અમેરિકા પર વાવાઝોડાનું સંકટ, પવનની ગતિ 165 કિમી, ત્રાટકશે ત્યારે શું થશે?

વીડિયો કૅપ્શન, અમેરિકા પર વાવાઝોડાનું સંકટ, પવનની ગતિ 165 કિમી, ત્રાટકશે ત્યારે શું થશે?
અમેરિકા પર વાવાઝોડાનું સંકટ, પવનની ગતિ 165 કિમી, ત્રાટકશે ત્યારે શું થશે?
પ્રકાશિત

દુનિયાભરમાં હાલ હવામાનની વિચિત્ર સ્થિતિ વચ્ચે દરિયામાં વાવાઝોડા સર્જાવાની ઘટનાઓ ચર્ચામાં છે.

પ્રશાંત મહાસાગરમાં અલ નીનોની અસરને પગલે સામાન્ય રીતે ઍટલાન્ટિક મહાસાગરમાં ચક્રવાત ઓછા સર્જાતા હોય છે, પરંતુ હવે મૅક્સિકોના અખાતમાં સર્જાયેલું પહેલું વાવાઝોડું ઝડપથી તાકાતવર બની રહ્યું છે.

અમેરિકાની હવામાન સંસ્થા અનુસાર 165 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા પવન સાથે આ વાવાઝોડું ફ્લૉરિડા અને અલબામા તરફ આગળ વધી રહ્યું છે.

કાંઠા વિસ્તારોમાં દોઢથી બે મીટર ઊંચા મોજાં ઉછળવાની અને ભારે વરસાદથી પૂર આવવાની શક્યતા છે.

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન