બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન, ગુજરાતમાં વરસાદ બંધ થશે કે વધશે?

વીડિયો કૅપ્શન, બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન, ગુજરાતમાં વરસાદ બંધ થશે કે વધશે?
બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન, ગુજરાતમાં વરસાદ બંધ થશે કે વધશે?
પ્રકાશિત

બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે, જે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં બનતી સિસ્ટમ ચોક્કસ દિશા અને રસ્તે આગળ વધે તો ગુજરાતમાં વરસાદ આવતો હોય છે અને પવનની ગતિ વધી જતી હોય છે.

ત્યારે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ ઊભી થઈ છે, તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે, તેની શક્યતા કેટલી છે?

શું તેના કારણે ગુજરાતમાં વરસાદ વધશે કે ઘટશે? કારણ કે ગુજરાતમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદ પડ્યો છે.

આ બધા સવાલોના જવાબ આ વીડિયોમાં મેળવો.

રજૂઆત: દીપક ચુડાસમા

શૂટ-ઍડિટ: અવધ જાની

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન