ચોમાસામાં આ વર્ષે કેવો વરસાદ પડશે? ભારે વરસાદની કેટલી શક્યતા છે?

ચોમાસામાં આ વર્ષે કેવો વરસાદ પડશે? ભારે વરસાદની કેટલી શક્યતા છે?

આગામી ચોમાસું કેવું રહેશે ? એના વિશે ખેડૂતો અને સામાન્ય નાગરિકોને કૂતુહલ રહેતું હોય છે.

હોળીના તહેવાર દરમિયાન તેની ઝાળની દિશા ઉપરથી વરસાદ કેવો રહેશે, તેનો વરતારો આપતા હોય છે. આ પદ્ધતિ સંપૂર્ણ વૈજ્ઞાનિક નથી હોતી, છતાં તે કૌતુકને છત્તું કરે છે.

ત્યારે દેશની ખાનગી હવામાન સંસ્થા સ્કાયમૅટ દ્વારા આગામી ચોમાસા વિશે આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમના વાદળો વરસાદ લઈને આવતા હોય છે, જેની શરૂઆત કેરળથી થાય છે.

જૂન મહિનામાં કેરળમાં ચોમાસું બેસે એ પછી 15 જૂન આસપાસ સુધી ગુજરાત સુધી પહોંચતું હોય છે અને પાંચેક દિવસમાં આખા રાજ્ય ઉપર છવાઈ જતું હોય છે.

અત્રે એ યાદ રાખવું ઘટે કે બીબીસી સ્વતંત્ર રીતે હવામાનની આગાહી નથી કરતું. તે ભારતના હવામાન વિભાગ તથા અલગ-અલગ ખાનગી હવામાન સંસ્થા દ્વારા કરવામાં આવેલા વરતારાને તમારા સુધી પહોંચાડે છે.

ત્યારે આગામી ચોમાસું કેવું રહેશે, કેટલા ટકા વરસાદ પડશે અને ક્યારે વરસાદ પાડશે, તેના વિશે જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન