'હું તેના નાકને સ્પર્શ કરીને જાણી લેતી કે તે શ્વાસ લે છે કે નહીં', વેનેઝુએલામાં કાટમાળમાંથી 18 દિવસનાં બાળક સાથે માતાને કેવી રીતે બચાવાયાં

વેનેઝુએલા, ભૂકંપ, તારાજી, રેસ્ક્યૂ, મહિલા, બાળક, રેસ્ક્યૂ, મોટિવેશન, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ડાયના પેટિનો તેમના પુત્ર જુઆન ડૅવિડ.
    • લેેખક, ઍલિસ કડી
    • પદ, સિનિયર ઇન્ટરનૅશનલ રિપોર્ટર
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 4 મિનિટ

વેનેઝુએલામાં નાશ પામેલા ઘરના કાટમાળમાંથી પોતાના 18 દિવસના બાળક સાથે બહાર કાઢવામાં આવેલી એક માતાએ બીબીસીને જણાવ્યું કે કેવી રીતે તેના નવજાતે તેને બચવામાં મદદ કરી.

ડાયના પેટિનોએ કહ્યું કે તેમના પુત્ર જુઆન ડૅવિડે તેમને "જાગતા રહેવા અને સતર્ક રહેવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી."

તેમણે કહ્યું, "જ્યાં સુધી તે જીવતો હતો ત્યાં સુધી મારે પણ જીવવાનું હતું. તે શ્વાસ લઈ રહ્યો છે કે નહીં તેની ખાતરી કરવા હું તેના નાકને સ્પર્શ કરતી રહી."

બચાવ કામગીરીનો વીડિયો વિશ્વભરમાં શૅર કરવામાં આવ્યો છે અને જુઆન ડૅવિડ વેનેઝુએલામાં આશાનું પ્રતીક બની ગયા છે.

વેનેઝુએલામાં બુધવારે આવેલા બે ભૂકંપથી ભારે તબાહી સર્જાઇ હતી, જેમાં ઓછામાં ઓછા 1700 લોકોનાં મૃત્યુ થયાં હોવાની જાણકારી મળી રહી છે. મૃત્યુઆંક વધી શકે છે.

દેશનાં કાર્યકારી રાષ્ટ્રપતિએ તેને વેનેઝુએલાના ઇતિહાસમાં "સૌથી ખરાબ કુદરતી આપત્તિ" તરીકે વર્ણવી છે, જ્યારે હજારો લોકો હજુ પણ ગુમ છે.

બચાવ કામગીરી ચાલુ છે, પરંતુ હજુ વધારે જીવિત લોકોના મળવાની આશાઓ ધૂંધળી થઈ રહી છે.

વેનેઝુએલામાં ભૂકંપને કારણે ભયાવહ તારાજી

વેનેઝુએલા, ભૂકંપ, તારાજી, રેસ્ક્યૂ, મહિલા, બાળક, રેસ્ક્યૂ, મોટિવેશન, બીબીસી, ગુજરાતી
ઇમેજ કૅપ્શન, 18 દિવસના જુઆન ડૅવિડ વેનેઝુએલામાં આશાનું પ્રતીક બની ગયા છે.

રવિવારે વેનેઝુએલાની રાજધાની કારાકસના એક ક્લિનિકમાં ડાયનાએ બીબીસીને ભૂગર્ભમાં વિતાવેલા તે ભયાનક કલાકો વિશે જણાવ્યું. આ એ ક્ષણો છે જે તેમણે તેમના 18 દિવસના પુત્રને છાતીએ લગાવીને બચાવ માટેની પ્રાર્થના કરીને વિતાવી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભૂકંપ આવ્યો ત્યારે તે વેનેઝુએલાના ઉત્તરમાં દરિયાકાંઠાના પ્રદેશ લા ગ્વાએરામાં તેના આઠમા માળના ઍપાર્ટમેન્ટમાં વાસણ ધોઈ રહ્યાં હતાં. તેમને લાગ્યું કે તે "આ ફક્ત એક સામાન્ય ધ્રુજારી છે તેથી તેમણે તરત જ તેના પુત્રને લેવા દોડ્યાં.

તેમણે કહ્યું, "મને એવું લાગ્યું કે હું ઊડી રહી છું. પછી મને એવું લાગ્યું કે હું પાણી અને કાટમાળમાં ડૂબી રહી છું અને પછી હું એક ખાડામાં પડી ગઈ અને ત્યાં જ હું ફસાઈ ગઈ. મને ખબર નથી કે મેં મારા બાળકને કેવી રીતે પકડી રાખ્યું, કારણ કે હું હવામાં ઊડી રહી હતી અને હું ફર્નિચર નીચે દબાઈ ગઈ."

તેમણે કહ્યું કે મેં તરત જ બૂમો પાડવાનું શરૂ કર્યું, પરંતુ ટૂંક સમયમાં જ તેને ખ્યાલ આવ્યો કે કોઈ તેને સાંભળી શકતું નથી.

