યુરોપમાં ગરમીના કારણે '1,300 લોકોનાં મોત' થયાં, જર્મનીનું તાપમાન રેકૉર્ડ 41.7C સુધી નોંધાયું, કેમ પડી રહી છે આટલી ગરમી?

ડબ્લ્યુએચઓ, જર્મની, યુરોપ, ગરમી, તાપમાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Annice Lyn/Getty Images

    • લેેખક, નીલ મર્ફી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ)ના વડાના મતે, ઉનાળાની શરૂઆતમાં ભયાનક ગરમીની લહેર યુરોપમાં સેંકડો મૃત્યુ માટે જવાબદાર હોઈ શકે છે.

રવિવારે સમગ્ર યુરોપમાં તાપમાનના રેકૉર્ડ ફરી તૂટી ગયા હતા. જેમાં જર્મની, પોલૅન્ડ અને ચેક રિપબ્લિક સામેલ છે તેનું કારણ છે ભીષણ ગરમી પૂર્વ તરફ આગળ વધતી રહી હતી.

ઍક્સ પરની એક પોસ્ટમાં, ડબ્લ્યુએચઓના વડા ટેડ્રોસ અધનોમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે 21 જૂન સુધીમાં યુરોપમાં ઊંચા તાપમાનને કારણે 1300થી વધુ લોકોનાં મૃત્યુ નોંધાયાં છે.

તેમણે કહ્યું "હીટ સ્ટ્રેસને ઘણીવાર 'સાયલેન્ટ કિલર' પણ કહેવામાં આવે છે અને યુરોપમાં આવેલાં ઘરો, ઑફિસો અને શાળાઓ આ તાપમાનને અનુરૂપ બનાવવામાં આવ્યાં નથી"

રવિવારે સવારે ફ્રાન્સના રાષ્ટ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારથી અત્યાર સુધીમાં દેશમાં અંદાજે એક હજારથી વધુ લોકોનાં મોત થયાં છે, જે સામાન્ય કરતાં વધારે છે.

એજન્સીએ જણાવ્યું કે, મૃત્યુ પામેલા લોકોમાં મોટાભાગના 65 વર્ષથી વધુ ઉંમરના વડીલો છે. આ સાથે જ ઘરમાં જ મૃત્યુ પામતા લોકોની સંખ્યામાં પણ 40 ટકાનો વધારો જોવા મળ્યો છે.

ટેડ્રોસે ચેતવણી આપતા કહ્યું "યુરોપ પૃથ્વી પર સૌથી ઝડપથી ગરમ થતો ખંડ છે, જે વૈશ્વિક સરેરાશ કરતાં બમણા દરે ગરમ થાય છે."

તેમણે ઉમેર્યું કે "આખા ખંડમાં લાખો લોકો અત્યારે અસહ્ય ગરમીનો સામનો કરી રહ્યા છે."

"સેંકડો લોકોનાં મોત થયાં છે, શાળાઓ બંધ છે અને વીજળીની લાઇનો (ગ્રીડ) ખોરવાઈ રહી છે."

ડબ્લ્યુએચઓ, જર્મની, યુરોપ, ગરમી, તાપમાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

પ્રારંભિક માહિતી દર્શાવે છે, રવિવારે જર્મનીએ દેશના પૂર્વ ભાગમાં 41.7C તાપમાન નોંધાયું હતું.

આ સાથે જ જર્મનીમાં સતત ત્રણ દિવસ સુધી પડેલી ગરમીના કારણે તે અત્યાર સુધીનો સૌથી ગરમ દિવસ રહયો છે.

પોલૅન્ડની સરહદ નજીક પૂર્વ બ્રાન્ડેનબર્ગના કોશેનમાં એક સ્ટેશન પર સ્થાનિક સમય મુજબ સાંજે ચાર વાગ્યે 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

હવામાન સંસ્થા સીએચએમઆઈએ જણાવ્યું હતું કે, ચેક રિપબ્લિકમાં સતત બીજા દિવસે ગરમીનો નવો રેકૉર્ડ બન્યો છે. ત્યાં પ્રાગ શહેરની ઉત્તરે આવેલા ડોકસાનીમાં 41.1C તાપમાન નોંધાયું હતું.

સીએચએમઆઈએ જણાવ્યું હતું કે રવિવારે ગરમી ચરમસીમાએ પહોંચવાની અપેક્ષા છે અને પછી પશ્ચિમી વિસ્તારોમાં વાવાઝોડાની આગાહી છે.

રવિવારે ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેટિઓરોલૉજી ઍન્ડ વૉટર મૅનેજમેન્ટ (આઈએમજીડબલ્યુ)ના પ્રવક્તાએ એએફપી ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે પોલૅન્ડમાં પણ ગરમીનો અત્યાર સુધીનો રેકૉર્ડ તૂટી ગયો છે. ત્યાં સ્લુબિસે શહેરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

યુરોપ સૌથી વધુ ઝડપથી ગરમ થતો પ્રદેશ?

ડબ્લ્યુએચઓ, જર્મની, યુરોપ, ગરમી, તાપમાન, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટેડ્રોસે જણાવ્યું કે, આ ભયંકર ગરમી માટે ક્લાઇમેટ ચેન્જ જવાબદાર છે. તેમણે ચેતવણી પણ આપી કે યુરોપમાં દુનિયાના સરેરાશ દર કરતાં "બમણી ઝડપે" ગરમી વધી રહી છે.

તેમણે કહ્યું, "ક્લાઇમેટ ચેન્જ અને ગ્લોબલ વૉર્મિંગના કારણે જવલ્લે જોવા મળતી આવતી ગરમીની લહેર હવે લગભગ દર વર્ષે જોવા મળી રહી છે"

આ ભયંકર ગરમીને કારણે લોકો બીમાર ન પડે તે માટે યુરોપની સરકારોએ ખૂબ જ અસરકારક પગલાં ભરવાં પડ્યાં છે.

ગુરુવારે, ભારે ગરમીને લીધે કોડ રેડ ચેતવણીને પગલે ડચ સંગીત ઉત્સવ ડીફ્કોન.1 રદ કરવામાં આવ્યો હતો.

પેરિસમાં અધિકારીઓએ જાહેરમાં ટેકઅવે દારૂ પીવા પર પ્રતિબંધ મૂક્યો અને ઇમરજન્સી સેવાઓ પરનું દબાણ ઘટાડવા માટે શહેરની પ્રાઇડ માર્ચ પણ રદ કરી દીધી છે.

આ પ્રતિબંધ શુક્રવારે સ્થાનિક સમય મુજબ બપોરે ફ્રાન્સની નૉર્વે સાથેની વિશ્વકપ મૅચ પહેલાં લેવાયો હતો અને રવિવાર સવાર સુધી ચાલુ રહ્યો હતો.

ગૃહમંત્રી લૉરેન્ટ નુનેઝના જણાવ્યા અનુસાર, ગરમીની શરૂઆતથી અત્યાર સુધીમાં ફ્રાન્સમાં ઓછામાં ઓછા 74 લોકો ડૂબી જવથી મૃત્યુ પામ્યા છે.

તેમણે શનિવારે લે પેરિસિયન અખબારને જણાવ્યું હતું કે મોટાભાગના મૃત્યુ નદીઓ, તળાવો અને તળાવો જેવાં બિન-નિરીક્ષણ કરાયેલાં જળાશયોમાં થયાં છે.

જૂન મહિનામાં પડેલી આ રેકૉર્ડબ્રેક હીટવેવ માટે "હીટ ડોમ" અસરને જવાબદાર ઠેરવવામાં આવી છે.

આવી સ્થિતિમાં આકાશમાંથી હવા નીચે તરફ દબાય છે અને જ્યારે તે જમીન સાથે અથડાય છે ત્યારે વધુ સંકોચાઈને ગરમ થઈ જાય છે.

નીચે આવતી આ હવા એકદમ સૂકી હોય છે, જેના કારણે આકાશમાં વાદળો બંધાતાં નથી. પરિણામે ભીષણ તડકો જમીનને હજુ વધારે ગરમ કરી મૂકે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન