ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું, કોને મળ્યો શિક્ષણ વિભાગનો હવાલો

ધર્મેન્દ્ર પ્રધાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Image

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

શિક્ષણ મંત્રી પ્રહલાદ રાજીનામું આપી દીધું છે. તેમના રાજીનામાની માગ લઈને છેલ્લા એક મહિનાથી જંતર-મંતર પર કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)નું પ્રદર્શન ચાલી રહ્યું હતું.

રાષ્ટ્રપતિ ભવને નિવેદનમાં કહ્યું છે કે વડા પ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકારી લીધું છે.

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે વડા પ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિએ પ્રહ્લાદ જોશીને શિક્ષણ મંત્રાલયનો પ્રભાર સોંપ્યો છે.

પ્રહલાદ જોશી હાલ ઉપભોક્તા બાબતો, ખાદ્ય અને સાર્વજનિક વિતરણ મંત્રી છે.

કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ સાથે શનિવારને ત્રીજા તબક્કાની વાતચીત પછી કૉક્રોચ જનતા પાર્ટીએ પ્રદર્શનકારીઓને પાછા જવાની અપીલ કરી છે.

'દસ દિવસથી હું દુખી હતો', ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપતાં શું કહ્યું?

ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્લી, ભારત, કોકરોચ, સીજેપી આંદોલન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Pradeep Gaur/SOPA Images/LightRocket via Getty Images

મોદી સરકારમાં શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપી દીધું છે.

ધર્મેન્દ્ર પ્રધાને આ મામલે તેમણે એક પત્ર તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યો છે. તેમાં તેમણે કહ્યું છે કે હું યુવાનોની ભાવનાઓનું સન્માન કરું છું.

તેમણે લખ્યું, "હું દેશના યુવાનોની આકાંક્ષાઓ, ભાવનાઓ અને તેમની ન્યાયોચિત અપેક્ષાઓનું સન્માન કરું છું. ભારતની યુવાન પેઢીનાં સપનાંને સાકર કરવા એ અમારો રાજનીતિક અને સામાજિક જીવનનો સંકલ્પ રહ્યો છે. આદરણીય વડા પ્રધાનજીના દૂરદર્શી નેતૃત્વમાં રાષ્ટ્રની સેવા કરવાની તક જે મને મળી તે માટે હું તેમનો આભાર પ્રગટ કરું છું."

તેમણે કહ્યું કે નીટ-યુજી પરીક્ષામાં જે અનિયમિતતા જોવા મળી તે મામલે તેમણે જવાબદારી લીધી હતી. તેમણે લખ્યું, "પહેલા જ દિવસથી મેં તેની જવાબદારી લીધી હતી. આ પરિસ્થિતિમાં મેં મોં નહોતું ફેરવ્યું. મારો એક સંકલ્પ હતો કે અમે કોઈ પણ પ્રભાવી વિદ્યાર્થીઓની સંભાવના પરીક્ષા માફિયાને કારણે ખરાબ નહીં કરવા દઈએ. કોઈ પણ વિદ્યાર્થી સાથે અન્યાય નહીં કરવા દઈએ."

આંદોલન વિશે તેમણે લખ્યું, "પરંતુ આ દરમિયાન કેટલાક વિદ્યાર્થીઓને ગુમરાહ કરવા માટે જવાબદાર પદો પર બેઠેલા લોકોએ અવરોધ ઊભો કરવાની કોશિશ કરી અને તેનાથી હું વ્યથિત થયો."

ધર્મેન્દ્ર પ્રધાને X પર શું કહ્યું?

ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્લી, ભારત, કોકરોચ, સીજેપી આંદોલન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ધર્મેન્દ્રપ્રધાને એક્સ પર લખ્યું, "હું છેલ્લા ચાર દાયકાથી વધુ સમયથી વિદ્યાર્થી, શિક્ષક અને શિક્ષણ સુધારણા માટે સમર્પિત રહ્યો છું. મારો હંમેશાંથી એવો વિશ્વાસ રહ્યો છે કે સશક્ત, સર્વસમાવેશક અને દૂરંદેશી શિક્ષણ વ્યવસ્થા જ એક મજબૂત રાષ્ટ્રની પાયાની શિલા હોય છે."

"હું દેશના યુવાનોની આશાઓ, લાગણીઓ અને તેમની વાજબી અપેક્ષાઓનો ઊંડો આદર કરું છું. ભારતની યુવા પેઢીનાં સપનાંને સાકાર કરવું આપણા સૌના રાજકીય અને સામાજિક જીવનનું એક નૈતિક સંકલ્પ રહ્યું છે. આદરણીય પ્રધાનમંત્રીશ્રીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ રાષ્ટ્રસેવા કરવાની જે તક મને પ્રાપ્ત થઈ, તે માટે હું પ્રધાનમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરું છું."

તેમણે કહ્યું કે દસ દિવસથી જે થઈ રહ્યું છે તેનાથી તેઓ દુ:ખી છે.

તેમણે લખ્યું, "જંતર-મંતર પર જે પરિસ્થિતિ બની રહી છે તેનો લાભ કોઈ રાષ્ટ્રવિરોધી તાકતો ન ઉઠાવે, દેશમાં એકતા રહે. ભારતમાં એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાયદાકીય કાર્યવાહીમાં ન પસાર થાય. આપણાં બાળકોનો સમય ભણવામાં પસાર થાય, તેઓ કૅરિયર પર ધ્યાન આપે, આ વાતને ધ્યાનમાં રાખીને મેં મારું રાજીનામું વડા પ્રધાનને મોકલી આપ્યું છે."

નીટ પેપર લીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાને શું કહ્યું?

ધર્મેન્દ્ર પ્રધાન, દિલ્લી, ભારત, કોકરોચ, સીજેપી આંદોલન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

નીટ પેપર લીકના મામલે ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, "પહેલા જ દિવસથી મેં આ મામલે જવાબદારી સ્વીકારી હતી અને આ પરિસ્થિતિથી ક્યારેય મોઢું ફેરવ્યું નથી. મારો એવો સંકલ્પ હતો કે પરીક્ષા માફિયાઓના કારણે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થીના ભવિષ્યની સંભાવનાઓ બરબાદ થવા નહીં દઈએ અને કોઈપણ વિદ્યાર્થી સાથે અન્યાય થવા નહીં દઈએ."

"પરંતુ આ દરમિયાન પણ ઘણા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરવા માટે જવાબદાર હોદ્દા પર બેઠેલા કેટલાક લોકોએ અડચણો ઊભી કરવાનો પ્રયાસ કર્યો, જેના કારણે મને અત્યંત વ્યથા થઈ."

તેમણે વધુમાં લખ્યું, "જંતર-મંતર પર અને દેશભરમાં જે પરિસ્થિતિ ઊભી થઈ છે, તેનો દેશવિરોધી તાકાતો લાભ ન ઉઠાવે, દેશની એકતા અખંડિત રહે, ભારતના એક પણ વિદ્યાર્થીનું ભવિષ્ય કાનૂની ગૂંચવણોમાં ન ફસાઈ જાય અને આપણાં બાળકો પોતાનો સમય અભ્યાસમાં લગાવે તેમજ પોતાના કારકિર્દી નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરે, તે બાબતોને ધ્યાનમાં રાખીને મેં મારું રાજીનામું માનનીય પ્રધાનમંત્રીશ્રીને મોકલી દીધું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન