ઈરાન ઉપર હુમલાને લીધે ભારતમાં પાણીના ભાવ કેવી રીતે વધ્યા?
ઈરાન ઉપર હુમલાને લીધે ભારતમાં પાણીના ભાવ કેવી રીતે વધ્યા?
ભારતમાં ઉનાળો બેસી ગયો છે. આગામી મહિના દરમિયાન દેશના કેટલાક ભાગોમાં તાપમાનનો પારો 45 ડિગ્રીને પાર કરી જાય તેવી શક્યતા છે.
ત્યારે ઈરાન યુદ્ધને કારણે ભારતના રૂ. છ અબજના બૉટલબંધ પાણીના ઉદ્યોગને પણ તકલીફ પડી રહી છે.
ઉત્પાદકને જરૂરી એવો કાચો માલ નથી મળી રહ્યો, જેના કારણે તેમને ઉત્પાદનમાં મુશ્કેલી પડી રહી છે.
તાજેતરમાં માર્કેટ લીડર બિસલેરીએ બૉટલબંધ પાણીના ભાવોમાં 11 ટકા જેટલો વધારો થયો છે. જેના કારણે 12 બૉટલના બૉક્સની કિંમતમાં રૂ. 24નો વધારો કર્યો છે.
ન્યૂઝ એજન્સી રૉઇટર્સના જણાવ્યા અનુસાર, અન્ય કંપનીઓએ પણ પાણીની બૉટલોના ભાવમાં વધારો કર્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



