બૅલ્જિયમના આ ગોલ્ડન મંકી વિશે તમે સાંભળ્યું છે?
બૅલ્જિયમના આ ગોલ્ડન મંકી વિશે તમે સાંભળ્યું છે?
તાજેતરમાં બૅલ્જિયમના એક પ્રાણી સંગ્રહાલય ખાતે ગોલ્ડન મંકીનો જન્મ થયો હતો, જેના કારણે દેશના પશુપ્રેમીઓમાં હરખ છે.
કારણ કે બૅલ્જિયમમાં પ્રથમ વખત દુર્લભ અને લુપ્તપ્રાયઃ એવી ગોલ્ડ મંકી પ્રજાતિના વાનરબાળનો જન્મ થયો છે.
પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓનું કહેવું છે કે કપિરાજની તબિયત સારી છે તથા માતા તેની સંભાળ લઈ રહી છે.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાના થોડા દિવસ અગાઉ જ પેરિસના એક ઝૂમાં પણ ગોલ્ડન મંકીનો જન્મ થયો હતો.
યુરોપમાં પ્રાણીસંગ્રહાલયમાં ગોલ્ડન મંકીના જન્મનો એ પ્રથમ કિસ્સો હતો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



