ફિનના શુક્રાણુ ઑર્ડર કરવા માટે અમારે શું કરવાનું રહેશે. ત્યારે તેણે કહ્યું: 'ડૉક્ટર ફિર્ડેવ્ઝ તમારા માટે તે મંગાવી આપશે.' બસ, આટલી વાત થઈ."

યુગલ કહે છે કે, ડોગસ ખાતેની તેમની આઇવીએફની સારવાર ડૉક્ટર ફિર્ડેવ્ઝ ઉગુઝ ટિપ દ્વારા કરવામાં આવી હતી, જે તેમના મતે સારા અને મિલનસાર ડૉક્ટર હતા.

9 મહિના પછી સંતાનને જન્મ

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નવ મહિના પછી લૌરાએ તેમના પ્રથમ સંતાન - કૅટને જન્મ આપ્યો.

જ્યારે દંપતીને બીજું બાળક જોઈતું હતું, ત્યારે તેઓ તે જ આઇવીએફ ટીમ પાસે પાછાં ગયાં અને પૂછ્યું કે, તેઓ અગાઉના જ ડૉનર - ફિનના શુક્રાણુનો ઉપયોગ કરી શકશે કે કેમ. હૉડ્સને ઈ-મેઇલ મારફત પુષ્ટિ કરી કે, ડૉક્ટર ફિર્ડેવ્ઝ ફિનનાં સ્પર્મની પુનઃ વ્યવસ્થા કરશે.

આ વખતે, બૅથે જેમ્સને જન્મ આપ્યો.

ઉત્તર સાયપ્રસમાં દંપતીની આઇવીએફની સારવારમાં દવાઓ, હોટલ અને ફ્લાઇટ્સ પાછળ કુલ 16,000 પાઉન્ડ જેટલો ખર્ચ થયો, જેમાંથી એકલા ફિનનાં સ્પર્મનો ખર્ચ જ 2,000 પાઉન્ડ હતો.

બૅથ અને લૌરા કહે છે કે, તેમનાં બાળકો નાનાં હતાં, ત્યારથી જ તેમણે તેમનાં બાળકો સાથે ડૉનર વિશે વાત કરી હતી. લૌરા કહે છે, "બંને બાળકો સ્વયંને અડધાં ડૅનિશ ગણાવતાં હતાં."

પરંતુ, જેમ્સની ઘેરી આંખો, કાળા વાળ અને ત્વચાના અલંગ રંગને કારણે લૌરા અને બૅથને તેનો ડૉનર ફિન હોવાને લઈને શંકા હતી. આખરે, વર્ષોની ચર્ચા-વિચારણા પછી હૅથ અને લૌરાએ બંને બાળકોનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું.

ડીએનએ રિપોર્ટ આવતાં જાણવા મળ્યું કે, બંનેમાંથી એક પણ બાળક ફિનના શુક્રાણુમાંથી જન્મ્યું નહોતું. વળી, બંને બાળકોના સ્પર્મ ડૉનર પણ જુદા-જુદા હતા. અર્થાત્, બંને બાળકો વચ્ચે જૈવિક રીતે કોઈ સંબંધ નહોતો.

ડીએનએ ટેસ્ટનાં પરિણામોથી માતા-પિતાના ક્રોધનો પાર ન રહ્યો. બંનેના મનમાં અનેક સવાલો ઊઠ્યા. બંને બાળકોના ડૉનર્સ કોણ હતા અને શું તેમના આરોગ્યની તપાસ કરવા માટે કોઈ ચેક-અપ કરાયું હતું ખરું?

બૅથ કહે છે, "અમારી પાસે ડૉનર ફિનની સારી પ્રોફાઇલ હતી અને અમને લાગતું હતું કે, અમે તેમના પરિવાર તથા આરોગ્યને લગતા ઇતિહાસ વિશે જાણીએ છીએ, પણ હવે અમારી પાસે કશું નહોતું બચ્યું."

બૅથ અને લૌરાએ ડૉક્ટર ફિર્ડેવ્ઝ અને હૉડ્સનનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો, પણ કોઈએ જવાબ આપ્યો નહીં.

બીબીસી ગુજરાતી, ગુજરાત કૅટ અને જેમ્સનાં ડીએનએ પરિણામો પરથી માલૂમ પડ્યું કે, બંનેનો જન્મ અલગ-અલગ સ્પર્મ ડૉનર્સથી થયો હતો
ઇમેજ કૅપ્શન, કૅટ અને જેમ્સનાં ડીએનએ પરિણામો પરથી માલૂમ પડ્યું કે, બંનેનો જન્મ અલગ-અલગ સ્પર્મ ડૉનર્સથી થયો હતો

બૅથ અને લૌરા સાથે શું થયું, તે જાણવાની કોશીશ પાછળ બીબીસીએ મહિનાઓ કાઢ્યા છે.

અમારી તપાસ દરમિયાન, અમને બ્રિટનના વધુ બે એવા પરિવારો મળ્યા, જેમણે ફિર્ડેવ્ઝ પાસે આઇવીએફ સારવાર કરાવી હતી અને તેમને પણ સારવાર દરમિયાન ખોટા દાતાનો ઉપયોગ કરાયો હોવાની આશંકા હતી.

તેમણે પણ ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જેના આધારે તેમની આશંકા સાચી ઠરી હતી.

બૅથ અને લૌરાને શંકા છે કે, ક્લિનિકે ડૉનર ફિનના શુક્રાણુનો ઑર્ડર પણ આપ્યો હતો કે કેમ?

જ્યારે અમે ફિર્ડેવ્ઝનો સંપર્ક સાધ્યો, ત્યારે તેમણે કહ્યું કે, ડોગસ ખાતે શુક્રાણુ મગાવવા માટે તેઓ જવાબદાર નહોતા. સાથે જ તેમણે એમ પણ કહ્યું કે, ડૉનર ફિનના સ્પર્મ વાપરવાની કરવામાં આવેલી વિનંતી વિશે તેમને કોઈ માહિતી આપવામાં આવી નહોતી.

આ ઉપરાંત તેમણે બૅથ અને લૌરાએ કરાવેલા ડીએનએ ટેસ્ટની વિશ્વસનીયતા સામે પણ આશંકા વ્યક્ત કરી હતી. તેઓ કહે છે કે, ખોટા દાતાનો ઉપયોગ થયો હોવાનું ખાતરીપૂર્વક કહેવું શક્ય નથી.

ફિર્ડેવ્ઝે બીબીસીને એમ પણ કહ્યું હતું કે, બૅથ અને લૌરા જ્યારે ક્લિનિકનાં દર્દી હતાં, તે - 2011 અને 2014ની વચ્ચેના ગાળામાં તેમણે "કોઈ દર્દીની આઇવીએફ સારવાર" કરી નહોતી. પણ તેનાથી ઊલટું, ડોગસની વેબસાઇટ પર તે જ સમય દરમિયાન ફિર્ડેવ્ઝ દ્વારા ઑફર કરવામાં આવતી પ્રક્રિયાઓનું વિસ્તૃત વર્ણન મોજૂદ હતું.

બૅથ અને લૌરાની સારવાર માટે ફિર્ડેવ્ઝે ડોગસ ક્લિનિકને જવાબદાર ઠેરવ્યું હતું. ડોગસ ક્લિનિકે આ અંગે ટિપ્પણી કરવાની અમારી વિનંતીનો કોઈ જવાબ આપ્યો નથી.

2015 સુધીમાં ફિર્ડેવ્ઝ અને હૉડ્સન ડોગસ છોડી ચૂક્યાં હતાં અને તે બંને ઉત્તર સાયપ્રસના અન્ય એક ક્લિનિકમાં સાથે કામ કરતાં હતાં.

હૉડ્સન હવે આ પ્રદેશમાં કામ કરતાં નથી. તેમણે સ્પર્મ ઑર્ડર કરવા અંગે ફિર્ડેવ્ઝને જાણ કરી હતી કે કેમ, તે અંગેના બીબીસીના પ્રશ્નોનો જવાબ આપ્યો નથી.

બૅથ, લૌરા અને તેમનાં બાળકોએ હવે માન્યતાપ્રાપ્ત ડીએનએ ટેસ્ટ્સ કરાવ્યા છે, જેનો ઉપયોગ બ્રિટિશ અદાલતોમાં કરી શકાય છે. તે પરીક્ષણોમાં સાબિત થયું છે કે, જેમ્સ અને કૅટ વચ્ચે જૈવિક રીતે કોઈ સંબંધ નથી અને તેમના જન્મ માટે વપરાયેલા શુક્રાણુ સમાન દાતાના નથી.

સમગ્ર પરિવારના તમામ ટેસ્ટ્સનું વિશ્લેષણ કરનારા એક અગ્રણી ફોરેન્સિક જિનેટિક્સ ઍક્સપર્ટે અમને કહ્યું હતું કે, બંને પૈકીનું એક પણ બાળક સ્પર્મ ડૉનર ફિન સાથે જૈવિક સંબંધ ધરાવતું હોવાની શક્યતા નહિવત્ છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત ફિર્ડેવ્ઝ (ડાબે) અને જુલી હૉડ્સન (જમણે)એ ડોગસ આઇવીએફ સેન્ટર છોડ્યા પછી પણ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું
ઇમેજ કૅપ્શન, ફિર્ડેવ્ઝ (ડાબે) અને જુલી હૉડ્સન (જમણે)એ ડોગસ આઇવીએફ સેન્ટર છોડ્યા પછી પણ સાથે કામ કરવાનું ચાલુ રાખ્યું હતું

બૅથ અને લૌરા જ્યાં સ્પર્મનો ઑર્ડર આપવામાં આવ્યો હોવાનું માનતાં હતાં, ડૅનમાર્કની તે સ્પર્મ બૅંન્ક - ક્રાયોસ ઇન્ટરનૅશનલ સાથે અમે વાત કરી. અમારી તપાસ હેઠળનો અન્ય એક પરિવાર પણ ત્યાંથી જ શુક્રાણુ મગાવવામાં આવ્યાં હોવાનું માનતો હતો.

કંપનીના સીઇઓ ઓલે શો કહે છે, "અમે ઘણી સુરક્ષા પ્રક્રિયાઓ ધરાવીએ છીએ, પણ તેમાં કદી 100 ટકા સુરક્ષા નથી મળી શકતી. માનવીય ભૂલ થઈ શકે છે." જોકે, તેઓ ઉમેરે છે કે, ક્રાયોના 45 વર્ષના ઇતિહાસમાં હજી સુધી આવી ભૂલ થઈ નથી.

યૂરોપભરના ઘણા ફર્ટિલિટી સ્પેશ્યાલિસ્ટ્સે બીબીસીને જણાવ્યા પ્રમાણે, આઇવીએફ સારવાર દરમિયાન ભૂલથી એક વખત ખોટા દાતાના સ્પર્મ વપરાવાની સંભવિતતા દુર્લભ છે.

જોકે, સમાન તબીબી ટીમ દ્વારા આટલી મોટી ભૂલ એક કરતાં વધારે વખત થાય, તે "બેદરકારી" કે પછી "છેતરપિંડી"નો સંકેત આપી શકે છે, એમ નિષ્ણાતોએ જણાવ્યું હતું.

બ્રિટિશ ફર્ટિલિટી સોસાયટીના ડૉક્ટર ઇપ્પોક્રેટિસ સારિસે તપાસનાં તારણો જોઈને કહ્યું, "દર્દીઓ માટે આ ભયાવહ સ્થિતિ છે. મેં બ્રિટનમાં આ પ્રકારનો બનાવ બન્યાનું કદીયે સાંભળ્યું નથી. કોઈપણ આઇવીએફ યુનિટને ઈંડાં કે શુક્રાણુ કે ભ્રૂણની અદલા-બદલી થઈ જવાનો સૌથી મોટો ભય રહેતો હોય છે."

ઉત્તર સાયપ્રસમાં તેના પોતાના પ્રજનન સંબંધિત કાયદા છે, પણ બ્રિટનથી અલગ, ક્લિનિક્સ પર દેખરેખ રાખવા માટે, માપદંડો જાળવી રાખવા માટે અને જરૂર પડ્યે લાઇસન્સ રદ કરવા માટે ત્યાં કોઈ સ્વતંત્ર પ્રજનન નિયમનકારી નથી.

ત્યાં રહેતાં વકીલ અને કાર્યકર્તા માઇન એટલી કહે છે, "કેટલાંક ક્લિનિક્સ કાયદાનું પાલન એટલા માટે કરતાં હોય છે, કારણ કે, માલિકોની દાનત સારી હોય છે. આ ક્ષેત્રમાં તેમને સરકાર તરફથી નિયમ પાલન કરવાની ફરજ નથી પાડવામાં આવતી."

નિયમન ખર્ચાળ છે, જેના કારણે બ્રિટન જેવા દેશોની માફક અહીં સારવાર વધુ મોંઘી થઈ શકે છે. બ્રિટિશ ફર્ટિલિટી સોસાયટીના સારિસ જણાવે છે કે, આ જ કારણોસર ઉત્તર સાયપ્રસ ફર્ટિલિટીની સારવાર માટે આટલું લોકપ્રિય સ્થળ બની ગયું છે.

આ ઉપરાંત, અમને એવા લોકોના માનસિક આરોગ્ય અંગેની ચિંતાઓ વિશે પણ જાણવા મળ્યું, જેમને માલૂમ પડી શકે છે કે, તેઓ જેમને દાતા માનતા હતા, તેમનાં સ્પર્મ વપરાયા જ નથી.

આવા રહસ્યોદઘાટનની તેમના ઉપર "નકારાત્મક અસર" પડી શકે છે, એમ ડૉનર કન્સેપ્શન નેટવર્ક યુકે ચૅરિટીનાં નીના બાર્ન્સલીએ કહ્યું હતું.

'હું મારા બાળક સમક્ષ ખોટું નથી બોલવા માગતી'

બીબીસીએ બૅથ અને લૌરાની તુલનામાં તાજેતરમાં જ ફિર્ડેવ્ઝ પાસે સારવાર કરાવનારા બ્રિટનના બીજા બે પરિવારો સાથે વાત કરી હતી. આ પરિવારોને પણ લાગે છે કે, તેમને ખોટા દાતા આપવામાં આવ્યા હતા.

તેઓ તેમનાં નામ પ્રગટ કરવા માગતાં નહોતાં. તેમણે જણાવ્યું કે, તેમણે મિરેકલ આઇવીએફ સેન્ટરમાં સારવાર કરાવી હતી, જેની સ્થાપના ફિર્ડેવ્ઝે 2019માં કરી હતી.

બંને પરિવારોને સંતતિ માટે ઍગ ડૉનરની જરૂર હતી અને તેમણે જે ઈંડાં પસંદ કર્યાં હતાં, તે તેમને આપવામાં આવ્યાં નહોતાં, એવી તેમને શંકા હતી. પછીથી કરવામાં આવેલા ડીએનએ ટેસ્ટથી તેમની શંકા હકીકતમાં ફેરવાઈ ગઈ.

કૅથરિન (નામ બદલ્યું છે) કહે છે, "હું નથી ઈચ્છતી કે, લોકો એમ વિચારે કે, મારે મારા જેવું દેખાતું બાળક જ જોઈએ છે, આ વાત તેના વિશે નથી. તે બાળકો ક્યાંથી આવ્યાં, તે વિશે હું તેમની સમક્ષ ખોટું બોલવાં માગતી નથી."

જ્યારે અમે ફિર્ડેવ્ઝને જણાવ્યું કે, આ બે પરિવારોને છેતરાયાની લાગણી થઈ છે, ત્યારે ફિર્ડેવ્ઝે કહ્યું કે, એગ ડૉનર્સ (ઈંડાં દાન કરનારી મહિલાઓ)ની પસંદગી સંપૂર્ણપણે મિરેકલ આઇવીએફ સેન્ટર દ્વારા કરવામાં આવી હતી.

સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે, તેમનું ક્લિનિક દર્દીઓને ઍગ ડૉનરની પ્રોફાઇલ નથી આપતું અને સાથે જ તે દાતાના વંશ વિશે પણ કદી કોઈ બાંહેધરી નથી આપતું.

ફિર્ડેવ્ઝના જણાવ્યા પ્રમાણે, આ જાણકારી સંમતિ પત્રોમાં આપવામાં આવી હતી, જેના ઉપર તમામ દર્દીઓએ સારવાર પહેલાં હસ્તાક્ષર કર્યા હતા. વળી, આ જાણકારી "મુક્તપણે પૂરી પાડવામાં" આવી હતી.

જોકે, જે બે પરિવારો સાથે અમે વાત કરી છે, તેમનું કહેવું છે કે, તેમને લાગ્યું કે, તેમણે કોઈ ખાસ દાતાની પસંદગી કરી લીધી છે. તેમના સમક્ષ કદી સ્પષ્ટતા નહોતી કરાઈ કે, અંતિમ નિર્ણય ક્લિનિક દ્વારા લેવામાં આવશે.

મિરેકલ આઇવીએફ સેન્ટર દ્વારા કૅથરિન અને અન્ય પરિવારને આપવામાં આવેલી ઍગ ડૉનરની પ્રોફાઇલ બીબીસીએ જોઈ છે, જે વ્યક્તિગત મહિલાઓની પ્રોફાઇલ દર્શાવતી હોય, એમ જણાય છે.

કૅથરિન કહે છે કે, તેઓ સ્વાભાવિક રીતે જ તેમના બાળકને ખૂબ પ્રેમ કરે છે, પણ જો તેમને ખબર હોત કે તેમણે પસંદ કરેલા દાતાનો ઉપયોગ નહીં કરાય, તો તેમણે આ આઇવીએફ સારવાર ન કરાવી હોત.

ફિર્ડેવ્ઝે અમને કહ્યું કે, મિરેકલ આઇવીએફમાં તેમણે કરેલી તમામ સારવારો કાયદા અનુસારની હતી અને દર્દીઓની ગોપનીયતાને કારણે તેઓ અમારા તમામ પ્રશ્નોના જવાબ આપવા અસમર્થ હતાં.

'અમે હજુયે એક પરિવાર છીએ'

બીબીસી ગુજરાતી, ગુજરાત બીબીસી ગુજરાતી, ગુજરાત બીબીસી ગુજરાતી, ગુજરાત જેમ્સ અને કૅટ (અમુક વર્ષો પહેલાંની તસવીર)નો જન્મ આઇવીએફથી થયો હતો 'મને લાગતું જ હતું કે, કંઈક ગરબડ છે': આઇવીએફ ક્લિનિકે પરિવારોને ખોટાં સ્પર્મ આપ્યાં, બે બાળકો નોખાં દેખાતાં હકીકત સામે આવી
ઇમેજ કૅપ્શન, કૅટ કહે છે કે, "લોહીનો સંબંધ ન હોવા છતાં અમે પરિવાર છીએ"

ફિન કદાચ તેમનો ડૉનર નથી, તે વિશે બૅથ અને લૌરાએ સંતાનો સાથે વાત કર્યાંને બે વર્ષ વીતી ગયાં છે.

જેમ્સ હજુયે પરિવારે શોધેલી હકીકતને સમજવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

તે કહે છે, "તમે કોઈને કહો કે, આમ છે અને પછી તેવું ન હોય - આ ખોટું છે. ઓળખ ઘણી મોટી વાત છે. તે જણાવે છે કે, એક વ્યક્તિ તરીકે તમે કોણ છો."

બાળકો હવે જાણે છે કે, જૈવિક રીતે તેમની વચ્ચે કોઈ સંબંધ નથી, પણ તેનાથી તેમના એકમેક પ્રત્યેના પ્રેમમાં કોઈ ઓટ આવી નથી.

કૅટ કહે છે, "અમે બધાં સાથે મોટાં થયાં છીએ અને અમારી મમ્મીઓએ અમને ઉછેર્યાં છે. લોહીનો સંબંધ ન હોવા છતાં, અમે હજુયે એક પરિવાર છીએ."

બૅથ અને લૌરા કહે છે, "અમારે બે અદ્ભૂત બાળકો છે. અંતે, બધું સારું થઈ જશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન