ગુજરાતનું એવું ગામ જ્યાં 'મચ્છરો'ના ત્રાસથી કોઈ દીકરી નથી આપતું, મહેમાનો રાત રોકાતા નથી

વીડિયો કૅપ્શન, ગુજરાતનું એક એવું ગામ જ્યાં 'મચ્છરો'ના કારણે કોઈ દીકરી નથી આપતું
ગુજરાતનું એવું ગામ જ્યાં 'મચ્છરો'ના ત્રાસથી કોઈ દીકરી નથી આપતું, મહેમાનો રાત રોકાતા નથી

ગુજરાતનું આ ગામ અત્યારે એક અજીબોગરીબ કહી શકાય તેવી સમસ્યાનો સામનો કરી રહ્યું છે.

આ ગામમાં મચ્છરોનો ત્રાસ એટલો બધો વધી ગયો છે કે ન કેવળ માણસો, પરંતુ પશુઓને પણ તેના કારણે હેરાનગતિ થાય છે.

મચ્છરોના ત્રાસને કારણે આ ગામમાં કોઈ દીકરી આપવા તૈયાર ન થતું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. ગામલોકોનું કહેવું છે કે કોઈ મહેમાનમાં પણ ગામમાં રાત રોકાવા રાજી નથી. મહેમાન આવે અને પાંચ વાગ્યે એટલે ભાગી જાય છે.

ગામલોકોનું કહેવું છે કે આ મચ્છરો ગંદાં પાણી અને જળકુંભી એટલે કે ગાંડી વેલના કારણે મચ્છરોનો ત્રાસ વધ્યો છે. તેઓ ઘણાં વરસોથી આવો ત્રાસ સહન કરી રહ્યા છે.

તેમનું કહેવું છે કે ક્યાંય રહેવાતું નથી. સાંજના સમય પછી મચ્છરોનો એટલો ત્રાસ વધી જાય છે કે વાત ન પૂછો. મચ્છરોને કારણે છોકરાં પણ બીમાર પડી જાય છે. લોકોનું કહેવું છે કે તેમની કમાણી દવામાં ખર્ચાઈ જાય છે.

એટલું જ નહીં પ્રાણીઓને પણ મોટી મોટી મચ્છરદાનીમાં રાખવા પડે છે.

આ સમસ્યા ક્યાંની છે, લોકો મચ્છરો સામે ઢોરોની સુરક્ષા કેવી રીતે કરે છે તથા તંત્ર વિશે શું કહે છે, જાણો આ વીડિયોમાં.

મચ્છરનો ત્રા, ડેંગ્યુ, મલેરિયા, રાજકોટના સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images/bbc

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન