પંચમ દાનું કયું ગીત આશા ભોંસલેને નહોતું ગમ્યું?

પંચમ દાનું કયું ગીત આશા ભોંસલેને નહોતું ગમ્યું?

આશા ભોસલેની કારકિર્દીના શરૂઆતના સમયમાં સચીન દેવ બર્મને તેમને સાથ આપ્યો હતો. આગળ જતાં આશાએ એસડી બર્મનના દીકરા રાહુલ દેવ બર્મન 'પંચમ' સાથે સંગીતમય જોડી જમાવી હતી.

આ જોડીએ બોલીવૂડના હિંદી ફિલ્મ સંગીતક્ષેત્ર અનેક યાદગાર ગીતો આપ્યા અને તેનું સ્વરૂપ હંમેશાંને માટે બદલી નાખ્યું હતું.

જો ઓપી નૈયરે આશા ભોસલેના અવાજમાં રહેલી મસ્તી અને રૉમાન્સની પીછાણ્યા હતા, તો આરડી બર્મને આશાના અવાજને પશ્ચિમી ગીતોમાં ઢાળ્યો હતો.

કૅબરે, રૉક-ઍન-રૉલ, જાઝ સહિત અનેક પ્રકાના પશ્ચિમી ગીતો આશા ભોસલેએ ગાયાં હતાં. વર્ષો બાદ આગળ જતાં બંનેએ લગ્ન પણ કર્યું.

જોકે, પંચમદાના કેટલાક ગીતો પ્રત્યે તેમણે નારાજગી ખુલ્લીને વ્યક્ત પણ કરી હતી. આવા જ એક ગીત વિશે તેમણે વાત પણ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન