85 વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની જેલની સજા, શું છે મામલો?
85 વર્ષના વૃદ્ધને ત્રણ વર્ષની જેલની સજા, શું છે મામલો?

ઇમેજ સ્રોત, Vikas Mahapatra
પ્રકાશિત
બે માણસોના સહારે ચાલતા આ વૃદ્ધને કોર્ટે 3 વર્ષની સજા ફટકારી છે
ઘટના છે બિહારના વૈશાલીની...
આ સજા 10 નવેમ્બર, 1992ના રોજ બનેલી એક ઘટનાથી સંબંધિત છે, અદાલત રાય નામની વ્યક્તિના ઘરની બહાર દીપા રાય સહિત 9 આરોપીઓ કાચના ટુકડા પાથરી રહ્યા હતા.
જેનો વિરોધ કરતા આરોપીઓએ ફરિયાદી અને તેમનાં પત્ની પર ગોળીબાર કર્યો હતો.
આ કેસની સુનાવણી સુધી 4 આરોપીનાં મૃત્યુ થઈ ચૂક્યાં હતાં, જ્યારે દીપા રાય સહિત 5 આરોપીઓને અદાલતે દોષિત ઠેરવ્યા હતા.
દીપા રાયને તેમની ઉંમરને ધ્યાનમાં રાખીને અદાલતે 3 વર્ષની સજા ફટકારી છે, જ્યારે બાકીના આરોપીઓને 10 વર્ષની સખત કેદ તથા ₹25,000નો દંડ ફટકારવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



