રૂફટૉપ રેઇન દ્વારા ગરમીથી રાહત, કેવી રીતે કામ કરે છે આ વ્યવસ્થા
રૂફટૉપ રેઇન દ્વારા ગરમીથી રાહત, કેવી રીતે કામ કરે છે આ વ્યવસ્થા
પ્રકાશિત
ભારે ગરમીથી રાહત મેળવવા માટે ચીનની એક સોસાયટી દ્વારા રૂફટૉપ રેઇનની વ્યવસ્થા કરવામાં આવી છે.
જેમાં છત પરથી પાણીનો સતત છંટકાવ કરવામાં આવે છે. જેના કારણે રહીશોને ગરમીથી રાહત મળે છે અને હવામાં મેઘધનુષ પણ જોઈ શકે છે.
એવો દાવો છે કે આમ કરવાથી વાતાવરણનું તાપમાન પાંચથી આઠ ડિગ્રી નીચું રહે છે અને ગ્રાઉન્ડફ્લોર ઉપર આ તફાવત 12 ડિગ્રી જેટલો હોય છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કેટલાક પર્યાવરણવિદો આ પ્રકારના રૂફટોપ રેઇન પાછળ વીજળી અને પાણીના વપરાશ સામે ચિંતા વ્યક્ત કરે છે. કારણ કે છાંટા સ્વરૂપે પાણીનું બાષ્પીભવન જલ્દી થઈ જતું હોય છે.




