આર્ટેમિસ 2: ચંદ્રનું ચક્કર લગાવીને ધરતી પર પરત ફર્યા અવકાશયાત્રી, ત્યાં શું જોયું?

આર્ટેમિસ 2: ચંદ્રનું ચક્કર લગાવીને ધરતી પર પરત ફર્યા અવકાશયાત્રી, ત્યાં શું જોયું?

આર્ટેમિસ 2ના અવકાશયાત્રીઓ નવ દિવસથી વધુના પોતાના મિશનને પૂર્ણ કરી ધરતી પર સુરક્ષિત પરત ફર્યા ત્યારની આ ક્ષણ છે.

આવકાશત્રીઓને લઈ આવતું કૅપ્સૂલ ભારતીય સમય અનુસાર સવારે લગભગ સાડા પાંચ વાગ્યે પ્રશાંત મહાસાગરમાં 'સ્પ્લૅશ-ડાઉન' થયું.

આર્ટેમિસ 2ના આવકાશયાત્રીઓએ આ મિશન મામલે ઇતિહાસ રચ્યો અને ધરતીથી એટલું દૂર પહોંચ્યા જ્યાં માનવ ક્યારેય પહોંચ્યો નહોતો.

આ યાત્રા દરમિયાન આ સ્પેસક્રાફ્ટ પૃથ્વી થી 4 લાખ 6 હજાર 771 કિલોમીટર સુધી પહોંચ્યું હતું. આ અંતરિક્ષમાં માનવો દ્વારા સફર કરાયેલું સૌથી વધુ અંતર છે.

અવકાશયાત્રીઓ પોતાના સ્પેસક્રાફ્ટમાંથી સંપૂર્ણ સૂર્યગ્રહણ જોયા પછી પૃથ્વી તરફ પરત ફર્યા છે.

આ પહેલાં કમાન્ડર રીડ વાઇઝમૅને કહ્યું હતું કે આ મિશનમાં સામેલ ઓરાયન સ્પેસક્રાફ્ટના ચાલક દળે "એવા નજારા જોયા છે, જેને આજ સુધી કોઈ માનવે ક્યારેય જોયા નથી."

જ્યારે કે એક અન્ય અવકાશયાત્રી પાઇલટ વિક્ટર ગ્લોવરે કહ્યું કે તેમણે જે જોયું, તેને વર્ણવવા માટે "શબ્દો જ નથી."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન