પ્રેમ ચોપડા : દિલમાં હીરો બનવાનાં સપનાં છતાં કઈ રીતે વિલન બનીને આ અભિનેતાએ 'ક્રાંતિ' કરી

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Kirti Rawat

ઇમેજ કૅપ્શન, અભિનેતા પ્રેમ ચોપડા બીબીસીના શો 'કહાની જિંદગી કી'માં ઉપસ્થિત થયા હતા ત્યારની તસવીર
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

હિંદી ફિલ્મી દુનિયામાં ખલનાયક તરીકે પોતાની ઓળખ ઊભી કરનાર પ્રેમ ચોપડા હીરો બનવા માટે મુંબઈ આવ્યા હતા, પરંતુ નસીબમાં કંઈક બીજું જ લખાયું હતું.

પ્રેમ ચોપડાએ આમ જુઓ તો સેંકડો ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ 'ઉપકાર', 'શહીદ', 'દો રાસ્તે', 'પૂરબ ઔર પશ્ચિમ' અને 'બૉબી' જેવી ફિલ્મોએ તેમને નામના અપાવી.

ફિલ્મોમાં સંઘર્ષ દરમિયાન પ્રેમ ચોપડાએ ચાર વર્ષ સુધી 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના સર્ક્યુલેશન વિભાગમાં કામ કર્યું.

1960થી લઈને 70ના દાયકામાં બોલીવુડ અને હિંદી ફિલ્મોના ચર્ચિત ખલનાયક રહેલા પ્રેમ ચોપડાએ બીબીસી હિંદીની ખાસ પ્રસ્તુતિ 'કહાની જિંદગી કી'માં પોતાના જીવનનાં પાસાં વિશે અમારા સહયોગી ઇરફાન સાથે વાત કરી.

પ્રેમ ચોપડાની પંજાબીથી હિંદી ફિલ્મો સુધીથી સફર

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રેમ ચોપડાની પહેલી પંજાબી ફિલ્મનું નામ 'ચૌધરી કરનૈલસિંહ' હતું

લાહોરમાં જન્મેલા પ્રેમ ચોપડા જણાવે છે કે ભારત–પાકિસ્તાન ભાગલાની પહેલાં જ તેમનો પરિવાર ભારત આવી ગયો હતો. તેમનું બાળપણ હિમાચલ પ્રદેશના પાટનગર શિમલામાં વીત્યું.

પ્રેમ ચોપડા કહે છે, "મારા પિતા ઘણી વાર કહેતા હતા કે તું ખૂબ જ અસુરક્ષિત પ્રોફેશનને મહત્ત્વ આપી રહ્યો છે; ન આપીશ. તું આઇએએસ કે ડૉક્ટર બન. તું ખૂબ સારો સ્ટુડન્ટ રહ્યો છે."

તેઓ કહે છે, "ઇન્ટર કૉલેજ દરમિયાન સ્ટેજ પર કામ કરતાં મને ઘણા એવૉર્ડ મળ્યા. એટલે મેં મારા પિતાને કહ્યું કે હું ત્યાં (મુંબઈ) જઈને જરૂર પ્રયત્ન કરીશ. ત્યારે તેમણે કહ્યું કે ઠીક છે, આ તારું જીવન છે."

પ્રેમ ચોપડાના પરિવારમાંથી તેમના મોટાભાઈએ પણ ફિલ્મીજગતમાં એક પ્રોડ્યૂસર તરીકે પોતાનું નસીબ અજમાવી જોયું હતું, પરંતુ તેમને સફળતા ન મળી.

તેમની પહેલી ફિલ્મ પંજાબી હતી, જેનું નામ 'ચૌધરી કરનૈલસિંહ' હતું. આ ફિલ્મ બનાવવામાં લગભગ ત્રણ વર્ષનો સમય લાગ્યો. આ ફિલ્મ ભારત–પાકિસ્તાનના ભાગલા પર આધારિત હતી.

પ્રેમ ચોપડા જણાવે છે કે આ ફિલ્મને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.

ફિલ્મોમાં કામ કરવા માટે તે દિવસોમાં પ્રેમ ચોપડા ઘણી વાર બહાનું કરીને ઑફિસમાંથી રજા લઈ લેતા હતા.

તેમણે જણાવ્યું કે નોકરી દરમિયાન પણ તેમણે કેટલીક ફિલ્મોમાં કામ કર્યું, જેમાં 'શહીદ', 'વો કૌન થી', 'મંજિલ' અને 'સગાઈ' જેવી ફિલ્મો સામેલ છે.

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમ ચોપડા પોતાની સફળતાનો શ્રેય મનોજકુમારને આપે છે.

તેમણે કહ્યું, "સાચો બ્રેક મને મનોજકુમારની ફિલ્મ 'ઉપકાર'થી મળ્યો. 'ઉપકાર'માં બે ભાઈઓની કહાની હતી. મારું પાત્ર તેમાં નૅગેટિવ હતું. ફિલ્મ 'શહીદ'માં પણ અમે બંનેએ સાથે કામ કર્યું હતું. મેં સુખદેવનું પાત્ર ભજવ્યું અને તેમણે ભગતસિંહનું."

'ઉપકાર' ફિલ્મની સફળતા પછી પ્રેમ ચોપડાએ જાતે જ નોકરી છોડી દીધી.

એક પાત્રએ કઈ રીતે પ્રેમ ચોપડાની ફિલ્મી છબિ નક્કી કરી

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Prem Chopra

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પ્રેમ ચોપડાની અભિનય કરિયરમાં ઘણા વળાંક આવ્યા, પરંતુ કેટલીક મુલાકાતો અને કેટલાક નિર્ણયો એવાં હતાં જેણે તેમની સંપૂર્ણ છાપને હંમેશાં માટે સ્થાપિત કરી દીધી.

તેમની ફિલ્મી કૅરિયરમાં એવી જ એક ક્ષણ ત્યારે આવી, જ્યારે તેમની મુલાકાત નિર્માતા–નિર્દેશક મહબૂબ ખાન સાથે થઈ.

પ્રેમ ચોપડા જણાવે છે, "મહબૂબ સાહેબે મને કહ્યું કે તું બેસી રહે, હું તને બ્રેક આપીશ. તારામાં ક્ષમતા છે. તે સમયે તેમની ફિલ્મ 'મધર ઇન્ડિયા' રિલીઝ થઈ હતી. ત્યાર પછી તેમની 'સન ઑફ ઇન્ડિયા' આવી હતી, જે ખાસ ચાલી નહીં. 'સન ઑફ ઇન્ડિયા' પછી તેમણે મને પોતાની પાસે બોલાવીને કહ્યું કે હું મારી આગામી ફિલ્મ માટે તૈયારી કરી રહ્યો છું."

તેના થોડા સમય પછી જ્યારે પ્રેમ ચોપડાની ફિલ્મ 'વો કૌન થી' રિલીઝ થઈ અને તે એક મોટી હિટ ફિલ્મ સાબિત થઈ.

બીબીસી હિંદી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે તેમની આ ફિલ્મનો પ્રીમિયર શો દિલ્હીમાં થયો હતો. આ પ્રીમિયરમાં મહબૂબ ખાન ચીફ ગેસ્ટ તરીકે આવ્યા હતા.

પ્રેમ ચોપડા યાદ કરે છે, "તેમણે તે સમયે મને કહ્યું કે મેં તને કહ્યું હતું કે કોઈ આડાંઅવળાં કામ ન કરતો. તને હું હીરોનું પાત્ર આપવાનો હતો. હવે તેં વિલનનો રોલ કર્યો અને ફિલ્મ હિટ થઈ ગઈ છે. તેં ખૂબ જ સારો રોલ કર્યો છે. હવે તું જિંદગીભર માટે વિલન જ બની જઈશ."

'પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા' – જ્યારે એક ડાયલૉગ ઓળખ બની ગયો

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Premchopra

'પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા', આ માત્ર એક ડાયલૉગ નહોતો, આ ડાયલૉગે તેમના પાત્રને એક નવી ઓળખ આપી.

પ્રેમ ચોપડા જણાવે છે કે "આઇડિયા રાજ કપૂરનો હતો."

તેઓ કહે છે, "પુણેમાં ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું. રાજ કપૂરે મને સીન સમજાવ્યો કે આ અખબારમાં ન્યૂઝ આવ્યા છે કે એક છોકરી કે છોકરો ઘરેથી ભાગી ગયો છે અને તારે છોકરીનો હાથ પકડીને બોલવાનું છે 'પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા'."

તેઓ આગળ કહે છે, "ફિલ્મનું પ્રીમિયર દિલ્હીમાં થયું. પ્રીમિયર શો પૂરો થતાં જ બહાર નીકળી રહેલા દર્શકોની જીભે એક જ ડાયલૉગ હતો, 'પ્રેમ નામ હૈ મેરા, પ્રેમ ચોપડા'."

આ ડાયલૉગ હકીકતમાં જેમ્સ બૉન્ડની પ્રસિદ્ધ શૈલી "માય નેમ ઇઝ બૉન્ડ, જેમ્સ બૉન્ડ"થી પ્રેરિત હતો.

ત્યાર પછી ફિલ્મોમાં પ્રેમ ચોપડાનાં પાત્રો માટે વન-લાઇનર ડાયલૉગ્સ લખાવા લાગ્યા.

જેમ કે, ફિલ્મ 'સૌતન'માં 'મૈં વો બલા હૂં જો શીશે સે પત્થર તોડતા હૂં' ઔર ફિલ્મ 'ક્રાંતિ'માં 'શંભૂ કા દિમાગ દોધારી તલવાર હૈ'.

દિલીપકુમાર, પ્રાણ અને દેવ આનંદ

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમ ચોપડા માત્ર વિલન તરીકે જ નહીં, પરંતુ તેમના અનુભવો અને સહ-કલાકારો પ્રત્યેના સન્માન માટે પણ જાણીતા છે.

પ્રેમ ચોપડાએ જણાવ્યું કે, કૉલેજના સમયથી જ દિલીપકુમાર તેમના રોલ મૉડલ હતા.

તેઓ કહે છે, "જ્યારે બી.આર. ચોપડાસાહેબે મને ફિલ્મ 'દાસ્તાન'ની ઑફર કરી અને મને યુસુફસાહેબની સાથે કામ કરવાની તક મળી, તો તે મારા માટે સપનું સાચું પડવા જેવું હતું. તેઓ ખૂબ ઉત્તમ કલાકાર જ નહીં, એક અત્યંત ઉમદા વ્યક્તિ પણ હતા."

પ્રેમ ચોપડા, અભિનય, બૉલીવુડ, વિલેન, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રેમ ચોપડાને દેવ આનંદની ઍનર્જી ઘણી ગમતી હતી.

પ્રેમ ચોપડા જણાવે છે, "દેવ આનંદસાહેબને ફિલ્મના હિટ અને ફ્લૉપ થવાથી ખાસ કશો ફરક નહોતો પડતો. તેઓ કહેતા હતા, 'દર્શકોને મારો દૃષ્ટિકોણ ન સમજાયો. આ મારી નહીં, તેમની સમસ્યા છે'. જીવન માટેનો તેમનો આ દૃષ્ટિકોણ હતો."

પોતાના સમયના એક બીજા વિલન પ્રાણ વિશે પ્રેમ ચોપડા કહે છે, "પ્રાણસાહેબની જબરજસ્ત નૅગેટિવ પાત્રની છાપ હતી. વાસ્તવિક જીવનમાં તેઓ ખૂબ સીધા માણસ હતા. તેમને પણ લોકો ખોટા સમજતા હતા."

પોતે નિભાવેલાં વિલન પાત્રોની અસર વિશે પ્રેમ ચોપડા જણાવે છે કે લોકો વાસ્તવિક જીવનમાં પણ તેમને ખલનાયક સમજતા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન