500 મગર રહે છે એ નદીમાં ઑલિમ્પિકની રોઇંગ સ્પર્ધા યોજાશે

વીડિયો કૅપ્શન, 500 જેટલી મગરોથી ભરેલી નદીમાં ઓલિમ્પિકની રોઇંગ સ્પર્ધા યોજાશે
500 મગર રહે છે એ નદીમાં ઑલિમ્પિકની રોઇંગ સ્પર્ધા યોજાશે
પ્રકાશિત

ઑસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં વર્ષ 2032ની ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક રમતોનું આયોજન થવાનું છે અને તેના ભાગરૂપે ક્વીન્સલૅન્ડની ફિટ્ઝરૉય નદીમાં રોઇંગ સ્પર્ધાઓ યોજાવાની છે.

પરંતુ મગરોને કારણે આ નદીની પસંદગી અંગે સવાલો ઊઠી રહ્યા છે.

હાલ આ સ્થળનો ઉપયોગ ટ્રેનિંગ અને સ્પર્ધાઓના આયોજન માટે થાય છે.

છતાં તાજેતરમાં તેની સમીક્ષા કરવામાં આવી હતી અને ઑલિમ્પિક રમતો માટેની ટેક્નિકલ સમીક્ષામાં આ નદીની ઉપર મંજૂરીની મહોર મારવામાં આવી હતી.

આ નદીમાં ખારા પાણીના મગર જોવા મળવા સામાન્ય બાબત છે. સરકારી આંકડા મુજબ, 40 વર્ષમાં આ મગરોએ ક્યારેય કોઈ માણસ ઉપર હુમલો નથી કર્યો.

આમ છતાં સ્પર્ધકોને આના વિશે ચિંતા સતાવી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન