ગુજરાતમાં હવે ગરમી ક્યારે ઘટશે, ઠંડી ક્યારે આવશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હવે ગરમી ક્યારે ઘટશે, ઠંડી ક્યારે આવશે?
ગુજરાતમાં હવે ગરમી ક્યારે ઘટશે, ઠંડી ક્યારે આવશે?
પ્રકાશિત

ચોમાસું પૂરું થયા બાદ સમગ્ર ગુજરાતમાં ઉનાળા જેવી કાળઝાળ ગરમી પડી રહી છે.

અમદાવાદ, ડીસા, રાજકોટ સહિતના વિસ્તારોમાં તાપમાન 37થી 38 ડિગ્રી સેલ્સિયસ આસપાસ નોંધાઈ રહ્યું છે જ્યારે દરિયાકાંઠે બફારો અનુભવાય છે.

ચોમાસા પછી વાદળો હટી જતાં સૂર્યના સીધા કિરણો, જમીનમાં રહેલા પાણીનું બાષ્પીભવન, ઍન્ટિ-સાયક્લોન અને કર્કવૃત્ત નજીક સૂકા પવનોની અસરને કારણે ગરમી વધી છે.

હવામાન મુજબ ઑક્ટોબરના ત્રીજા અઠવાડિયા અથવા નવેમ્બરના પ્રારંભ સુધી ગરમી રહેશે.

નવેમ્બરના બીજા અઠવાડિયાથી ઠંડા પવનો શરૂ થતાં ગરમી ક્રમશઃ ઘટશે.

gujarat, weather, ગુજરાત હવામાન, બીબીસી ગુજરાતી