You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઇસુદાન ગઢવીની અટકાયત અંગે ધારાસભ્ય ચૈતર વસાવાએ શું કહ્યું?
આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા બેઠકના ધારાસભ્ય ચૈતર વસાવાએ કહ્યું છે કે, "અમે (આમ આદમી પાર્ટી) તમારા (સરકાર) ખોટા કેસોથી ડરવાના નથી..."
બુધવારે ગુજરાત આપના અધ્યક્ષ ઇસુદાન ગઢવીની અટકાયત કરવામાં આવી હતી, એના વિશે પ્રતિક્રિયા આપતા ચૈતર વસાવાએ આ વાત કહી હતી અને સરકારની ઉપર આરોપો લગાવ્યા હતા.
પોલીસનું કહેવું છે કે ઇસુદાન ગઢવી સહિત 30 જેટલા લોકો સામે ફરજમાં અડચણ ઊભી કરવી અને રાયોટિંગ સહિત ભારતીય ન્યાય સંહિતાની અલગ-અલગ કલમો હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે તથા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે બુધવારે સાંજે ઇસુદાન ગઢવીને છોડી મૂક્યા હતા.
સમગ્ર ઘટનાક્રમ અંગે ભાજપનું કહેવું છે કે 'આ આમ આદમી પાર્ટીનાં નાટકો છે.'
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન