ગુજરાત બોર્ડનું ધોરણ 12નું પરિણામ જાહેર, વિજ્ઞાન પ્રવાહનું 84.33 ટકા, જાણો કેવી રીતે જોઈ શકાશે?

બીબીસી ગુજરાતી ધોરણ 10 ધોરણ 12 પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ વિદ્યાર્થી રિઝલ્ટ એસએસસી ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નાં પરિણામની તારીખો જાહેર, જાણો પરિણામ કેવી રીતે જોઈ શકાશે?
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત હાયર સેકન્ડરી ઍજ્યુકેશન બોર્ડ (જીએચએસઇબી)નું ધોરણ 12નું પરિણામ આજે જાહેર થઈ ગયું છે. આ પરિણામ gseb.org પર જોઈ શકો છો.

મુખ્ય પરીક્ષા-2026ની ઉચ્ચતર માધ્યમિક શાળાની પરીક્ષા સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર થયું છે.

રાજ્યનું ધોરણ-12 સામાન્ય પ્રવાહનું પરિણામ 92.71 % અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 84.33 ટકા આવ્યું છે.

ગુજરાત બોર્ડની ધો. 12ની પરીક્ષા તારીખ 26 ફેબ્રુઆરીથી 18 માર્ચ દરમિયાન લેવાઈ હતી.

આ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 4,36,572 નિયમિત ઉમેદવારો નોધાયા હતા, જે પૈકી 4,35,102 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 4,03,362 પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.

વિજ્ઞાનપ્રવાહની જાહેર પરીક્ષામાં કુલ. 156 કેન્દ્રો ઉપર 1,18,973 પરીક્ષાર્થી નોંધાયેલ હતા.

તે પૈકી 1,18,256 પરીક્ષાર્થી ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિયમિત વિદ્યાર્થીઓ 1,11,270 હતા, તે પૈકી 1,11,090 પરીક્ષાર્થીઓ ઉપસ્થિત રહેલ હતા. તે પૈકી 93,678 પરીક્ષાર્થીઓ "પ્રમાણપત્ર મેળવવાને પાત્ર" થયેલા છે.

ધોરણ-12ના વિદ્યાર્થીઓને ફેબ્રુઆરી-માર્ચ 2026ની પરીક્ષાના પરિણામ બાદ તમામ વિષયોમાં પરિણામ સુધારણા માટેની તક મળે તે માટે પૂરક પરીક્ષા યોજાશે. પરીક્ષાર્થીઓને "બેસ્ટ ઑફ ટુ" (બંને પૈકી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે)નો લાભ મળશે.

દર વર્ષની જેમ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ શાળામાંથી માર્કશીટ મળે તે અગાઉ પોતાની સીટ નંબરનો ઉપયોગ કરીને જીએસઇબીની સત્તાવાર વેબસાઇટ પરથી તેમનું પરિણામ જાણી શકશે.

ધોરણ 10 અને 12નું પરિણામ કેવી રીતે જોવું?

બીબીસી ગુજરાતી ધોરણ 10 ધોરણ 12 પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ વિદ્યાર્થી રિઝલ્ટ એસએસસી ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નાં પરિણામની તારીખો જાહેર, જાણો પરિણામ કેવી રીતે જોઈ શકાશે?
ઇમેજ કૅપ્શન, જીએસઈબીની વેબસાઈટ પર ટૂંક સમયમાં પરિણામ આવી શકે છે.

ગુજરાત બોર્ડના 12ના વિદ્યાર્થીઓ ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડની વેબસાઇટ gseb.org પર જઈને પોતાના સીટ નંબર એન્ટર કરીને પરિણામ જાણી શકે છે.

તેના માટે આ મુજબની પ્રક્રિયા કરવાની રહેશેઃ

  • સૌથી પહેલાં gseb.org પર જાવ
  • અહીં HSC Result 2026 પર ક્લિક કરો
  • અહીં તમારા સીટ નંબર દાખલ કરો
  • સબમિટ પર ક્લિક કરો
  • તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
  • તમે પરિણામનો સ્ક્રીનશૉટ લઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો

ધોરણ 10 અને 12 માટે વિદ્યાર્થીઓના 6 આંકડાના સીટ નંબર હોય છે.

આ ઉપરાંત એસએમએસ અને વૉટ્સઍપ (6357300971) નંબરથી પણ પરિણામ જાણી શકાય છે.

જેમ કે એસએસસી (ધોરણ 10,12)નું પરિણામ જાણવું હોય તો HSC કે SSC (Seat Number) લખીને 56263 પર એસએમએસ મોકલવાનો રહેશે. જ્યારે ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીએ GJ12S (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીએ GJ12G (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે.

બીબીસી ગુજરાતી ધોરણ 10 ધોરણ 12 પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ વિદ્યાર્થી રિઝલ્ટ ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નાં પરિણામની તારીખો જાહેર, જાણો પરિણામ કેવી રીતે જોઈ શકાશે?એસએસસી
ઇમેજ કૅપ્શન, ગયા વર્ષે ધોરણ 10 અને 12માં 83 ટકા કરતા વધારે પરિણામ આવ્યું હતું.

2025માં કેવું પરિણામ આવ્યું હતું?

બીબીસી ગુજરાતી ધોરણ 10 ધોરણ 12 પરિણામ ગુજરાત શિક્ષણ બોર્ડ વિદ્યાર્થી રિઝલ્ટ એસએસસી ગુજરાત બોર્ડનું ધોરણ 10 અને 12નાં પરિણામની તારીખો જાહેર, જાણો પરિણામ કેવી રીતે જોઈ શકાશે?
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

2025માં ગુજરાત બોર્ડના 83 ટકાથી વધારે વિદ્યાર્થીઓ 10મા ધોરણની પરીક્ષામાં પાસ થયા હતા. જ્યારે ધોરણ 12 સાયન્સમાં પાસ થનારાની ટકાવારી 83.51 ટકા હતી. સામાન્ય પ્રવાહનું 93 ટકા કરતાં વધારે પરિણામ આવ્યું હતું.

પરિણામ જાહેર થયા બાદ પરીક્ષા પછીનું વેરિફિકેશન કરાવવા, પેપર વેરિફિકેશન, નામમાં સુધારા, ગુણનો અસ્વીકાર, નવેસરથી પરીક્ષા આપવા અંગે એક પરિપત્ર બહાર પાડવામાં આવશે અને શાળાને મોકલવામાં આવશે.

ધોરણ 12નું બોર્ડની પરીક્ષાનું પરિણામ વિદ્યાર્થીઓની કારકિર્દી નક્કી કરવામાં સૌથી મહત્ત્વનું હોય છે. ધોરણ 12 પછી પ્રોફેશનલ કોર્સ માટે અરજી કરવામાં આવતી હોય છે. તેની સાથે સાથે વિદ્યાર્થીઓ જેઇઇ, નીટ અને ગુજકેટ જેવી પ્રવેશ પરીક્ષાઓ પણ આપે છે.

ગુજરાતમાં એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે બોર્ડની પરીક્ષાના ગુણને 60 ટકા વેઇટેજ અપાય છે જ્યારે ગુજકેટના પરિણામને 40 ટકા વેઇટેજ મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન