ગુજરાતમાં શિયાળા પહેલાં માવઠાની આગાહી? IMDનું અનુમાન
ગુજરાતમાં શિયાળા પહેલાં માવઠાની આગાહી? IMDનું અનુમાન
પ્રકાશિત
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ મહિના એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર સુધીનું હવામાન પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે.
આ અહેવાલમાં ઉત્તર-પૂર્વના ચોમાસાની સ્થિતિ અને પશ્ચિમી વિક્ષેપ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગુજરાત પર થનારી સંભવિત અસરોની વિગતવાર ચર્ચા કરવામાં આવી છે.
ઑક્ટોબર મહિનામાં રાજ્યમાં વરસાદની શક્યતા નહિવત્ છે અને તાપમાન સરેરાશ કરતાં ઊંચું રહેતાં ગરમી અનુભવાશે. જોકે, આગામી ત્રણ મહિના દરમિયાન વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને પગલે સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ કે માવઠું પડવાની સંભાવના રહેલી છે, જોકે આ પૂર્વાનુમાનમાં લાંબા ગાળાની અનિશ્ચિતતા પણ રહેલી છે.

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



