જાપાનમાં ચિપ્સનાં પૅકેટ કેમ બ્લૅક ઍન્ડ વ્હાઇટ થયાં
જાપાનમાં ચિપ્સનાં પૅકેટ કેમ બ્લૅક ઍન્ડ વ્હાઇટ થયાં
પ્રકાશિત
ચિપ્સના અલગ-અલગ ફ્લૅવર માટે જુદા-જુદા રંગનાં પૅકેટ. કંપનીઓની આ સ્ટ્રૅટેજી શૉપિંગને સરળ અને ઝડપી બનાવે છે.
જોકે, ઈરાન યુદ્ધનો ઓછાયો ચિપ્સનાં પૅકેટ્સ ઉપર પણ પડ્યો છે.
જાપાનમાં સ્નૅક્સ બનાવતી કંપની કૅલબીનું કહેવું છે કે યુદ્ધને કારણે તેને ઇન્કનો પૂરતો સપ્લાય નથી મળી રહ્યો. એટલે થોડા સમય માટ તે પોતાની પ્રૉડક્ટને બ્લૅક ઍન્ડ વ્હાઇટ પૅકેજિંગમાં વેંચશે.
આ પ્રકારનું પ્રિન્ટિંગ સસ્તું હોય છે, જોકે, કેટલાક માને છે કે તે માર્કેટિંગ સ્ટન્ટ પણ હોઈ શકે છે.
અમેરિકા અને ઇઝરાયલે હુમલો કર્યો, એ પછી ઈરાને હોર્મુઝની સામુદ્રધુની બંધ કરી દીધી છે. જેના કારણે વિશ્વભરમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની અછત સર્જાઈ છે.




