ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 8-9 દિવસ વરસાદ નહીં, હવે કેવું રહેશે હવામાન?

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા ઉપર ક્લિક કરો
ગુજરાતમાંથી ચોમાસાની વિદાય, 8-9 દિવસ વરસાદ નહીં, હવે કેવું રહેશે હવામાન?
પ્રકાશિત

ગુજરાતમાંથી ચોમાસાની સત્તાવાર વિદાય થઈ ચૂકી છે ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે.

ઉત્તર ભારતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે અને મજબૂત એન્ટિ સાયક્લોન સર્જાતાં હવા જમીન તરફ ધકેલાશે, જેના કારણે આગામી આઠથી નવ દિવસ સુધી વરસાદની કોઈ શક્યતા નથી.

વાદળો હટતાં અને સીધા સૂર્યકિરણો પડવાથી 'ઑક્ટોબર હીટ'ની અસર શરૂ થઈ છે, જેમાં અમદાવાદ અને રાજકોટ સહિતના વિસ્તારોમાં પારો 37થી 38 ડિગ્રી વટાવી ગયો છે.

દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજયુક્ત ગરમી અને અન્ય વિસ્તારોમાં સૂકા પવન સાથે ગરમી હજુ પણ વધવાની ધારણા છે.

વધુ જુઓ વીડિયોમાં...

Gujarat, weather, rain, ગુજરાત, ચોમાસું, હવામાન, બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન