10 તસવીરોમાં જુઓ હૉંગકૉંગની ઇમારતોમાં ભીષણ આગથી કેવી સ્થિતિ થઈ?

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી ચીન ગુજરાતી ગુજરાત
ઇમેજ કૅપ્શન, હૉંગકૉંગમાં વાંગ ફૂક કોર્ટ નામના હાઉસિંગ કૉમ્પ્લેક્સમાં આગ લાગી હતી. જેના આઠ બ્લૉક્સમાં બે હજાર કરતાં વધુ ફ્લૅટ્સ છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

હૉંગકૉંગના તાઈ પો ક્ષેત્રમાં એક રહેણાક વિસ્તારમાં બુધવારે લાગેલી ભીષણ આગને કારણે અત્યાર સુધીમાં 55 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે, જ્યારે 100થી વધુ લોકો લાપતા છે.

આ આગથી હૉંગકૉંગમાં હજારો લોકો પર મોટી આપત્તિ આવી પડી છે. આગ બાદ હૉંગકૉંગમાં કેવી સ્થિતિનું નિર્માણ થયું એ તસવીરોમાં જુઓ...

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હૉંગકૉંગમાં સામાન્ય રીતે નાનાં અને એકબીજાની ખૂબ જ નજીક હાઉસિંગ કૉમ્પ્લેક્સ બનેલાં હોય છે, જેના કારણે એકની અસર તરત જ બીજા બ્લૉક કે બિલ્ડિંગમાં પણ વર્તાય છે

આગને કારણે અનેક લોકોએ તેમનાં પરિજનોને ગુમાવ્યા છે અને હજુ અનેક લોકો લાપતા છે.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, હૉસ્પિટલમાં દાખલ 45 લોકોની હાલત હજુ પણ ગંભીર છે

હૉંગકૉંગ સરકારના જણાવ્યા અનુસાર, બુધવારે સ્થાનિક સમય મુજબ બપોરે 2:51 વાગ્યે વાંગ ફુક કોર્ટમાં આગ લાગી હતી, ત્યારબાદ ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, ઘટનાસ્થળે 800 અગ્નિશામકોને તહેનાત કરવામાં આવ્યાં છે.

ધટનાસ્થળથી જે તસવીરો સામે આવી છે, તેમાં ધુમાડાનાં વાદળો, આગની જ્વાળાઓ, તેને કાબૂ કરતા ફાયરફાઇટર્સ અને અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, લગભગ 95 ટકા લોકોને સ્થળાંતરિત કરવામાં આવ્યા છે અને નજીકના ત્રણ રહેણાંક બ્લૉક ખાલી કરાવવામાં આવ્યાં છે

ઘટનાસ્થળે 800 અગ્નિશામકોને તહેનાત કરવામાં આવ્યાં છે અને એક ફાયર ફાઇટરનું મૃત્યુ થયું છે

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, આગ ઝડપથી ફેલાઈ રહી હોવાનું કારણ નજીકમાં ચાલી રહેલા નવીનીકરણ, રિનોવેશનના કામો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

ઘણા રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્થાનિક તંત્રએ આપેલી માહિતી અનુસાર 30થી વધુ બસ રૂટને આગગ્રસ્ત વિસ્તારથી હઠાવીને બીજી તરફ ડાઇવર્ટ કરવામાં આવ્યા છે.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઇમારતોમાં સમારકામનું કામ ચાલી રહ્યું હતું અને બારીઓ પર પૉલિસ્ટરીન બોર્ડ મળી આવ્યાં હતાં, જેના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી

આગ ઝડપથી ફેલાઈ રહી હોવાનું કારણ નજીકમાં ચાલી રહેલાં નવીનીકરણ, રિનોવેશનનાં કામો હોવાનું માનવામાં આવી રહ્યું છે.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી ચીન ગુજરાતી ગુજરાત
ઇમેજ કૅપ્શન, 17 વર્ષ પહેલાં, હૉંગકૉંગમાં ગ્રેડ 5 ની આગ લાગી હતી જેમાં ચાર લોકોનાં મોત થયાં હતાં.

આગને સ્તર 5 તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જે તીવ્રતાની દૃષ્ટિએ શ્રેણી 1 થી 5 ના સ્કેલ પર ઉચ્ચતમ સ્તર છે.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી ચીન ગુજરાતી ગુજરાત
ઇમેજ કૅપ્શન, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે હૉંગકૉંગના વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગ અને તેના કારણે થયેલાં મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે

આગને કારણે સેંકડો લોકોને કૉમ્યુનિટી સેન્ટર્સમાં ખસેડવામાં આવ્યા છે.

હૉંગકૉંગ, આગ, ભીષણ આગ, બીબીસી ગુજરાતી ચીન ગુજરાતી ગુજરાત
ઇમેજ કૅપ્શન, હૉંગકૉંગના શિક્ષણ વિભાગે કહ્યું છે કે વાંગ ફુક કોર્ટમાં લાગેલી આગને કારણે ગુરુવારે તાઈ પો જિલ્લાની ઘણી શાળાઓ બંધ રહેશે

લાપતા લોકોના પરિજનો ચિંતિત છે અને કૉમ્યુનિટી સેન્ટર્સમાં બેસીને તેમનાં પરિજનોની રાહ જોઈ રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન