આ મહિલા શા માટે 10-10 નાક ધરાવે છે?

વીડિયો કૅપ્શન, આ મહિલા શા માટે 10-10 નાક ધરાવે છે?
આ મહિલા શા માટે 10-10 નાક ધરાવે છે?
પ્રકાશિત

અલગ-અલગ પ્રસંગ માટે અલગ-અલગ 10 નાક. જેન હાર્ડમૅનને જ્વલ્લે જ જોવા મળતી એનકા-પૉઝિટિવ નામની ઑટો-ઇમ્યૂન બીમારી થઈ હતી, જેના કારણે વર્ષ 2017માં તેમનું નાક કાઢી નાખવું પડ્યું હતું.

એ પછી તેમને અલગ-અલગ 10 જેટલા પ્રોસ્થેટિક નાક બનાવડાવ્યાં છે,

જે નાકમાં બેસાડવામાં આવેલાં ત્રણ મૅગ્નેટની મદદથી ચીપકી જાય છે.

જેન કહે છે કે આને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ નથી પડતી. જેન સોશિયલ મીડિયાના માધ્યમથી એ વાતની જાગૃતિ લાવી રહ્યાં છે કે જો તમારા ચહેરામાં કોઈ ખામી હોય, તો પણ તમારી જાતને સહજતાથી સ્વીકારો.

અલગ-અલગ પ્રસંગ માટે અલગ-અલગ 10 નાક. જેન હાર્ડમૅનને જ્વલ્લે જ જોવા મળતી એનકા-પૉઝિટિવ નામની ઑટો-ઇમ્યૂન બીમારી થઈ હતી, જેના કારણે વર્ષ 2017માં તેમનું નાક કાઢી નાખવું પડ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન