86 વર્ષીય પ્રકાશ ન. શાહ રસ્તા પર વિરોધ કરવા ઊતર્યા તો થઈ તેમની અટકાયત, શું બોલ્યા તેઓ?
86 વર્ષીય પ્રકાશ ન. શાહ રસ્તા પર વિરોધ કરવા ઊતર્યા તો થઈ તેમની અટકાયત, શું બોલ્યા તેઓ?
પ્રકાશિત
વરિષ્ઠ પત્રકાર અને વિચારક પ્રકાશ ન. શાહે દેશની વર્તમાન પરિસ્થિતિને 'અઘોષિત કટોકટી' ગણાવી છે.
ઇન્દિરા ગાંધીના શાસનકાળની 1975ની કટોકટી વખતે જેલવાસ ભોગવી ચૂકેલા પ્રકાશ ન. શાહે તાજેતરમાં ચૂંટણી પંચ સામે થયેલા વિરોધપ્રદર્શન સંદર્ભે વાત કરી હતી.
તેમણે જણાવ્યું કે, દેશમાં મતદાર યાદીમાંથી કરોડો નાગરિકોના નામ બાકાત થવા એ નાગરિકોને લોકશાહીમાં અસ્તિત્વહીન બનાવી દેવા સમાન છે. આ ઉપરાંત તેમણે મીડિયાની ભૂમિકા, સેન્સરશિપ વગર પણ અંકુશિત પ્રેસ, મૉબ લિંચિંગના વધતા બનાવો અને લોકશાહી અધિકારોના સતત થઈ રહેલા સંકોચન સામે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



