રાજકોટ: હાઉસિંગ બોર્ડના આ લોકો જર્જરિત મકાનનું સમારકામ કેમ કરાવી શકાતા નથી?

રાજકોટ: હાઉસિંગ બોર્ડના આ લોકો જર્જરિત મકાનનું સમારકામ કેમ કરાવી શકાતા નથી?

રાજકોટના અમીન માર્ગ ઉપર આવેલા હાઉસિંગ બોર્ડના રહેવાસીઓ અલગ પ્રકારની મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.

તેમનાં ઘરો જર્જરિત થઈ ગયાં હોવા છતાં તેનું સમારકામ નથી કરાવી શકતા અને તેના કારણે તેમના ઉપર બિસમાર ઇમારતનો કાટમાળ પડવાની આશંકા રહે છે.

ઘરોની બિસમાર સ્થિતિ જોઈને મિત્રો અને સગાં-સંબંધીઓ પણ તેમની આર્થિક પરિસ્થિતિ વિશે અલગ-અલગ પ્રકારના કયાસ કાઢે છે.

શું છે આ વહીવટી ગૂંચ અને સ્થાનિકો શું કહે છે, જાણો તેમની સમસ્યા વિશે આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન