કૈલાશ-માનસરોવર યાત્રા : નેપાળ પૂરમાં વહી ગયું એ શહેર જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે

વીડિયો કૅપ્શન, નેપાળ પૂરમાં વહી ગયું એ શહેર જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે.
કૈલાશ-માનસરોવર યાત્રા : નેપાળ પૂરમાં વહી ગયું એ શહેર જ્યાં મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ આવે છે
પ્રકાશિત

26 ઑગસ્ટ, 2026ના રોજ નેપાળના નુવાકોટમાં ત્રિશૂલી નદીના કાંઠે અચાનક આવેલાં પૂર અને ભૂસ્ખલન બાદનું દૃશ્ય. જણાવાઈ રહ્યું છે કે ભૂકંપના કારણે નેપાળ-ચીન બૉર્ડરે લ્હેંદે નદીમાં અચાનક બરફ અને ખડકોનું હિમસ્ખલન થયું, જેના કારણે ભારે પ્રમાણમાં પાણી, કાદવ અને કાટમાળ નીચેની તરફ વહીને ભોટેકોશી અને ત્રિશૂલી નદીમાં પહોંચી ગયું અને નેપાળના ઉત્તર સીમા ક્ષેત્રમાં અચાનક ભીષણ પૂર આવી ગયું.

પૂરમાં થયેલા નુકસાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બેત્રાવતી બજાર અને તિમુરે નગર સંપૂર્ણપણે તણાઈ ગયાં. તિમુરેથી મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ગુમ છે કારણ કે માનસરોવર યાત્રા માટે પરમિટ લેવા લોકો તિમુરેમાં જ રોકાતા હતા.

નેપાળના માર્ગ વિભાગના જણાવ્યા અનુસાર, બેત્રાવતીથી રસુવાગઢી સરહદી ચોકી સુધી જતો માર્ગનો લગભગ 42 કિલોમીટરનો ભાગ પૂરમાં સંપૂર્ણપણે તણાઈ ગયો છે. આ માર્ગ પર આવેલા અનેક પુલો પણ પૂરમાં તણાઈ ગયા.

માર્ગ વિભાગના ઉપમહાનિર્દેશક અને પ્રવક્તા શુભરાજ ન્યૌપાનેએ મુખ્ય નેપાળી અખબાર કાંતિપુરને જણાવ્યું કે નુકસાનની વાસ્તવિક સ્થિતિનું મૂલ્યાંકન કરવા માટે અધિકારીઓ વધુ માહિતી એકત્ર કરી રહ્યા છે.

આ નુકસાનની અસર માત્ર સ્થાનિક સંપર્ક પર જ નહીં પડે, પરંતુ બેત્રાવતી-સ્યાફ્રુબેસી-રસુવાગઢી માર્ગ મધ્ય નેપાળને ચીનની સરહદ સાથે જોડતો વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ કૉરિડોર છે.

તેના મોટા ભાગના નષ્ટ થવાથી અવરજવર, માલસામાનની સપ્લાય, પર્યટન અને રસુવાગઢી/કેરુંગ માર્ગે નેપાળ-ચીન વેપાર પર પણ ગંભીર અસર પડી શકે છે.

બેત્રાવતીને ઉત્તરગયા નામથી પણ ઓળખવામાં આવે છે. તે નેપાળના બાગમતી પ્રાંતના રસુવા જિલ્લામાં આવેલી ઉત્તરગયા ગ્રામીણ નગરપાલિકામાં આવેલું છે.

નુવાકોટ અને રસુવા જિલ્લાઓની સરહદ પર ત્રિશૂલી અને ફલાંખુ નદીઓ વહે છે.

તે કાઠમંડુથી 58 કિલોમીટર ઉત્તર-પશ્ચિમમાં આવેલું છે. તેને રસુવા જિલ્લો અને રસુવાગઢી સરહદ સુધી પહોંચવાનું મુખ્ય પ્રવેશદ્વાર તથા એકમાત્ર વાહનયોગ્ય માર્ગ જોડાણ પણ માનવામાં આવે છે.

નેપાળના રસુવા જિલ્લામાં તિમુરે એક નાનું પરંતુ મહત્ત્વપૂર્ણ નગર છે. તે રસુવાગઢી સરહદ, એટલે કે નેપાળ-ચીન સરહદથી થોડા કિલોમીટર પહેલાં આવેલું છે.

ઐતિહાસિક રીતે તિબેટ જતાં મુસાફરો માટે તેને નેપાળમાં અંતિમ પડાવ અને પુરવઠા કેન્દ્ર તરીકે વિકસાવવામાં આવ્યું હતું.

હાલમાં તિમુરેનો ઉપયોગ માત્ર વેપાર માટે જ નહીં, પરંતુ નેપાળ માર્ગે રસ્તા દ્વારા કૈલાશ માનસરોવર યાત્રા પર જતા યાત્રાળુઓના પડાવ તરીકે પણ થાય છે.

સામાન્ય રીતે યાત્રાળુઓ અહીં રોકાઈને ભોજન કરે છે, મૂળભૂત સુવિધાઓ મેળવે છે અને સરહદ તરફ જવા પહેલાં જરૂરી સામાન ખરીદે છે.

તે ઉપરાંત, રસુવાગઢી ઇમિગ્રેશન ઑફિસ પણ અહીં જ આવેલી છે. આ સરહદ પરથી નેપાળની બહાર જવા અથવા નેપાળમાં પ્રવેશ કરતા પહેલાં યાત્રાળુઓએ ઇમિગ્રેશન પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે.

તેથી રસ્તા દ્વારા કૈલાશ યાત્રા પર જતા યાત્રાળુઓ માટે તિમુરે ખાસ મહત્ત્વ ધરાવે છે.

પૂરમાં થયેલા નુકસાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બેત્રાવતી બજાર અને તિમુરે નગર સંપૂર્ણપણે તણાઈ ગયાં. તિમુરેથી મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ગુમ છે કારણ કે માનસરોવર યાત્રા માટે પરમિટ લેવા લોકો તિમુરેમાં જ રોકાતા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પૂરમાં થયેલા નુકસાનનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બેત્રાવતી બજાર અને તિમુરે નગર સંપૂર્ણપણે તણાઈ ગયાં. તિમુરેથી મોટી સંખ્યામાં વિદેશી પ્રવાસીઓ પણ ગુમ છે કારણ કે માનસરોવર યાત્રા માટે પરમિટ લેવા લોકો તિમુરેમાં જ રોકાતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન