કોલકાતામાં દુર્ગાપૂજા પંડાલમાં ભાગદોડમાં 19 લોકોનાં મોત - ન્યૂઝ અપડેટ

કોલકાતામાં દુર્ગા પૂજા પંડાલમાં ભાગદોડમાં 19 લોકોના મોત
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

પશ્ચિમ બંગાળના ચોરબાગાન સાર્વજનિક દુર્ગાપૂજા પંડાલમાં નાસભાગ મચતાં ઓછામાં ઓછા 19 લોકોનાં મોત થયાં છે.

પશ્ચિમ બંગાળના મુખ્ય મંત્રી શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે, આ દુર્ઘટના શનિવારે સાંજે લગભગ 7: 30 વાગ્યે બની હતી.

અધિકારીએ કહ્યું, "પહેલાં 17 લોકોનાં મોત થયાં, પછી બીજા બે લોકોનું પણ અવસાન થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા 24 લોકો હવે જોખમ બહાર છે અને એકની હાલત થોડી ગંભીર છે. અમે અમારા તમામ કાર્યક્રમો રદ કર્યા છે. ગૃહમંત્રી (અમિત શાહ)નો એક કાર્યક્રમ હતો તે પણ રદ કરવામાં આવ્યો છે."

શુભેન્દુ અધિકારીએ દરેક મૃતકના પરિવારજનોને 25 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી અને કહ્યું કે, દરેક પરિવારના એક સભ્યને નોકરી આપવામાં આવશે. સરકાર દરેક ઘાયલ વ્યક્તિનો તબીબી ખર્ચ ઉઠાવશે અને તેમને 5 લાખ રૂપિયાનું વળતર આપશે.

મોટા ભાગના મૃતકોમાં મહિલાઓ અને બાળકો હતાં. મુખ્યમંત્રીએ જાહેરાત કરી છે કે કૉલકાતા હાઈકૉર્ટના ન્યાયાધીશ આ મામલાની તપાસ કરશે.

કોલકાતા પોલીસની એએફએસ ટીમ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે. બેદરકારી માટે દોષી ઠરનારી કોઈ પણ વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.

પશ્ચિમ બંગાળમાં 58,000 દુર્ગાપૂજાનું આયોજન કરવામાં આવ્યું છે.

ફ્રાંસમાં હિંસક વિરોધપ્રદર્શન: સાડા પાંચ લાખ લોકો રસ્તા પર, 1200ની ધરપકડ

ફ્રાંસમાં હિંસક વિરોધ પ્રદર્શન: સાડા પાંચ લાખ લોકો રસ્તા પર ઉતર્યા, 1200 લોકોની ધરપકડ

શનિવારે ફ્રાન્સના અનેક શહેરોમાં મોંઘવારી અને શાળાઓની ખરાબ સ્થિતિ સામેના વિરોધ-પ્રદર્શન દરમિયાન હિંસા ફાટી નીકળી હતી.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ફ્રાન્સની સરકારના જણાવ્યા અનુસાર, દેશભરમાં લગભગ 5.5 લાખ લોકો રસ્તા પર ઊતર્યા હતા અને પોલીસે ઓછામાં ઓછા 1200 લોકોની ધરપકડ કરી હતી.

સાંજ સુધી રાજધાની પેરિસમાં અનેક સ્થળોએ પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે અથડામણ થઈ. પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે ટિયર ગૅસ અને વૉટર કૅનનનો પણ ઉપયોગ કર્યો હતો.

વિરોધ-પ્રદર્શનો દરમિયાન, રાજધાની સહિત અનેક વિસ્તારોમાં ઇમારતોને આગ ચાંપવામાં આવી હતી.

વિરોધ-પ્રદર્શનો દરમિયાન, ઘણાં શહેરોમાં લૂંટફાટ અને વ્યાપક તોડફોડના બનાવો નોંધાયા હતા.

ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુએ અહેવાલ આપ્યો હતો કે હિંસા દરમિયાન 150 પોલીસ અધિકારીઓ ઘાયલ થયા છે.

પેરિસમાં બપોરે માર્ચ મોટા ભાગે શાંતિપૂર્ણ દેખાતી હતી.

આ દરમિયાન, વિરોધ કરી રહેલા યુવાનોના એક ગ્રૂપે બીબીસી સાથે વાત કરતાં પોતાને શાંતિપૂર્ણ વિરોધ-પ્રદર્શનકારી ગણાવ્યા હતા.

તેમણે કહ્યું કે, તેઓ ફક્ત પરિવર્તન લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ કંઈ આગળ વધી રહ્યું નથી.

જોકે, જેમ-જેમ દિવસ આગળ વધતો ગયો, તેમ-તેમ કેટલાક સમૂહો દ્વારા રસ્તાઓ પર અને વાહનોને આગ ચાંપવાના બનાવો સામે આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન