નવસારી: એટલો બધો ગુલાલ ઉડાવ્યો કે રોડ પર જાડા થર જામ્યા

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
નવસારી: એટલો બધો ગુલાલ ઉડાવ્યો કે રોડ પર જાડા થર જામ્યા
પ્રકાશિત

ગણેશ વિસર્જન પછી નવસારીના વિજલપોરના રસ્તા પર ગુલાલના થર જામેલા જોવા મળ્યા હતા.

ગણેશ વિસર્જન સમયે અંદાજે 11 હજાર કિલો ગુલાલ ઉડાવાતાં રસ્તા પર ગુલાલના થર જામી ગયા હતા.

ગુલાલના થરને કારણે રસ્તો લપસણો બનતાં વાહનચાલકો અને રાહદારીઓ માટે અકસ્માતનું જોખમ ઊભું થયું હતું.

મહત્ત્વનું છે કે, આ ગણેશ વિસર્જન પછી સર્જાયેલી સ્થિતિના કારણે સ્થાનિકોની સુરક્ષાને લઈને પણ કેટલાક જાગૃત નાગરિકોએ સવાલો ઉઠાવ્યા હતા.

જોકે, બાદમાં સ્થાનિકો અને તંત્રની ટીમે મળીને રસ્તો સાફ કર્યો હતો.

નવસારીમાં ગુલાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન