આંગળી પર પાટા બાંધી જ્ઞાનેશકુમાર સામે વિરોધપ્રદર્શન
આંગળી પર પાટા બાંધી જ્ઞાનેશકુમાર સામે વિરોધપ્રદર્શન
પ્રકાશિત
દિલ્હીના જંતર-મંતર રોડ પર નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI) દ્વારા વિરોધપ્રદર્શન કરવામાં આવ્યું હતું.
પ્રદર્શનકારીઓએ હાથમાં ક્ષતિગ્રસ્ત આંગળીનું પ્રતીક અને જોકરનું પત્તું રાખીને વિરોધ નોંધાવ્યો હતો.
કાર્યકર્તાઓએ જણાવ્યું કે આંગળી પરનું નિશાન મતદાન અને લોકશાહીની તાકાત દર્શાવે છે, પરંતુ વોટ ચોરીને કારણે દેશના કરોડો લોકોના મતાધિકાર પર તરાપ મારવામાં આવી છે.
તેમણે આક્ષેપ કર્યો કે લોકશાહીને રમત સમજી લેવામાં આવી છે. આંગળી કપાવાથી માત્ર મતદાનનો અધિકાર જ નહીં, પરંતુ નાગરિકો માટે શિક્ષણ, રાશન અને ટૅક્સપેયર્સ થકી મળતી સરકારી સુવિધાઓ પણ છીનવાઈ જાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



