ગુજરાતમાં ચોમાસું પૂરું થયા પછી પણ શું વરસાદ પડશે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ચોમાસું પૂરું થયા પછી પણ શું વરસાદ પડશે?
ગુજરાતમાં ચોમાસું પૂરું થયા પછી પણ શું વરસાદ પડશે?
પ્રકાશિત

ગુજરાતના ઘણા વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ અને દુષ્કાળ જેવી સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે 30 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વધારે વરસાદ પડવાની કોઈ શક્યતા નથી.

સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બરના અંતે પૂર્ણ થતું હોય છે અને 4 થી 5 ઑક્ટોબર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાંથી વિદાય લઈ લે છે, જેની શરૂઆત થઈ ચૂકી છે.

જોકે હવામાનમાં પલટો આવવાથી 1 થી 5 ઑક્ટોબર વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં ફરી હળવોથી મધ્યમ અને છૂટોછવાયો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતમાં ચોમાસું પૂરું થયા પછી પણ શું વરસાદ પડશે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન