ન્યૂ યૉર્ક, ન્યૂ જર્સી અને બૅંગકૉકમાં પૂરસમાન સ્થિતિ, તસવીરોમાં જુઓ ત્યાં કેવું બન્યું છે મુશ્કેલીભર્યું જીવન

ઇમેજ સ્રોત, Ryan Murphy/Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
અમેરિકાના ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં આવેલા શક્તિશાળી તોફાનને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
જોરદાર પવનો અને ભારે વરસાદના કારણે વીજ પુરવઠો તથા પરિવહન વ્યવસ્થા અસરગ્રસ્ત થઈ છે. ખરાબ હવામાનને કારણે સ્ટેડિયમોમાં યોજાનારા અનેક કાર્યક્રમો પણ રદ કરવામાં આવ્યા છે.
અમેરિકાની નૅશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, શનિવારે ન્યૂ યૉર્ક સિટી અને બૉસ્ટન સહિત અનેક વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાવા સાથે ભારે વરસાદ નોંધાયો હતો.
ન્યૂ યૉર્ક અને ન્યૂ જર્સીમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે. બંને રાજ્યોના કેટલાક દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વર્જિનિયાથી લઈને મેઈન રાજ્ય સુધી વરસાદ અને ઝડપી પવનો ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે.
લગભગ એક કરોડ લોકોને આ તોફાનની અસર થઈ છે. બીબીસીના અમેરિકાના પાર્ટનર સીબીએસ ન્યૂઝે જણાવ્યું છે કે બ્રૂક્લિનમાં ઝાડ પડવાને કારણે એક વ્યક્તિનું મોત થયું છે.
લગભગ દસ હજાર ઘરોમાં વીજળી જતી રહી છે.
આ તોફાનને કારણે 2,400 ફ્લાઇટ્સ મોડી છે અને 1,199 ફ્લાઇટ્સ રદ કરી દેવામાં આવી છે.
ન્યૂ જર્સીના સર્ફ સિટીમાં 26 સપ્ટેમ્બરના રોજ પૂરથી પ્રભાવિત રસ્તાઓ પર લોકો અવરજવર કરતા જોવા મળ્યા હતા, જેની તસવીરો પણ સામે આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, Ryan Murphy/Getty Images

ઇમેજ સ્રોત, Ryan Murphy/Getty Images

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ સ્રોત, AFP via Getty Images
થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકમાં પણ પૂરનું સંકટ

ઇમેજ સ્રોત, Sarot Meksophawannakul / THAI NEWS PIX / AFP via Getty Images
થાઇલૅન્ડની રાજધાની બૅંગકૉકમાં સતત ભારે વરસાદ બાદ પૂર સંબંધિત ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે.
ગુરુવારથી અત્યાર સુધી શહેરમાં 300 મિલીમીટર (લગભગ 12 ઇંચ)થી વધુ વરસાદ નોંધાયો છે, જેના કારણે અનેક રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે.
બૅંગકૉક મૅટ્રોપોલિટન ઑથોરિટીએ રવિવારે જણાવ્યું કે વરસાદ હાલમાં બંધ થઈ ગયો છે, પરંતુ શહેરની નહેરોમાં પાણીનું સ્તર હજુ પણ ઘણું ઊંચું છે. શહેરના ગવર્નરે ચેતવણી આપી છે કે પૂરનું જોખમ હજી સંપૂર્ણપણે ટળ્યું નથી.
વહીવટી તંત્રે લોકોને શક્ય હોય ત્યાં સુધી ઘરોમાં જ રહેવાની અપીલ કરી છે. સાથે જ નહેરોની આસપાસ રહેતા લોકોને પોતાનો જરૂરી સામાન ઉપરના માળે ખસેડવાની સલાહ આપવામાં આવી છે.
થાઇલૅન્ડમાં આ ઋતુ દરમિયાન સામાન્ય રીતે ગાજવીજ સાથે વરસાદ પડે છે, પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં પડેલા અતિ ભારે વરસાદે બૅંગકૉકની ડ્રેનેજ વ્યવસ્થા પર ભારે દબાણ ઊભું કર્યું છે.
તેના પરિણામે શહેરની પહેલેથી જ વ્યસ્ત રહેલી માર્ગવ્યવસ્થા પર ગંભીર અસર પડી છે અને ટ્રાફિકની સમસ્યાઓમાં વધારો થયો છે.

ઇમેજ સ્રોત, Sarot Meksophawannakul / THAI NEWS PIX / AFP via Getty Images

ઇમેજ સ્રોત, Sarot Meksophawannakul / THAI NEWS PIX / AFP via Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























