પાકિસ્તાન: કરાચીમાં નવરાત્રિની ઉજવણી
પાકિસ્તાન: કરાચીમાં નવરાત્રિની ઉજવણી
પ્રકાશિત
પાકિસ્તાનના કરાચીમાં નવરાત્રિ પર્વની ભારે ઉત્સાહ સાથે ઉજવણી થઈ રહી છે.
અહીં 200 વર્ષ જૂની વસાહતમાં આશરે દસ હજાર લોકો રહે છે, જેમાં મોટા ભાગના હિન્દુ સમુદાયના છે.
અહીં નવરાત્રિ શરૂ થતાં જ ઘરોમાં માંડવા સજાવી નવદુર્ગા અને કુળદેવીની પૂજા કરવામાં આવે છે.
પૂજા બાદ મોડી રાત સુધી દાંડિયારાસ અને ગરબાની રમઝટ બોલે છે. મહિલાઓ નિશ્ચિંત થઈને ગરબા રમી શકે તે માટે યુવાનો પહેરો આપે છે.
વધુ જુઓ વીડિયોમાં...
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



