ગોલ્ડન ઇરા અને આજના સમયનાં ગીતો વચ્ચેનો ફરક - આશા ભોંસલેની નજરે

ગોલ્ડન ઇરા અને આજના સમયનાં ગીતો વચ્ચેનો ફરક - આશા ભોંસલેની નજરે

પીઢ ગાયિકા આશા ભોંસલેનું 92 વર્ષની વયે નિધન થયું છે. શનિવારે (11 એપ્રિલ) હૃદયરોગનો હુમલો આવ્યા બાદ તેમને મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતાં.

8 સપ્ટેમ્બર, 1933ના રોજ જન્મેલાં આશા ભોંસલેએ 1943માં દસ વર્ષની ઉંમરે ગાવાનું શરૂ કર્યું હતું અને તેમણે 90 વર્ષની ઉંમર સુધી ગાવાનું ચાલુ રાખ્યું હતું.

તેમણે ઓપી નૈયર, આરડી બર્મન, ઇલૈયારાજા, અનુ મલિકથી માંડીને એઆર રહેમાન સાથે પણ કામ કર્યું છે.

આશા ભોંસલેએ રફી, મુકેશ અને કિશોરથી માંડીને બૉય જ્યૉર્જ અને આદિત્ય નારાયણ સુધીના ગાયકો સાથે ગાયું છે.

ઉસ્તાદ અલી અકબર ખાન સાથેના આલબમ માટે તેમને 1995માં ગ્રેમી માટે નૉમિનેશન મળ્યું હતું. આશા ભોંસલેએ તેમની કૅરિયરમાં 10,000થી વધુ ગીતો રેકૉર્ડ કર્યાં છે.

સંગીતના અલગ-અલગ કાલખંડને નજરે જોનારાં આશા ભોંસલેને ટીવી જોવું કે રેડિયો સાંભળવું ખાસ પસંદ ન હતું, પરંતુ તેમણે બદલાતા સમય સાથે સંગીતનાં બદલાતાં સ્વરૂપ અંગે ચર્ચા કરી હતી. જાણો, તેમનું શું માનવું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન