સોનમ વાંગચુકે કેન્દ્રિય મંત્રીના હાથે ઉપવાસ તોડવા મામલે થઈ રહેલી આલોચના પર કહ્યું, ‘મારે કોઈના કૅરેક્ટર સર્ટિફિકેટની જરૂર નથી’

ઇમેજ સ્રોત, SONAM WANGCHUK
સોનમવાંગચુકેકેન્દ્રીયમંત્રીઓનીહાજરીમાંપોતાના ઉપવાસસમાપ્તકરવાઅંગેસોશિયલમીડિયાપરથયેલીટીકાબાદ તેમણેશુક્રવારેએકલાંબોવીડિયોસંદેશજાહેરકર્યો.
સોનમ વાંગચુકે આ વીડિયો સંદેશમાં કહ્યું કે તેમણે સરકાર સાથે કોઈ સમાધાન નથી કર્યું. ઉપવાસ સમાપ્ત થવાનું કારણ આપતા તેમણે કહ્યું કે તેમણે ઉપવાસ એટલા માટે સમાપ્ત કર્યા કારણ કે. તેમને જંતર-મંતર પર વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ સામે કાર્યવાહી થવાની આશંકા હતી.
તેમણે કહ્યું કે તેમણે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ પર ભાર મૂક્યો નહોતો કારણ કે, જંતર-મંતર પર ચાલી રહેલા કૉક્રોચ જનતા પાર્ટીનાં આંદોલન અને દેશભરમાં યુવાનોનાં વિરોધપ્રદર્શનો વચ્ચે તે લગભગ નક્કી છે.
તેમણે શુક્રવારે વહેલી સવારે લગભગ 12:30 વાગ્યે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જિતેન્દ્રસિંહ, તેમનાં પત્ની અને લદ્દાખના નાગરિક સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં ભૂખ હડતાળ સમાપ્ત કરી હતી.
ઉપવાસ તોડાવવા માટે જેપી નડ્ડાએ તેમને સૂપ પીવડાવ્યું હતું.
સોનમ વાંગચુકે પોતાના વીડિયો સંદેશમાં કહ્યું, "આ વિડિયો હું થોડા દુઃખ અને થોડી હેરાની, થોડા ગમ અને ગુસ્સા સાથે બનાવી રહ્યો છું. મારાં ભાઈઓ અને બહેનો જેવા વિદ્યાર્થીઓ માટે 26 દિવસ ભૂખ્યા રહ્યા પછી, જેમાં મારા શરીરનું 11 કિલો વજન ઘટી ચૂક્યું છે. સ્નાયુ ઢીલાં પડી ગયાં છે. અંગો અને મગજ પર ભયંકર નુકસાન થવાને આરે છે. તે પણ લદ્દાખની કડકડતી ઠંડીમાંથી દિલ્હીની તપતી ધૂપમાં બેસીને આ બધું કર્યા પછી શું મને કોઈ પાસેથી કૅરેક્ટર સર્ટિફિકેટ લેવું પડશે કે મારા ઉપવાસ કેટલા પવિત્ર હતા?"
તેમણે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાના હાથેથી ઉપવાસ તોડવા અંગે લગાવવામાં આવતા આરોપોનો પણ જવાબ આપ્યો.
સોનમ વાંગચુકે કહ્યું, "પૂછવામાં આવી રહ્યું છે કે કોના હાથેથી ઉપવાસ તોડવામાં આવ્યા. મેં ઉપવાસ તોડ્યા તો કોના હાથેથી? તેમના હાથેથી કેમ તોડ્યા? આમના હાથેથી કેમ નહીં? શું ડીલ થઈ? શું સોદો થયો? આ બધાનો મારે જવાબ આપવો પડશે. હું કાલથી હવે તરલ લિક્વિડ ફૂડ લઈ રહ્યો છું, પી રહ્યો છું. તેથી શરીરમાં થોડોક જીવ આવ્યો છે."
"બદકિસ્મતીથી એ જાન મને આમાં આપવી પડી રહી છે. દુઃખ સાથે કહી રહ્યો છું. પરંતુ સવારથી ઘણા લોકો મને ફોન કરીને અથવા પોસ્ટ બતાવીને કહી રહ્યા છે કે તમારા પર ઘણા સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. તમે એમના દ્વારા ઉપવાસ કેમ તોડ્યા? જો સોદો કરવો હોત, ડીલ કરવી હોત તો શું 26 દિવસ ભૂખ્યા રહેવું પડત? કેટલાય લોકોએ ડીલ કરી છે?"
તેમણે કહ્યું, "ધિક્કાર છે એવા દેશ પર, જેમાં આવા દિમાગોની ઉપજ થાય છે. જેમાંથી આવા નીચ વિચારો બહાર આવે છે. હું દોષ આપતો નથી. હું દોષ આપતો નથી. તમારામાંથી મોટાભાગના લોકોને, કારણ કે તમને જાણકારી નથી. તમને ખબર નથી કે પરિસ્થિતિઓ કેવી હતી."

