સુરત : બાકી લેવાના 10 હજાર રૂપિયા ન મળતા આગ ચાંપી

વીડિયો કૅપ્શન, સુરત : બાકી લેવાના 10 હજાર રૂપિયા ન મળતા આગ ચાંપી
સુરત : બાકી લેવાના 10 હજાર રૂપિયા ન મળતા આગ ચાંપી
પ્રકાશિત

રૂ. 10 હજારની બાકી નીકળતી રકમ નહીં મળવાથી નારાજ કર્મચારીએ શેઠને પાઠ ભણાવવાના ઇરાદે તેના સામાનમાં આગ લગાડી, જે જોત-જોતામાં અન્ય દુકાનોમાં પણ ફેલાઈ ગઈ અને 24 કરોડ રૂપિયાથી વધુનું નુકસાન થયું.

નવ સપ્ટેમ્બરના રોજ સુરતની શ્યામ સંગિની ટૅક્સ્ટાઇલ માર્કેટમાં લાગેલી આગના આરોપી વિશે માહિતી આપતા સુરત પોલીસે આ વાત જણાવી હતી.

પોલીસના કહેવા પ્રમાણે, માર્કેટમાં છઠ્ઠા માળે આવેલી દુકાનમાં આરોપી એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતો હતો. જૂન મહિનામાં તેણે કામ છોડી દીધું હતું. એ પછી બાકી નીકળતી રકમ નહીં મળવાને કારણે આરોપીએ આવું કર્યું હતું.

આરોપી નવમી તારીખે રાત્રે પેટ્રોલ લઈને કૉમ્પ્લેક્સમાં પહોંચ્યો હતો. એ પછી ત્યાં રાહ જોઈ હતી અને રાત્રે આગ લગાડી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન