'આંખે પાટો બાંધ્યો, હાથ બાંધ્યા, કપડાં ઉતારી તેના પર આગ ચાંપી', 'બૉન્ડેજ સેક્સ'ની રીતથી મહિલા પર તેના પ્રેમીની હત્યાનો આરોપ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગ્લુરુથી બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 3 મિનિટ
(ચેતવણી: આ અહેવાલની કેટલીક વિગતો વિચલિત કરી શકે છે.)
બેંગલુરૂની એક મહિલા પર આરોપ છે કે તેમણે 'સારો સમય પસાર કરવાનો' વાયદો કરીને પોતાના પ્રેમીને ઘરે બોલાવ્યા અને તેમના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી. એ બાદ પ્રેમીનું મૃત્યુ થઈ ગયું.
સ્થાનિક પોલીસ અનુસાર, પ્રેમા અને કિરણ એક મોબાઇલ સર્વિસ કંપનીમાં સાથે કામ કરતાં હતાં. એ દરમિયાન બંનેની મિત્રતા થઈ અને ગત લગભગ એક વર્ષથી બંને એકબીજા સાથે રિલેશનશિપમાં રહ્યાં, પરંતુ પાછલા અમુક મહિનામાં તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી.
બૅંગ્લુરુ (ઉત્તર-પશ્ચિમ)ના ડેપ્યુટી પોલીસ કમિશનર નાગેશ ડીએલે બીબીસીને જણાવ્યું, "પ્રેમાને લાગતું હતું કે કિરણ તેનાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. અસલ કારણ વિસ્તારપૂર્વકની પૂછપરછ બાદ જ ખબર પડી શકશે."
પોલીસ પ્રમાણે, પ્રેમાએ કથિતપણે કિરણને બયાદરહલ્લી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અંજનનગરસ્થિત પોતાના ઘરે બોલાવ્યા. એ દરમિયાન પ્રેમાનાં માતા અને ભાઈ કામ પર જઈ ચૂક્યાં હતાં.
પોલીસે જણાવ્યું કે કિરણના આવતાં જ પ્રેમાએ તેની આંખ પર પાટો બાંધ્યો. તેના હાથ બાંધી દીધા અને કપડાં ઉતારી દીધાં. એ બાદ તેના પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી દીધી.
પોલીસ આને "પૂર્વાયોજિત હત્યા" માની રહી છે.
શું મહિલાએ આ ઘટનાનો વીડિયો મોબાઇલમાં રેકૉર્ડ કર્યો હતો કે કેમ? આના જવાબમાં નાગેશ ડીએલે સ્પષ્ટતા કરતાં કહ્યું "આ ઘટનાનો કોઈ વીડિયો નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમને પૂછવામાં આવ્યું હતું કે શું મહિલાએ તેને પોતાના મોબાઈલમાં રેકૉર્ડ કર્યો હતો કે નહીં.
એક નાની ઇમારતના બીજા માળે આવેલા ઘરમાં આગ લાગતાં પાડોશીઓએ ડોલ ભરી ભરીને પાણી નાખ્યું. પરંતુ આગ કાબૂમાં ન આવતાં અગ્નિશામક દળ અને પોલીસને જાણ કરાઈ હતી.
શરૂઆતમાં પોલીસને કહેવાયું કે કિરણે આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પરંતુ બાદમાં આરોપીની પૂછપરછ દરમિયાન પોલીસે પુષ્ટિ કરી કે આ હત્યાનો મામલો હતો.
એફઆઇઆરમાં કહેવાયું છે કે કિરણના પિતા નરસિમ્હાયાને તુમકુરુ જિલ્લાના ચિક્કનાયકાનહલ્લીસ્થિત પોતાના ગામડેથી આવવાનું હોઈ કેસ દાખલ થવામાં મોડું થયું.
એફઆઇઆરમાં એવુ પણ જણાવાયું છે કે પ્રેમાએ કિરણની 'હત્યા' કરવાનો નિર્ણય એટલા માટે લીધો, કારણ કે મૃતક તેમની સાથે લગ્ન નહોતા કરવા માગતા.
જે હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ થયું, ત્યાં નરસિમ્હાયાએ પત્રકારોને કહ્યું કે તેમણે પોતાના પુત્રને ખૂબ પ્રેમપૂર્વક ઉછેર્યા હતા.
તેમણે કહ્યું, "મેં ક્યારેય તેને માર નહોતો માર્યો. અમે તેને ત્યાં એ સારું ભવિષ્ય બનાવશે એ આશામાં બૅંગ્લુરુ મોકલ્યો હતો."
જ્યારે પ્રેમાના ભાઈ ગિરિશંકરે સંવાદદાતાઓ સાથે વાતચીતમાં કહ્યું હતું કે, "મારે મોટી બહેનને ત્યાં જવાનું હતું, એટલે ત્યાં જવા નીકળી ગયો હતો. આગ લાગવા વિશે જાણકારી મળી તો હું ભાગીને જોવા માટે આવ્યો કે મારી બહેન સુરક્ષિત છે કે નહીં. મારી બહેન અને એ અંગત મિત્રો હતા."
બીડીએસએમ શું છે અને કેમ અનસેફ મનાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
મામલાની તપાસ કરતા પોલીસે આ હત્યા બીડીએસએમ સાથે સંકળાયેલી હોવાની આશંકા પણ વ્યક્ત કરી છે. આ હત્યા બાદ લોકો ઇન્ટરનેટ પર 'બૉન્ડેજ સેક્સ' અંગે સર્ચ કરી રહ્યા છે.
કોઈ પુરુષ કે મહિલાને બાંધવાં એ યૌન વ્યવહારનો ભાગ મનાય છે, જેને બીડીએસએમ (બૉન્ડેજ, ડિસિપ્લિન, ડૉમિનેન્સ, સેડિઝ્મ અને મેસોચિઝ્મ) કહેવાય છે.
તેમાં સંમતિની કલ્પનાઓના આધારે ભૂમિકા ભજવનારા યૌન વ્યવહાર પણ સામેલ હોય છે.
આ વિષય હોલીવૂડ ફિલ્મ 'ફિફ્ટી શેડ્સ ઑફ ગ્રે' બાદ વધુ ચર્ચામાં આવ્યો.
ગત વર્ષે તામિલનાડુના હોસુરમાં એક મામલામાં જિમ ટ્રેનરે પોલીસને જણાવ્યું હતું કે "બૉન્ડેજ સેક્સ" દરમિયાન તેમનાં પત્નીના નાકમાંથી લોહી વહેવા લાગ્યું, જે બાદ તેઓ તેમને હૉસ્પિટલ લઈ ગયાં.
પરંતુ પોલીસ તપાસમાં સામે આવ્યું કે આ જિમ ટ્રેનરે પત્નીના હાથપગ બાંધીને કપડાં વડે તેમનું ગળું દબાવી દીધું. બાદમાં આરોપીની ધરપકડ કરી લેવાઈ.
જણાવાયું હતું કે પતિ જિમ ચલાવતા જ્યારે પત્ની પ્લે-સ્કૂલ ચલાવતાં હતાં.
પત્નીના પિતાએ આરોપ લગાવ્યો હતો કે જમાઈ દહેજ માટે તેમની દીકરીને પરેશાન કરતા હતા. આના કારણે બંને વચ્ચે ઝઘડા થતા. તેમનાં બે બાળક પણ છે.
સમગ્ર વિશ્વમાં આવા ઘણા મામલામાં હત્યાના આરોપીએવો દાવો કરે છે કે મોત બીડીએસએમ દરમિયાન થયું. આવા મામલા "ફિફ્ટી શેડ્સ ડિફેન્સ" તરીકે પણ ઓળખાવા લાગ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























