ગુજરાતનું એ ગામ જ્યાં 400 વર્ષથી મલ્લ કુસ્તી મેળો યોજાય છે
ગુજરાતનું એ ગામ જ્યાં 400 વર્ષથી મલ્લ કુસ્તી મેળો યોજાય છે
પ્રકાશિત
દેવભૂમિ દ્વારકાના શિવરાજપુર ગામમાં ભાદરવી પૂનમના દિવસે મલ્લ કુસ્તી સ્પર્ધા યોજાઈ હતી. આયોજકોના જણાવ્યા અનુસાર, 400 વર્ષથી વધુ જૂની આ પરંપરામાં આ વર્ષે 300થી વધુ કુસ્તીબાજોએ ભાગ લીધો હતો. ઓખામંડળ, બારાડી અને બરડા પંથકમાંથી આવેલા કુસ્તીબાજોએ વિવિધ દાવપેચ અને શારીરિક કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું.