"મેં મારી જાતને કહ્યું કે હું મારી ઊર્જા આ રીતે વેડફીશ નહીં. જ્યારે જરૂર પડે ત્યારે જ હું મદદ માટે બૂમ પાડીશ, જ્યારે મને નજીકમાં કોઈ અવાજ કે પગલાંનો અવાજ સંભળાશે."

"મને ખ્યાલ નથી કે હું આટલી શાંત કેવી રીતે રહી. કારણ કે મારો ડાબો પગ કૉંક્રિટ નીચે ફસાઈ ગયો હતો. હું હલી પણ ન હતી શકતી. મારા કાન બાજુનો ભાગ કાટમાળના એક પત્થર નીચે દબાઈ ગયો હતો," ડાયનાએ કહ્યું.

વેનેઝુએલા, ભૂકંપ, તારાજી, રેસ્ક્યૂ, મહિલા, બાળક, રેસ્ક્યૂ, મોટિવેશન, બીબીસી, ગુજરાતી

ડાયનાએ કહ્યું કે તેમને ત્યારે આશાનું કિરણ દેખાયું જ્યારે તેમણે નીચે એક બાઇબલ હોવાનો અનુભવ થયો.

તેમણે કહ્યું, "ત્યાંથી જ મારા જીવતા રહેવાના સંઘર્ષની શરૂઆત થઈ."

કાટમાળના અંધારામાં તેમને "એક રોશનીનું કિરણ દેખાતું હતું,જે ચંદ્ર જેવું લાગતું હતું."

તેમણે કહ્યું કે તેનો બચાવ ત્યારે શરૂ થયો જ્યારે તેણે તેમના ભાઈને તેનું નામ પોકારતા શાંભળ્યા.

તેમણે કહ્યું, "મેં મારી જાતને કહ્યું આ મારા માટે એકમાત્ર તક છે. મેં મારી બધી શક્તિ અને તાકાતથી બૂમ પાડી...'હું અહીંયાં છું' અને સામે અવાજ આવ્યો અને કહ્યું, 'મેં તમને શોધી લીધા છે અને હું વચન આપું છું કે જ્યાં સુધી હું તમને બહાર નહીં કાઢું ત્યાં સુધી હું અહીંથી નહીં જાઉં.'"

તેમણે પોતાનું વચન પાળ્યું અને ગુરુવારે રાત્રે માતા અને બાળકને કાટમાળમાંથી બહાર કાઢવા માટે ખૂબ જ કાળજીપૂર્વક બચાવ કામગીરી હાથ ધરવામાં આવી.

ભૂકંપ દરમિયાન ડાયનાને બંને પગમાં ઈજા થઈ હતી જ્યારે જુઆનને સદ્ભાગ્યે ખૂબ ઓછી ઈજાઓ થઈ હતી.

ડાયનાના પતિ ગેર્સન, ભૂકંપની પહેલાં જ ઘરે પાછા ફર્યા હતા અને તેમની કાર પાર્ક કરી રહ્યા હતા. તેઓ વાડ કૂદીને સલામત સ્થળે પહોંચી ગયા.

જ્યારે તેમણે જોયું કે તેમના ઍપાર્ટમેન્ટનું શું થયું છે, ત્યારે તેમને અત્યંત ખરાબ વિચારો આવતા હતા.

તેમણે કહ્યું કે જે ક્ષણે તેમનાં પુત્ર અને પત્નીનો બચાવ થયો તે કોઈ "ચમત્કાર"થી ઓછું નથી.

'એવું લાગે છે કે મારી જિંદગી પાછી મળી ગઈ...'

વેનેઝુએલા, ભૂકંપ, તારાજી, રેસ્ક્યૂ, મહિલા, બાળક, રેસ્ક્યૂ, મોટિવેશન, બીબીસી, ગુજરાતી

બચાવ કામગીરીના શૅર કરાયેલા વીડિયોમાં ગેર્સન તેમના પુત્રને ભેટી રહ્યા છે. તેમણે લાગણીથી ભરાઈ ગયા છે તેમણે આંખો જોરથી મીચીને આકાશ તરફ માથું ઊંચુ કરે છે.

તેણીએ બીબીસીને તે ક્ષણ વિશે કહ્યું, "તે શબ્દોમાં વર્ણવી શકાય નહીં. મને લાગ્યું કે તેઓ મરી ગયા છે અને જ્યારે મેં મારા દીકરાને જોયો, ત્યારે મને એવું લાગ્યું કે મારો ફરીથી જન્મ થયો છે. મને વિશ્વાસ જ નહોતો આવતો... મને એવું લાગ્યું કે મારી જિંદગી ફરી મળી છે."

ગેર્સન અને ડાયનાનું ઘર નાશ પામ્યું છે.

તેમનો પાલતુ કૂતરો હજુ પણ ગુમ છે, જેના કારણે તેમણે ખૂબ જ દુઃખી છે, પરંતુ તે કહે છે કે હવે તે નવી શરૂઆત કરશે.

"અમે લગભગ બધું ગુમાવી દીધું છે પણ અમે અહીં છીએ...અમે જે ગુમાવ્યું છે તેને ફરીથી ઊભું કરીશું" ગેર્સને કહ્યું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન