અમદાવાદ : રાખડી બનાવતાં મુસ્લિમ મહિલાઓ શું કહે છે?
અમદાવાદ : રાખડી બનાવતાં મુસ્લિમ મહિલાઓ શું કહે છે?
પ્રકાશિત
અમદાવાદના મિલ્લતનગરમાં રહેતાં મુસ્લિમ મહિલાઓ રાખડીઓ બનાવી રહ્યાં છે.
નફિસાબહેનની વાત કરીએ તો તેઓ પરણીને સાસરે આવ્યાં ત્યારથી રાખડીઓ બનાવી રહ્યાં છે.
તેમનું કહેવું છે કે, તેમના ત્યાં લગભગ ત્રણ પેઢીથી રાખડીઓ બની રહી છે.
હાલ તેમનાં દીકરી પણ તેમની સાથે રાખડીઓ બનાવી રહ્યાં છે. આવાં જ અન્ય એક મુસ્લિમ મહિલા છે રિઝવાના.
રાખડી બનાવનારાં રિઝવાના કહે છે કે, તેણી રાખડીઓ બનાવીને જે કમાણી કરે છે તેના માધ્યમથી તેમની દિકરીને ભણાવી રહ્યાં છે. અમદાવાદનાં આ મુસ્લિમ મહિલાઓની શું છે કહાણી તે જુઓ આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



