ગુજરાતમાં સાત દિવસ ભારે : હવામાન વિભાગની મોટી આગાહી, આગામી 7 દિવસ આ જિલ્લાઓમાં રેડ અને ઑરેન્જ ઍલર્ટ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતના કેટલાક ભાગોમાં અત્યારે સતત વરસાદ પડી રહ્યો છે જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના ડેટા પ્રમાણે ઉત્તર ગુજરાત અને કચ્છના અમુક ભાગોમાં પણ વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડ અને નવસારી જિલ્લામાં અત્યંત ભારે વરસાદ પડ્યો છે જ્યારે સુરત નવસારી, દમણ, દાદરા અને નગર હવેલીમાં અમુક જગ્યાએ ભારે વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજુ સાત દિવસ સુધી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી લઈને અતિ ભારે વરસાદ પડશે.

હવે રાજ્યમાં એક સપ્તાહ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી હોવાથી ગાંધીનગરમાં વેધર ગ્રૂપની બેઠક યોજવામાં આવી હતી જેમાં દક્ષિણ ગુજરાતમાં ઇમરજન્સીની સ્થિતિ પેદા થાય તો કઈ રીતે સામનો કરવો તેના માટે આયોજન કરવામાં આવ્યું હતું.

વરસાદની કેટલી સિસ્ટમો સક્રિય છે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી
ઇમેજ કૅપ્શન, ગુજરાત સહિત સમગ્ર ભારત પર હાલમાં વરસાદની એકથી વધારે સિસ્ટમો સક્રિય બની છે.

હાલમાં ચોમાસાનો ટ્રફ શ્રી ગંગાનગર, રોહતક, રાંચીથી લઈને ઉત્તરપશ્ચિમ બંગાળની ખાડી પરથી પસાર થાય છે. રાજસ્થાન અને પડોશના વિસ્તારમાં સમુદ્રની સપાટીથી 3.1થી 4.5 કિમીની ઊંચાઈ વચ્ચે એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે.

પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી અને નજીકમાં કિનારાવર્તી આંધ્ર પ્રદેશના ઉત્તર ભાગમાંથી એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 5.8 કિમીની ઊંચાઈએ સ્થિત છે.

તેવી જ રીતે હાલમાં દક્ષિણ ઓડિશા, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ, સાઉથ રાજસ્થાન અને ગુજરાત પર એક અપર ઍર સાઇક્લોનિક સર્ક્યુલેશનની રચના થઈ છે.

હવે કયા જિલ્લાઓમાં ભારે વરસાદ પડશે?

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે હજુ સાત દિવસ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે જેમાંથી કેટલાક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી છે.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

22 જુલાઈ, બુધવારે નવસારી અને વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને આ બે જિલ્લા માટે રેડ ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા અને નગર હવેલીમાં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે. આ જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડવાની આગાહી છે અને અહીં યલો ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, દીવ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, વડોદરા, છોટા ઉદેપુરના કેટલાક ભાગોમાં યલો ઍલર્ટ જારી કરવામાં આવ્યું છે.

23 જુલાઈ, ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં રેડ ઍલર્ટ છે અને અહીં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જ્યારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ અને તાપીમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે અને અહીં કેટલીક જગ્યાએ અતિભારે વરસાદ પડી શકે છે. રાજ્યના બાકીના ભાગોમાં યલો ઍલર્ટની જાહેરાત કરવામાં આવી છે અને ત્યાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી

24 જુલાઈ, શુક્રવારે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગરહવેલીમાં અમુક જગ્યાએ અતિ ભારે વરસાદ પડી શકે છે, જ્યારે અમદાવાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ અને સુરતમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે.

શનિવારે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારે વરસાદ પડશે.

ત્યાર બાદ રવિવારે સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા સોમવારે બનાસકાંઠા અને સાબરકાંઠામાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આગામી સોમવારે બનાસકાંઠામાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

અમદાવાદ અને આસપાસના ભાગોમાં બુધવારે વાદળછાયું વરસાદ રહેશે અને દિવસ દરમિયાન એકથી બે વખત ઝાપટાં પડે તેવી શક્યતા છે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી
ઇમેજ કૅપ્શન, નવસારીમાં વાંસદા અને ધરમપુરને જોડતા કોઝવે પરથી એક કાર તણાઈ હતી, જોકે કારચાલકનો બચાવ થયો હતો.

મંગળવારની સવારના 6 વાગ્યાથી બુધવારે સવારના 6 વાગ્યા સુધીના ચોવીસ કલાકમાં વલસાડના કપરાડા તાલુકામાં 15.63 ઇંચ વરસાદ નોંધાયો હતો જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધારે છે.

ત્યાર પછી વલસાડના જ નાનાપોંઢામાં 11 ઇંચ, નવસારીના ચિખલીમાં 9.61 ઇંચ, વલસાડના પારડીમાં 9.37 ઇંચ, નવસારીના વાંસદામાં 9.25 ઇંચ વરસાદ પડ્યો છે.

વલસાડ શહેરમાં 8.31 ઇંચ, ખેરગામમાં આઠ ઇંચ, વાપીમાં 7.28 ઇંચ, ડાંગના વઘઈમાં 7.20 ઇંચ અને વલસાડના ધરમપુરમાં 6.77 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતના બારડોલીમાં ચોવીસ કલાકમાં 5.39 ઇંચ વરસાદ પડ્યો છે.

દક્ષિણ ગુજરાતની તુલનામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં બહુ ઓછો વરસાદ પડ્યો છે. પાલનપુર, લાલપુર, માંડવી (કચ્છ), થરાદ, નસવાડી, કુતિયાણા, ચોટિલા, સુત્રાપાડામાં ચોવીસ કલાકમાં માંડ એક મીલીમીટર વરસાદ પડ્યો છે.

સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર ખાતે બેઠક મળી

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું પૂર દક્ષિણ ગુજરાત આગાહી
ઇમેજ કૅપ્શન, તાકીદની સ્થિતિના નિયંત્રણ માટે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર પર બેઠક મળી હતી.

રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવનાઓને ધ્યાનમાં રાખીને મંગળવારે સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર ખાતે રાહત કમિશનર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને 'વેધર વૉચ ગ્રૂપ'ની બેઠક યોજાઈ હતી. તેમાં નાગરિકોની સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન માટેની વહીવટી તંત્રની પૂર્વતૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.

ગૌરાંગ મકવાણાએ જણાવ્યું કે, "હવામાન વિભાગ દ્વારા રજૂ કરવામાં આવેલા સેટેલાઇટ ઇમેજરી અને અદ્યતન પૂર્વાનુમાનના આધારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત સહિત જ્યાં પણ ભારે વરસાદની શક્યતા છે, તેવા તમામ વિસ્તારો પર કંટ્રોલ રૂમ દ્વારા 24 કલાક સતત નજર રાખવામાં આવી રહી છે. આપાતકાલીન સ્થિતિમાં બચાવ અને રાહત કામગીરી ઝડપથી થઈ શકે તે માટે NDRF અને SDRFની ટુકડીઓને જરૂરી તમામ સાધન-સામગ્રી સાથે સંવેદનશીલ વિસ્તારોમાં તહેનાત કરી દેવામાં આવી છે."

રાહત કમિશ્નરે જણાવ્યું કે, "માળખાકીય સુવિધાઓ અને ડૅમોની સલામતી માટે આયોજન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય ડૅમની વર્તમાન સપાટી પર સતત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન